કોરોનાના કારણે 3 વર્ષના નીચલા સ્તરે પહોંચ્યા Sensex અને Nifty

રોકાણકારો ચિંતામાં : ગુરુવારના કારોબારમાં ચારે તરફ વેચાવલી જોવા મળી રહી છે

રોકાણકારો ચિંતામાં : ગુરુવારના કારોબારમાં ચારે તરફ વેચાવલી જોવા મળી રહી છે

 • Share this:
  નવી દિલ્હી : અમેરિકાના બજારોમાં કોરોના વાયરસ (Coronavirus) નો કહેર ચાલુ છે. કાલના ટ્રેડિંગમાં US ડાઓએ ઇન્ટ્રાડેમાં 2300 પૉઇન્ટનું ધોવાણ થયું. છેલ્લા 7 દિવસોમાં ત્રીજી વાર કાલે ટ્રેડિંગ હૉલ્ટ થયું. તેની અસર ભારતીય શૅર બજાર ઉપર પણ જોવા મળી છે. હાલ બીએસઈ (BSE)ના 30 શૅરોવાળો મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ (Sensex) લગભગ 1800 પૉઇન્ટ એટલે કે 6.22 ટકાની નબળાઈ સાથે 27,075ની આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. બીજી તરફ એનએસઈ (NSE)ના 50 શૅરોવાળા મુખ્ય ઇન્ડેક્સ નિફ્ટી (Nifty) લગભગ 525 પૉઇન્ટ એટલે કે 6.18 ટકાની નબળાઈ સાથે 7,945ની આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. શૅર બજારમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર ચાલુ છે. કાલે બુધવારે સતત ત્રીજા દિવસે સેન્સેક્સ અને નિફ્ટી ભારે ઘટાડા સાથે બંધ થયા.  આજના કારોબારમાં ચારે તરફ વેચાવલી જોવા મળી રહી છે. બેંક શૅરોમાં જોરદાર વેચાવલીના કારણે બેંક નિફ્ટી 8.3 ટકાના ઘટાડા સાથે 18,880ના આસપાસ જોવા મળી રહ્યો છે. નિફ્ટીના ઑટો ઇન્ડેક્સમાં 6.7 ટકા, એફએમસીજી ઇન્ડેક્સમાં લગભગ 4.86 ટકા, આઈટી ઇન્ડેક્સમાં 5 ટકા, મેટલ ઇન્ડેક્સમાં 4.3 ટકા, ફાર્મા ઇન્ડેક્સ 3.4 ટકા અને રિયલ્ટી ઇન્ડેક્સમાં 7.41 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

  આ પણ વાંચો, મારૂતિએ શરૂ કરી નવી સર્વિસ, હવે ઘરે બેઠાં વેચી શકશો તમારી કાર

  ડૉલરની સામે રૂપિયો આજે રેકોર્ડ નીચલા સ્તરે જતો રહ્યો છે. રૂપિયાની શરૂઆત આજે ભારે નબળાઈ સાથે થઈ છે. ડૉલરની સામે રૂપિયો આજે 69 પૈસાના ઘટાડાની સાથે 74.95ના સ્તરે ખુલ્યો છે. બીજી તરફ, ડૉલરની સામે રૂપિયો કાલે સપાટ રહીને 74.26ના સ્તરે બંધ થયો હતો.

  3 દિવસમાં 5000 પૉઇન્ટથી વધુ તૂટ્યો સેન્સેક્સ

  આ સપ્તાહે અત્યાર સુધી સેન્સેક્સ 5000 પૉઇન્ટથી વધુ તૂટી ચૂક્યો છે. બીજી તરફ, નિફ્ટીની વાત કરીએ તો તે 1500 પૉઇન્ટથી વધુ તૂટ્યો છે. નોંધનીય છે કે, બુધવારે સેન્સેક્સ 1709.58 પૉઇન્ટ એટલે કે 5.59 ટકા ગબડીને 28,869.51 પૉઇન્ટ પર બંધ થયો. જો નિફ્ટીની વાત કરીએ તો તે 425.55 પૉઇન્ટ એટલે કે 4.75 ટકાના ઘટાડાની સાથે 8,541.50 પૉઇન્ટ પર રહ્યો.

  આ પણ વાંચો, Coronaને લઈ રેલવેનો મોટો નિર્ણય : AC કોચમાંથી પડદા હટાવ્યા, બ્લેન્કેટ નહીં અપાય
  Published by:Mrunal Bhojak
  First published: