Home /News /business /

Maruti Suzuki એ લોન્ચ કરી સસ્તી કાર, ઓછી કિંમતમાં મળશે જોરદાર ફિચર્સ

Maruti Suzuki એ લોન્ચ કરી સસ્તી કાર, ઓછી કિંમતમાં મળશે જોરદાર ફિચર્સ

નવી WagonR ની શરૂઆતની કિંમત 5.39 લાખ રૂપિયા (એક્સ શો રુમ) રાખવામાં આવી છે

maruti suzuki 2022 wagonr price - ઇન્ટીરિયર અને ડિઝાઇનમાં ઘણું અપડેટ કરવામાં આવ્યું છે

    નવી દિલ્હી : મારુતિ સુઝુકીએ (Maruti Suzuki) આજે 2022 વેગનઆર ફેસલિફ્ટ વર્ઝનને ( 2022 WagonR facelift version)લોન્ચ કરી દીધું છે. નવી WagonR ની શરૂઆતની કિંમત 5.39 લાખ રૂપિયા (એક્સ શો રુમ) રાખવામાં આવી છે. તેના ટોપ-સ્પેક ટ્રિમ માટે તેની કિંમત 7.10 લાખ રૂપિયા સુધી જાય છે. WagonR ના ઇન્ટીરિયર અને ડિઝાઇનમાં ઘણું અપડેટ કરવામાં આવ્યું છે.

    2022 મારુતિ સુઝુકી વેગનઆર (Maruti Suzuki WagonR)એન્જીનની વાત કરવામાં આવે તો આ ત્રણ એન્જીન ઓપ્શન 1.0 લીટરના સિરીઝ ડુઅલ જેટ, ડુઅલ વીવીટી એન્જીન અને 1.2 લીટર એન્જીનમાં મળશે. 1.0 લીટર એન્જીનની સાથે કંપની ફિટેડ S-CNG વેરિએન્ટમાં પણ આવશે. વેગનઆર એસ-સીએનજીની કિંમત 6.81 લાખ (એક્સ શો રૂમ) છે.

    અપડેટેડ વેગનઆરને કેટલીક ઉલ્લેખનીય નવી સુવિધાઓ જેવી પેટ્રોલ વેરિએન્ટમાં આઈએસએસ અને એજીએસ વેરિએન્ટમાં હિલ હોલ્ડ અસિસ્ટ સાથે જોડવામાં આવી છે. આ સિવાય કારમાં 4 સ્પીકર સાથે 17.78 સેમી સ્માર્ટપ્લે સ્ટુડિયો સ્માર્ટફોન નેવિગેશન મળે છે. આ સિવાય તેમાં ગ્રાહકોને કનેક્ટેડ ડ્રાઇવિંગ અનુભવ પ્રદાન કરવા માટે ક્લાઉડ બેસ્ડ ફીચર્સ પણ મળશે. કારના બે ડ્યૂલ ટોન કલર જેવા ગેલેન્ટ રેડ વિધ બ્લેક રુફ અને મેગ્મા ગ્રે વિધ બ્લેક રુ સહિત નવા રંગ વિકલ્પોમાં રજુ કરવામાં આવી છે.

    આ પણ વાંચો - Car loan લેતી વખતે આટલી ભૂલો બિલકૂલ ન કરો, આ બાબતોનું રાખો ધ્યાન

    મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડના સીનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર શશાંક શ્રીવાસ્તવે કહ્યું કે મારુતિ સુઝુકી વેગનઆર ભારતીય બજારમાં કંપનીની સૌથી સફળ હેચબેક કારોમાંથી એક છે. 1999માં પોતાની શરૂઆત પછી વેગનઆર સતત ડેવલપ થઇ છે અને ક્લાસ, લીડિંગ ફીચર્સ, ડિઝાઇન અને પર્ફોમન્સ સાથે બદલતા ગ્રાહક પ્રાથમિકતા રહી છે.

    મારુતિ સુઝુકીની બલેનો 2022 લોન્ચ

    મારુતિ સુઝુકી ઇન્ડિયાએ આખરે ભારતમાં 23 ફેબ્રુઆરીએ એટલે કે બુધવારે નવી બલેનો કાર (New Baleno) લોન્ચ કરી દીધી છે. મારુતિ સુઝુકીએ પોતાની નવી કારમાં અનેક સુરક્ષા ફીચર્સ ઉપરાંત નવા ફીચર્સ ઉમેર્યાં છે. કારના ઇન્ટીરિયરની સાથે સાથે બહારના ફીચર્સને પણ અપડેટ કરવામાં આવ્યા છે. નવી બલેનોમાં હેડ-અપ ડિસ્પ્લે, 9 ઇંચની નવી હાઈ ડેફિનેશન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ARKAMYS તરફથી “Surround Sense”, 360 ડિગ્રી કેમેરા જેવા ફીચર્સ સામેલ છે. નવી બલેનોમાં જૂના મોડલની જેમ જ 1.2 લિટર K-Series પેટ્રોલ એન્જીન હશે. આ કાર પાંચ સ્પીડ મેન્યુઅલ અથવા CVT ગીયરબોક્સ સાથે આવશે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Maruti suzuki, Maruti Suzuki Cars

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन