મંદીનો માર : મારુતિએ હરિયાણા પ્લાન્ટમાં 'No-Production Days'ની જાહેરાત કરી
મંદીનો માર : મારુતિએ હરિયાણા પ્લાન્ટમાં 'No-Production Days'ની જાહેરાત કરી
પ્રતિકાત્મક તસવીર
દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડે હરિયાણા સ્થિત ગુરુગ્રામ પ્લાન્ટ અને માનેસર પ્લાન્ટમાં પેસેન્જર વાહનોનું ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
મંદીના સમયમાંથી પસાર થઈ રહેલા ઑટો સેક્ટરની હાલત ખૂબ ખરાબ છે. ગાડીઓના વેચાણમાં સતત ઘટાડાને કારણે ઉત્પાદક કંપનીઓ પર ખર્ચ વધી રહ્યો છે. આના કારણે દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝૂકી ઇન્ડિયા લિમિટેડે હરિયાણા સ્થિત ગુરુગ્રામ પ્લાન્ટ અને માનેસર પ્લાન્ટમાં મુસાફર વાહનોનું ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કંપની 7 અને 9 સપ્ટેમ્બરના રોજ કારનું ઉત્પાદન નહીં કરે.
આ બંને દિવસે કોઈ ઉત્પાદન કરવામાં નહીં આવે. કંપની "નૉ પ્રૉડક્શન ડૅ"ની ઉજવણી કરશે. મારુતિ સુઝુકીએ 10 વર્ષમાં પ્રથમ વખત માનેસર અને ગુડગાંવ પ્લાન્ટને બંધ કરવાની જાહેરાત કરી છે. જોકે, પ્રોડક્શન રોકવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે સતત ઘટી રહેલા વેચાણને કારણે કંપનીએ આવો નિર્ણય કર્યો છે.
Maruti Suzukiના ઓગસ્ટ મહિનાના ઉત્પાદનમાં 34 ટકાનો ઘટાડો નોંધાયો છે. કંપનીએ ઓગસ્ટ 2018માં 168,725 યુનિટ બનાવ્યા હતા, જેની સરખામણીમાં ઓગસ્ટ 2019ના રોજ 111,370 વાહનોનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. કંપનીએ એક રેગ્યુલેટ્રી ફાઇલિંગમાં આ વાતનો ખુલાસો કર્યો છે. મારુતિ સુઝુકીના ઉત્પાદનમાં સતત સાતમાં મહિને ઘટાડો નોંધાયો છે. કંપનીનું કહેવું છે કે સ્ટોક વધી જતાં ડીલર્સ તણાવમાં હતાં. કંપનીનો ઉદેશ્ય સ્ટોક વધારવાને બદલે તહેવારોની સિઝનમાં મોટું પ્રચાર અભિયાન ચલાવીને સ્ટોક ક્લિયર કરવાનો છે.
ઓગસ્ટમાં તમામની હાલત બગડી
ઓગસ્ટમાં મારુતિ સુઝુકીની સાથે સાથે અન્ય કંપનીઓના વેચાણમાં પણ જોરદાર ઘટાડો નોંધાયો છે. Tata Moters, Maruti Suzuki, Mahindra and Mahindra (M&M), Toyota જેવી ગાડીઓના વેચાણમાં જોરદાર ઘટાડો નોંધાયો છે. મારુતિ સુઝુકીનું વેચાણ 32.7 ટકા ઘટીને 1,06,413 વાહન થઈ ગયું છે. ગત વર્ષે કંપનીએ આ મહિને 1,58,189 યુનિટનું વેચાણ કર્યું હતું. ટાટા મોટર્સના ડોમેસ્ટિક વેચાણમાં વર્ષથી વર્ષની સરખામણીમાં 49 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે કોમર્શિયલ વાહનોના વેચાણમાં 45 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
Mahindra and Mahindra (M&M)ના વેચાણમાં ઓગસ્ટમાં 25 ટકાનો ઘટાડો નોંધાયો છે. Hyundai Motor Indiaના વેચાણમાં 9.54 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે Toyotaના વેચાણમાં આશરે 21 ટકાનો ઘટાડો નોંધાયો છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર