Hot Stocks Today : આજે પણ પોઝિટીવ મૂડમાં હશે શેરબજાર, જાણો કયા સ્ટોક્સ પર રહેશે રોકાણકારોની નજર
Hot Stocks Today : આજે પણ પોઝિટીવ મૂડમાં હશે શેરબજાર, જાણો કયા સ્ટોક્સ પર રહેશે રોકાણકારોની નજર
ભારતીય શેરબજાર
છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ (Sensex) 303 પોઈન્ટના વધારા સાથે 54,482 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી (Nifty) 88 પોઈન્ટના ઉછાળા સાથે 16,219ના સ્તરે પહોંચ્યો હતો.
છેલ્લા ટ્રેડિંગ સેશનમાં બજારે ખૂબ રિકવરી કરી હતી અને ભારતીય શેરબજાર (Indian Stock Market) આ સપ્તાહની શરૂઆતમાં પણ સકારાત્મક મૂડમાં જોવા મળી રહ્યું છે. વૈશ્વિક બજારમાં જોવા મળેલી તેજીની અસર ભારતીય રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પણ જોવા મળશે અને આજે પણ બજારમાં ખરીદીનું વાતાવરણ રહી શકે છે.
કેવું રહ્યું છેલ્લું ટ્રેડિંગ સેશન
છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ (Sensex) 303 પોઈન્ટના વધારા સાથે 54,482 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી (Nifty) 88 પોઈન્ટના ઉછાળા સાથે 16,219ના સ્તરે પહોંચ્યો હતો. નિષ્ણાતો કહે છે કે આજે પણ બજારમાં તેજી રહેશે અને રોકાણકારો ખરીદીનો આગ્રહ રાખશે. સ્થાનિક બજારમાં કંપનીઓના ત્રિમાસિક પરિણામોની આશામાં બજાર પણ સતત સારું પ્રદર્શન કરી રહ્યું છે.
5paisa Capital Ltd
Nakoda Group of Industries Ltd
Spandana Sphoorty Financial Ltd
યુએસ અને યુરોપિયન બજારોનો મૂડ
યુએસ શેરબજારે હવે મંદીના ડરને પાછળ છોડી દીધો છે અને ફુગાવાના દબાણને પણ દૂર કર્યું છે. ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારા અંગે બજારની આશંકા પણ હવે દૂર થતી જણાય છે અને રોકાણકારો નાણાંનું પુન: રોકાણ કરવા તરફ ધ્યાન આપી રહ્યા છે. આ જ કારણ હતું કે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં યુએસ શેરબજારે લીલા નિશાન પર ટ્રેડિંગ બંધ કર્યું હતું. અમેરિકાના મુખ્ય બજારોમાં સામેલ નાસ્ડેકમાં પાછલા સત્રમાં 0.12 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
યુએસ માર્કેટમાં ઉછાળાની યુરોપિયન શેરબજારો પર સકારાત્મક અસર જોવા મળી હતી અને ત્યાં પણ તમામ મુખ્ય શેરબજારો લીલા નિશાન પર બંધ થયા હતા. યુરોપના મુખ્ય શેરબજારોમાં સમાવિષ્ટ જર્મનીનું સ્ટોક એક્સચેન્જ પાછલા સત્રમાં 1.34 ટકાના મજબૂત વધારા સાથે બંધ થયું હતું, જ્યારે ફ્રેન્ચ શેરબજારમાં 0.44 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. લંડન સ્ટોક એક્સચેન્જ પણ 0.10 ટકાના વધારા સાથે બંધ થયો હતો.
એશિયાના મોટાભાગના શેરબજારો આજે સવારે ઉછાળા સાથે ખુલ્યા હતા અને લીલા નિશાન પર કારોબાર કરી રહ્યા છે, પરંતુ કેટલાક બજારોમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જમાં આજે સવારે 0.11 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે જાપાનનો નિક્કી 1.80 ટકાના સ્તરે બંધ રહ્યો હતો. તાઈવાનનું શેરબજાર 0.26 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યું છે, જ્યારે દક્ષિણ કોરિયાનું કોસ્પી 0.17 ટકાના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યું છે. જો કે ચીનના શાંઘાઈ કમ્પોઝીટમાં પણ આજે 0.11 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર