Home /News /business /મારુતિ કાર ચલાવો છો તો તમારા માટે મોટા સમાચાર, કંપનીએ પરત મંગાવી 9125 ખામીયુક્ત કાર
મારુતિ કાર ચલાવો છો તો તમારા માટે મોટા સમાચાર, કંપનીએ પરત મંગાવી 9125 ખામીયુક્ત કાર
મારુતિ સુઝુકી કંપનીએ માર્કેટ માંથી પોતાની અમુક કાર પરત લેવાનું નક્કી કર્યું છે.
મારુતિએ પોતાના 5 મોડેલની જુદી જુદી 9125 કારોને માલિક પાસેથી પરત મંગાવી છે. આ કારના સીટ બેલ્ટમાં ખામી પકડાઈ છે. અહીં જાણો ક્યાં મોડલને કંપની પરત મંગાવી રહી છે.
Maruti Suzuki: મારુતિ સુઝુકી કંપનીએ માર્કેટ માંથી પોતાની અમુક કાર પરત લેવાનું નક્કી કર્યું છે. જેમાં કુલ 5 મોડેલની 9125 ગાડીઓ પરત લેશે. કંપની સિયાઝ સહિતના 5 મોડલમાં ટેક્નિકલ ખરાબીના કારણે પરત મંગાવી રહી છે. CNBC આવાઝ મુજબ આ એ મોડલ છે જે 2 થી 28 નવેમ્બર 2022 વચ્ચે તૈયાર કરવામાં આવ્યા હતા. કંપનીનું કહેવું છે કે સીટ બેલ્ટમાં ખરાબીને લીધે પરત મંગાવવામાં આવ્યા છે. આ અગાઉ મારુતિએ તેની કોમ્પેક્ટ કાર ઇગ્નિસને બ્રેક સિસ્ટમમાં ફેરફાર માટે પરત મંગાવી હતી, જેમાં અમુક ફેરફારો કરવામાં આવ્યા હતા.
કંપનીઓ કારમાં ચોક્કસ ખામીને કારણે નિશ્ચિત સમયગાળામાં તૈયાર થયેલ કારને પરત મંગાવતી હોય છે. જેમાં તે ગ્રાહકો પાસેથી કોઈ પણ જાતના રૂપિયા લીધા વગર સરખી કરી આપતી હોય છે. કંપનીના કહેવા મુજબ વર્કશોપ ગ્રાહકોનો સંપર્ક કરીને માહિતી આપશે.
ગ્રાહકો માટે જરૂરી કેમ?
જો તમારું વાહન, કાર કંપનીએ પરત મંગાવેલા મોડલની યાદીમાં આવે છે તો તેનો અર્થ એ છે કે તમારા વાહનના પાર્ટ્સ જેમ કે સીટ અથવા ટાયર વગેરેમાં કેટલીક ખામી જોવા મળી છે. આ ખામી તમારા માટે જોખમી સાબિત થઇ શકે છે. જો કોઈ કંપની ખામીયુક્ત વાહનો પરત મંગાવે છે તો એ તેની જવાબદારી રહે છે કે તે ફ્રી માં રીપેર કરી આપે.
કોઈ પણ કંપનીને જયારે એ વાતનો ખ્યાલ આવે છે કે વાહનમાં કોઈ ખામી રહી ગઈ છે તો તેને તરત જ પાંચ મંગાવી લેવામાં આવે છે. આવી કાર સલામતીના નિયમોને પરિપૂર્ણ નથી કરી સક્તિ અને વ્યક્તિ માટે જોખમરૂપ સાબિત થઇ શકે છે. જેમાં કંપની આ કારણે માર્કેટ માંથી પરત લેવડાવે છે અને ગ્રાહકોને ફ્રીમાં રીપેર કરી, ખામી મુક્ત બનાવી પરત કરી દે છે અથવા તો બદલી આપે છે. આ કામ કંપનીની જવાબદારીમાં પણ આવે છે.
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર