સેન્સેક્સમાં 600 અંકની તેજી, RILનો શેર પણ 52 હપ્તાની નવી ઊંચાઇ પર

News18 Gujarati
Updated: June 8, 2020, 11:54 AM IST
સેન્સેક્સમાં 600 અંકની તેજી, RILનો શેર પણ 52 હપ્તાની નવી ઊંચાઇ પર
શુક્રવારે રોજગાર સંબંધી આંકડા સારા આવવાને કારણે અમેરિકાના બજારોમાં પણ તેજી રહી.

શુક્રવારે રોજગાર સંબંધી આંકડા સારા આવવાને કારણે અમેરિકાના બજારોમાં પણ તેજી રહી.

  • Share this:
નવી દિલ્હી: મજબૂત ગ્લોબલ સંકેતોને કારણે સપ્તાહનાં પહેલા દિવસે લોકલ શેર બજારમાં સારી તેજી જોવા મળી છે. સેન્સેક્સ 600 અંકોની તેજીની સાથે 34,895નાં સ્તર પર પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટીમાં પણ તેજીના કારણે 10300ને પાર 10,322ના સ્તર પર પહોંચી હતી. જિયો પ્લેટફોર્મમાં અબૂધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીના રોકાણથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર 52 સપ્તાહની નવી ઊંચાઇ પર 1,624 રૂપિયાના ભાવ પર પહોંચી ગયો છે. શુક્રવારે રોજગાર સંબંધી આંકડા સારા આવવાને કારણે અમેરિકાના બજારોમાં પણ તેજી રહી. આજે એશિયાના પ્રમુખ બજારોમાં પણ તેજી રહી છે.

અબૂધાબી ઈન્વેસ્ટમેન્ટે પણ કર્યું રોકાણ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના (RIL) ડિજિટલ એકમ જિયો પ્લેટફોર્મ્સમાં ફેસબુક અને અન્ય દિગ્ગજ ઈન્વેસ્ટમેન્ટ કંપનીઓ પછી હવે અબૂધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટીએ (ADIA) પણ રોકાણ કરવાનો નિર્ણય લીધો છે. જિયો પ્લેટફોર્મ્સમાં ADIA 1.16 ટકાની ભાગીદારી માટે રૂ.5683.50 કરોડ રૂપિાયનું રોકાણ કર્યું છે. આ રોકાણ 4.91 લાખ કરોડ રૂપિયાની ઈક્વિટી વેલ્યૂ અને 5.16 લાખ કરોડ રૂપિયાના ઈન્ટરપ્રાઈઝ વેલ્યૂ ઉપર કરવામાં આવ્યું છે. આની અવેજમાં એડીઆઈએને 1.16 ટકા ઈક્વિટી મળશે. આ સાથે Jioએ સાત સપ્તાહના સમયમાં કુલ રોકાણ 97,885.65 કરોડ રૂપિયા થયું છે. અબૂ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટીએ UAEની સોવરેન વેલ્થ ફંડ છે.

શુક્રવારે (5 જૂને) સિલ્વર લેક પાર્ટનર્સે (Silver Lake Partners) વધારે 0.93 ટકા સ્ટેક માટે રૂ.4546.80 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. મે મહિનાની શરૂઆતમાં સિલ્વર લેકે 1.15 ટકા ભાગીદારી માટે 5655.75 કરોડ રૂપિયાનો રોકાણ કર્યું હતું.

આ પણ વાંચો - હવે પૈસા આપ્યા વગર જ ઘરે બેઠા 10 મિનિટમાં બની જશે PAN કાર્ડ, જાણો પ્રોસેસ

ગત 47 દિવસોમાં 8 રોકાણ કાર થકી જિયો પ્લેટફોર્મમાં 21.06 ટકા ઈક્વિટીમાં કુલ 97,885.65 કરોડ રૂપિયાનું રોકાણ થઈ ચૂક્યું છે. આ રોકાણ 22 એપ્રિલે ફેસબુકથી શરુ થયો હતો. ત્યારબાદ સિલ્વર લેક, વિસ્ટા ઈક્વિટી, જનરલ એટલાંટીક, કેકેઆર, મુબાડલા અને સિલ્વર લેકે વધુ રોકાણ કર્યું હતું.આ પણ જુઓ - 
First published: June 8, 2020, 11:51 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading