Home /News /business /મારુતિ 800નું 'સફરનામા': કંપની બની ગયા પછી 12 વર્ષ સુધી લોન્ચ નહોતી થઈ શકી કાર, કારણ ગજબ

મારુતિ 800નું 'સફરનામા': કંપની બની ગયા પછી 12 વર્ષ સુધી લોન્ચ નહોતી થઈ શકી કાર, કારણ ગજબ

એક સમયે પાયમાલી પર હતી વિશ્વની નામાંકિત કાર કંપની મારૂતિ, પછી આ રીતે કર્યુ દાયકા સુધી બજાર પર રાજ

Maruti 800 Amazing Journey: સંજય ગાંધીએ મારુતી લિમિટેડનું ગઠન 1983માં કર્યું હતું તેઓ ખુદ તેના મેનેજિંગ ડિરેક્ટર હતા. જોકે 12 વર્ષ સુધી કંપની કોઈપણ કાર બજારમાં ઉતારી શકી નહોતી. કારણ પણ એટલું જ અજબ છે.

  મારુતિ સુઝુકી (Maruti Suzuki)ને આજે કોઇ ઓળખની જરૂરી નથી. કારણ કે માત્ર દેશની જ નહીં પરંતુ દુનિયાભરની જાણીતી કાર નિર્માતા (Car Company) કંપનીઓમાંની એક છે. મારુતિ સુઝુકીના વાહનો (Maruti Suzuki Cars) વિશ્વના 60થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવે છે. પોતાની પહેલી કાર મારુતિ 800 (Maruti 800)થી શરૂ થયેલી મારુતિ સુઝુકી દરેક સમયમાં સામાન્ય માણસની કાર તરીકે જાણીતી બની હતી અને આ કંપનીએ ક્યારેય પાછું વળીને જોયું નથી. મારુતિની પહેલી કાર મારુતિ 800એ 1983માં બજારમાં એન્ટ્રી કરી હતી અને વડાપ્રધાન ઇન્દિરા ગાંધી (Indira Gandhi)એ પોતે તેની ચાવી પ્રથમ ગ્રાહક હરપાલ સિંહ (Harpal Singh)ને સોંપી હતી. પરંતુ શું તમે જાણો છો કે આ કંપનીની સ્થાપના લગભગ 12 વર્ષ પહેલાં કરવામાં આવી હતી.

  આ પણ વાંચોઃ માત્ર 6 મહિનામાં 25%નું વળતર, Q3ના પરિણામો જોતાં 10 રુપિયાનો આ શેર રોકેટ બનશે

  હકીકતમાં સંજય ગાંધી (Sanjay Gandhi)એ ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં પહેલી કાર નિર્માતા કંપનીનું સપનું જોયું હતું. 1971માં સંજય ગાંધીએ આ કંપનીનો પાયો નાંખ્યો હતો અને કંપની એક્ટ હેઠળ મારુતિ લિમિટેડની રચના કરી હતી. સંજય ગાંધી પોતે પણ આ કંપનીના પ્રથમ મેનેજિંગ ડિરેક્ટર હતા. સંજયે આ કંપનીને ચલાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો અને ઘણી વખત કાર ડિઝાઇન કરવામાં આવી, તેના પ્રોટોટાઇપ્સ બનાવવામાં આવ્યા, પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહીં. કંપની ખોટમાં જ રહી હતી અને કોઈ ગાડી બનાવી શકી ન હતી.

  આ પણ વાંચોઃ ગજબના ફાયદાનો સોદો છે 'કાળા ટમેટા'ની ખેતી, લાખો રુપિયા કમાઈ રહ્યા છે આ ખેડૂતો

  સુઝુકી સાથે સરકારે કર્યો કરાર


  સંજય ગાંધીનું 1980માં એક વિમાન દુર્ઘટનામાં અચાનક મૃત્યુ થયું હતું. આ સાથે મારુતિની કાર માર્કેટમાં આવવાનું સપનું પણ માત્ર એક સપનું જ લાગતું હતું. પરંતુ ત્યારબાદ કેન્દ્ર સરકારે 1981માં જાપાનની કંપની સુઝુકી સાથે કંપનીને બચાવવા અને સંજયનું સપનું પૂરું કરવા માટે કરાર કર્યો હતો. આ કરાર હેઠળ સુઝુકીની સાથે કેન્દ્ર સરકારનો પણ કંપનીમાં હિસ્સો હતો. જોકે 2003માં કેન્દ્રએ પોતાનો હિસ્સો વેચી દીધો હતો અને હવે આ કંપનીમાં સરકારની કોઇ દખલગીરી નથી.

  આ પણ વાંચોઃ રૂ. 6 લાખમાં ખરીદી શકો છો રૂ. 10 લાખની SUV, બસ દર મહિને આટલું જ કરવાનું

  મારુતિ 800એ બદલી સામાન્ય માણસની જીંદગી


  1983 પહેલા દેશમાં સામાન્ય માણસ માટે માર્કેટમાં કોઇ કાર નહોતી. હિન્દુસ્તાન મોટર્સની એમ્બેસેડર અને કોન્ટેસા કાર મોટા નેતાઓ અથવા બિઝનેસમેનની ઓળખ હતી. મોટા માણસો વિદેશી કારની આયાત કરતા હતા. સામાન્ય માણસ ફક્ત બજાજ અથવા થોડા વધુ પૈસા હોય તો બુલેટ, રાજદૂત અથવા લેમ્બર્ટાસ ખરીદી શકતા હતા. ત્યારબાદ મારુતિ 800એ માર્કેટમાં એન્ટ્રી લીધી અને કાર હવે માત્ર સામાન્ય માણસનું સપનું નહીં પણ હકીકત બની. મારુતિ 800 દેશની સૌથી વધુ વેચાતી કારોમાંની એક બની અને ઘણા વર્ષો સુધી માર્કેટ અને લોકોના ઘરોમાં રાજ કર્યુ.  સરકાર જે કંપનીને એક સમયે બંધ કરવાનું વિચારી રહી હતી, સંજય ગાંધીએ પણ લગભગ 10 વર્ષ સુધી આ કંપની સાથે દિવસ-રાત કામ કર્યા બાદ આવો જ એક વિચાર કર્યો હતો, આજે તે કંપની દેશની નહીં પરંતુ વિશ્વની જાણીતી અને મોટી કંપનીઓમાંની એક છે.
  First published:

  Tags: Business news, Maruti Suzuki Cars, Sanjay gandhi

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन