Maruti Car Recall update: મારુતિ સુઝુકીએ તેના 4 મોડલના 9125 વાહનોને પાછા મંગાવ્યા છે. ટેક્નિકલ ખામીને કારણે કંપની ALTO K10 સહિત 5 મોડલ પરત મંગાવી રહી છે. જે મોડલ્સને રિકોલ કરવામાં આવી રહ્યા છે તે 8 ડિસેમ્બર 2022 અને 12 જાન્યુઆરી 2023 વચ્ચે બનાવવામાં આવ્યા છે. કંપનીનું કહેવું છે કે એર બેગ્સમાં સમસ્યાને કારણે પરત બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે રિકોલ દરમિયાન કંપનીઓ અમુક ખામીઓને કારણે ચોક્કસ સમયે ઉત્પાદિત કારને રિકોલ કરે છે. તે પછી તેઓ ગ્રાહકો પાસેથી કોઈ ખર્ચ લીધા વિના તે ખામીને દૂર કરે છે. કંપની દ્વારા માહિતી આપવામાં આવી છે કે વર્કશોપ પોતે જ ગ્રાહકોનો સંપર્ક કરે છે અને તેમને જાણ કરે છે.
સામાન્ય રીતે કોઈપણ કાર ઉત્પાદક કંપની જ્યારે મોડેલમાં કોઈ પ્રકારની ખામી હોવાનું જણાય છે ત્યારે તેને પરત મંગાવે છે. આ ઉણપ ગ્રાહકની સલામતી માટે ખતરો બની શકે છે અથવા તે સલામતીના ધોરણોને પૂર્ણ કરતી નથી. આ સમસ્યાઓને દૂર કરવા માટે, કાર કંપનીઓ મોડેલને પરત મંગાવે છે. હવે તે કંપનીઓની જવાબદારી છે કે તે તમારી કારમાં રહેલી ખામીને મફતમાં દૂર કરે, તેને રિપેર કરે, તેને રિપ્લેસ કરે અથવા ગ્રાહકોને કોઈપણ ચાર્જ વિના રિફંડ આપે.
કઈ કારને રિકોલ કરવાનો નિર્ણય કર્યો
એર બેગ્સમાં સમસ્યાને કારણે મારુતિએ કુલ 17,362 વાહનોને પરત મંગાવવામાં આવ્યા છે. ALTO K10, S-PRESSO ના કેટલાક મોડલ પણ આમાં સામેલ છે. BREZZA, BALENO ના કેટલાક મોડલ પણ છે. GRAND VITARA સહીતના કેટલાક મોડલ પણ પાછા મંગાવવામાં આવી રહ્યા છે.
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર