Home /News /business /મારુતિએ 33.85 કિમી પ્રતિ લિટર માઈલેજ સાથે લોન્ચ કરી નવી અલ્ટો, જાણો કિંમત અને ફીચર્સ

મારુતિએ 33.85 કિમી પ્રતિ લિટર માઈલેજ સાથે લોન્ચ કરી નવી અલ્ટો, જાણો કિંમત અને ફીચર્સ

મારુતિ અલ્ટો K10 હવે S-CNG માં પણ ઉપલબ્ધ છે.

Maruti alto CNG: જો તમે પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી પરેશાન છો તો તમારી પાસે એક નવો વિકલ્પ ઉપલબ્ધ છે. મારુતિ અલ્ટો K10 હવે S-CNG માં પણ ઉપલબ્ધ છે.

    દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ S-CNG ટેક્નોલોજી સાથે નવી ALTO K10 લોન્ચ કરી છે. નવી Alto K10 હવે S-CNGમાં પણ મળશે. ફેક્ટરી ફીટેડ CNG મોડલ Alto K10માં ઉપલબ્ધ થશે. મારુતિ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ફેક્ટરી ફીટેડ સીએનજી 13 મોડલમાં ઉપલબ્ધ છે. કંપનીએ અત્યાર સુધીમાં 10 લાખ S-CNG વાહનોનું વેચાણ કર્યું છે. નવી અલ્ટો CNGની કિંમત રૂ. 5.94 લાખ (એક્સ-શોરૂમ કિંમત) છે.

    33.85 કિમી પ્રતિ લિટર માઇલેજ સાથે નવી અલ્ટો

    મારુતિનો દાવો છે કે નવી અલ્ટો CNG 33.85 કિમી પ્રતિ લિટરની માઈલેજ આપશે. એકદમ નવી Alto K10 S-CNG નેક્સ્ટ-જેન K-સિરીઝ 1.0L ડ્યુઅલ જેટ, ડ્યુઅલ VVT એન્જિન દ્વારા સંચાલિત છે.

    ડ્યુઅલ-ઇન્ટરડિપેંડેટ સાથે અલ્ટો K10 S-CNG ની પાવરટ્રેન ECUs સાથે 41.7kW(56.69PS++)@5300RPM અને મહત્તમ પીક પાવર આઉટપુટ અને વધુમાં વધુ ટૉર્ક જનરેટ કરે છે. CNG મોડમાં 82.1Nm@3400RPM. 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે ઉપલબ્ધ, Alto K10 S CNG ડિલિવર કરે છે.



    મારુતિ સુઝુકી અલ્ટો K10 S-CNG ની ડિઝાઇન ડેવલપમેન્ટ આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર કરવામાં આવી છે. Alto K10 S-CNGનું સસ્પેન્શન નવા યુગનું છે. તેનાથી ગ્રાહકોને વધુ આરામદાયક રાઈડ મળશે. કંપનીનું કહેવું છે કે અપડેટેડ પાવરટ્રેનને સુરક્ષા વધારવા માટે કૈલિબ્રેટ કરવામાં આવી છે. હાલમાં મારુતિના પોર્ટફોલિયોમાં કુલ 13 S-CNG મૉડલ જેમાં Alto, Alto K10, S-Presso, WagonR, Eecoનો સમાવેશ થાય છે તે CNG પર આવી ચૂક્યા છે. Celerio, Swift, Dzire, Ertiga, Baleno, XL6, Super Carry અને Tour S પણ સામેલ છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Maruti, Maruti Suziki, Maruti Suzuki Cars

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन