સેન્સેક્સમાં 500 પોઇન્ટનો કડાકો, રોકાણકારોના 2 લાખ કરોડ ડૂબ્યા

News18 Gujarati
Updated: July 19, 2019, 3:54 PM IST
સેન્સેક્સમાં 500 પોઇન્ટનો કડાકો, રોકાણકારોના 2 લાખ કરોડ ડૂબ્યા
વિદેશી રોકાણકારોએ અત્યાર સુધી 7000 કરોડ બજારમાંથી ઉપાડ્યા

વિદેશી રોકાણકારોએ અત્યાર સુધી 7000 કરોડ બજારમાંથી ઉપાડ્યા

  • Share this:
સ્થાનિક શેર બજારમાં કડાકો જોવા મળી રહ્યો છે. વિદેશી રોકાણકારોની બજારમાં ભારે વેચાવલીથી બપોરે સેન્સેક્સ 500 પોઇન્ટથી વધુ તૂટી ગયો. બીજી તરફ, નિફ્ટી 11,450ની નીચે પહોંચી ગયો. ઓટો, બેન્કિંગ, મીડિયા, ફાઇનાન્સિયલ સર્વિસિસ શેરોમાં નબળાઈથી બજારમાં નિરાશા ફેલાઈ ગઈ. નિફ્ટી પર તમામ પ્રમુખ 11 ઇન્ડેક્સ લાલ નિશાનમાં કારોબાર કરતાં જોવા મળ્યા. સેન્સેક્સ 30ના 26 શેરોમાં નબળાઈ જોવા મળી. નિફ્ટી 50ના 43 શેર લાલ નિશાનમાં રહ્યા.

રોકાણકારોને 2 લાખ કરોડ ડૂબ્યા

બજારમાં મોટા કડાકાથી રોકાણકારોને મોટો આંચકો લાગ્યો છે. એક દિવસમાં રોકાણકારોના 2.09 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા. ગુરુવારે બીએસઈ પર લિસ્ટેડ કુલ કંપનીઓનું માર્કેટ કેપ 1,47,46,534.89 રૂપિયા હતું. તે આજે 2,09,248.54 કરોડ રૂપિયા ઘટીને 1,45,37,286.35 કરોડ રૂપિયા થઈ ગયું.

આ પણ વાંચો, SBI ગ્રાહક કરી શકે છે ATMથી અનલિમિટેડ ફ્રી ટ્રાન્જેક્શન, પરંતુ પૂરી કરવી પડશે આ શરત

વિદેશી રોકાણકારોએ અત્યાર સુધી 7000 કરોડ બજારમાંથી ઉપાડ્યા

છેલ્લા 5 મહિનાથી સ્થાનિક શેર બજારમાં સતત ખરીદી કરી રહેલા વિદેશી રોકારણકારો જુલાઈ મહિનામાં વેચાવલી કરી રહ્યા છે. વિદેશી રોકાણકારોએ જુલાઈ મહિનામાં અત્યાર સુધી બજારથી લગભગ 7000 હજાર કરોડ રૂપિયા ઉપાડી લીધા છે.એક્સપર્ટ્સનું માનીએ તો એફપીઆઈ પર સરચાર્જને લઈને પણ નિરાશા હાથ લાગી છે, જ્યારે નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે કહ્યું હતું કે વિદેશી રોકાણકારો ટેક્સ પર વધેલા સરચાર્જથી છૂટ ઈચ્છે છે તો કંપની તરીકે રજિસ્ટ્રેશન કરી રોકાણ કરી શકે છે. એક્સપર્ટ મુજબ આ કારણે પણ બજારનું સેન્ટિમેન્ટ બગડ્યું છે. બીજી તરફ, કોર્પોરેટ અર્નિંગ આશાથી નબળું રહેવાના કારણે વિદેશી રોકાણકારોમાં બજારને લઈને સેન્ટિમેન્ટ નબળું પડ્યું છે.

આ પણ વાંચો, આ છે 6 લાખ રૂપિયાથી ઓછા બજેટની 5 ઓટોમેટિક કાર
First published: July 19, 2019, 3:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading