1 કલાકમાં ડૂબી ગયા 10 લાખ કરોડ રૂપિયા, રોકાણકારો પર ખૂબ ભારે પડ્યો કોરોના

1 કલાકમાં ડૂબી ગયા 10 લાખ કરોડ રૂપિયા, રોકાણકારો પર ખૂબ ભારે પડ્યો કોરોના
સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે ભારતીય શૅર બજારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે

સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે ભારતીય શૅર બજારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે

 • Share this:
  નવી દિલ્હીઃ કોરોના વાયરસનો પ્રકોપ બજારના રોકાણકારો માટે સોમવારે ખૂબ ભારે પડ્યો. શૅર બજારમાં ભારે ઘટાડાના કારણે ટ્રેડિંગના શરૂઆતના કલાકમાં જ રોકાણકારોના 10 લાખ રૂપિયા ડૂબી ગયા હતા. સોમવારનો કારોબાર બંધ થતી વખતે સેન્સેક્સમાં 3900 પૉઇન્ટનો કડાકો જોવા મળ્યો જ્યારે નિફ્ટી 7600ના સ્તરની પાસે આવી ગયો છે. બેંક, ઓટો સેક્ટરના શૅરોમાં સૌથી વધુ ધોવાણ જોવા મળ્યું.

  ઉલ્લેખનીય છે કે, સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે ભારતીય શૅર બજાર (Indian Stock Markets)માં ભારે ઘટાડો જોવા મળી. સેન્સેક્સ (Sensex) જયાં 2700 પૉઇન્ટ ઘટીને ખુલ્યો તો બીજી તરફ નિફ્ટી (Nifty) 8000ની નીચે આવી ગયો. કોરોના વાયરલ (Coronavirus)નો ડર રોકાણકારો પર હાવી થતો હોય તેવું લાગી રહ્યું છે.  બજારમાં એક મહિનામાં બીજી વાર આજે ફરી 10 ટકાની લોઅર સર્કિટ લાગી ગઈ.  રૂપિયામાં રોકર્ડ ઘટાડો

  ડૉલર (Dollar)ની સામે રૂપિયો (Rupee) સોમવારે એટલે કે 23 માર્ચ 2020ના રોજ ભારે નબળાઈ સાથે ખુલ્યો. આજે ડૉલરની સામે રૂપિયો 50 પૈસાના ઘટાડા સાથે 75.68  રૂપિયાના સ્તરે ખુલ્યો. શુક્રવારે ડૉલરની સામે રૂપિયો 10 પૈસાની નબળાઈ સાથે 75.18 રૂપિયાના સ્તરે બંધ થયો હતો.

  આ પણ વાંચો, યાત્રીગણ કૃપયા ધ્યાન દે! રેલવેએ 31 માર્ચ સુધી તમામ ટ્રેનોને રદ કરી

  કયા શૅરોમાં આવી રહી છે મંદી અને તેજી?

  શરૂઆતના કારોબારમાં બજાજ ફાઇનાન્સ, એક્સિક બેંક, BPCL, ONGC, મારૂતિ સુઝુકી, આઈસીઆઈસીઆઈ બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અદાણી પોર્ટ્સ, બજાજ ફિનસર્વ, ગ્રાસીમ, ટાઇટન કંપની, હીરો મોટોકોર્પ, રિલાયન્સ, IOC, વેદાંતા, આયશર મોટર્સ, ઇનફોસિસ, ટાટા સ્ટીલ અને ટેક મહિન્દ્રામાં ઘટાડા સાથે ટ્રેડિંગ થઈ રહ્યું છે. બીજી તરફ યસ બેંકમાં મજબૂતીની સાથે ટ્રેડિંગ થઈ રહ્યું છે.

  દુનિયાભરના શૅર બજારોની ખરાબ સ્થિતિ

  જોકે નિક્કેઈ 94.52 પૉઇન્ટ એટલે કે 0.57 ટકાના વધારા સાથે 16,647.35 જોવા મળી રહ્યો છે. સ્ટ્રેટ ટાઇમ્સમાં પણ 7.43 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. બીજી તરફ તાઇવાન બજાર 3.08 ટકાના ઘટાડા સાથે 8,949.97ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. જ્યારે હેંગસેંગ 4.39 ટકાની નબળાઈ સાથે 21,803.58ના સ્તરે જોવા મળી રહ્યો છે. બીજી તરફ, કોસ્પીમાં 5.28 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. શંઘાઈ કમ્પોઝિટ 2.458 ટકાની નબળાઈ સાથે 2,678.25ના સ્તરે જોવા મળી રહ્યો છે.

  આ પણ વાંચો, BSNLની મોટી ગિફ્ટ, એક મહિના માટે ગ્રાહકોને મફતમાં મળી રહ્યું છે ઇન્ટરનેટ!
  First published:March 23, 2020, 10:02 am

  ટૉપ ન્યૂઝ