શૅર બજારમાં હાહાકાર! સેન્સેક્સ 1800 પૉઇન્ટ તૂટીને ખુલ્યો, નિફ્ટીમાં પણ ગાબડું

સપ્તાહનો પહેલો ટ્રેડિંગ દિવસ સ્થાનિક શૅર બજાર માટે ખૂબ જ નિરાશાજનક રહ્યો છે

સપ્તાહનો પહેલો ટ્રેડિંગ દિવસ સ્થાનિક શૅર બજાર માટે ખૂબ જ નિરાશાજનક રહ્યો છે

 • Share this:
  નવી દિલ્હી : સપ્તાહનો પહેલો ટ્રેડિંગ દિવસ સ્થાનિક શૅર બજાર (Stock Markets) માટે ખૂબ જ નિરાશાજનક રહ્યો. ખરાબ ગ્લોબલ સંકેતથી ભારતીય શૅર બજારોમાં આજે પૉઇન્ટના હિસાબથી સૌથી મોટી ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ (Sensex)માં 1500 પૉઇન્ટનો ઘટાડો આવી શકે છે. તેની સાથે જ નિફ્ટી (Nifty) પણ 400 પૉઇન્ટ ગબડી ગયો છે.

  શુક્રવારે શરૂઆતના ટ્રેડિંગમાં જ સેન્સેક્સ 3100 પૉઇન્ટ તૂટી ગયો હતો. આટલી મોટી ઘટાડા બાદ શૅર બજારમાં ટ્રેડિંગ 45 મિનિટ માટે રોકવું પડ્યું. નોંધનીય છે કે જ્યારે બજારમાં લોઅર સર્કિટ (Lower Circuit) લાગી જાય છે, ત્યારે થોડીવાર માટે ટ્રેડિંગ રોકી દેવામાં આવે છે.  આ પણ વાંચો, Coronaને લઈ રેલવેનો મોટો નિર્ણય : AC કોચમાંથી પડદા હટાવ્યા, બ્લેન્કેટ નહીં અપાય

  શુક્રવારે બજારમાં તેજી કેમ પાછી આવી હતી?

  એસકોર્ટ સિક્યુરિટીના રિસર્ચ હૅડ આસિફ ઇકબાલે ન્યૂઝ18ને જણાવ્યું કે અમેરિકાના શૅર બજારોના ઇન્ડેક્સ Dow ફયૂચર્સમાં ગુરુવારે ભારે ઘટાડા બાદ શુક્રવારે ખરીદી પરત ફરી છે. Dow ફ્યૂચર 455 પૉઇન્ટ વધીને 21,560ના સ્તરે પહોંચી ગયો છે. નોંધનીય છે કે, ગુરુવારની રાત્રે અમેરિકા સહિત દુનિયાભરના તમામ શૅર બજારોમાં 1987 બાદનો સૌથી મોટો કડાકો જોવા મળ્યો હતો. તેની અસર ભારતીય શૅર બજારોમાં પણ જોવા મળી. આસિફનું માનવું છે કે સરકાર ટૂંક સમયમાં બજારને રાહત આપવા માટે મોટી જાહેરાત કરી શકે છે.

  ગયા સોમવારે હતો બજારનો આવો હાલ

  ગત સપ્તાહથી બજારમાં ઘટાડા શરૂ થયો છે. ગયા સોમવારે સેન્સેક્સ 1942 પૉઇન્ટ તૂટીને 35,634.95ના સ્તરે બંધ થયો હતો. બીજી તરફ, નિફ્ટી 538 પૉઇન્ટ ગબડીને 10,415.50ના સ્તરે બંધ થયો હતો.

  આ પણ વાંચો, મારૂતિએ શરૂ કરી નવી સર્વિસ, હવે ઘરે બેઠાં વેચી શકશો તમારી કાર
  Published by:Mrunal Bhojak
  First published: