શૅર બજારમાં હાહાકાર, Sensex 2919 પૉઇન્ટ તૂટ્યો, 11 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ

અમેરિકાના બજાર કોરોનાથી ગભરાઈ ગયા છે, બુધવારના કારોબારમાં Dow 1460 પૉઇન્ટ ગબડી ગયો હતો

અમેરિકાના બજાર કોરોનાથી ગભરાઈ ગયા છે, બુધવારના કારોબારમાં Dow 1460 પૉઇન્ટ ગબડી ગયો હતો

 • Share this:
  નવી દિલ્હી : કોરોના વાયરસ (Coronavirus)ના કારણે વધી રહેલી ચિંતાથી ભારતીય શૅર બજાર (Indian Stock Market)માં ગુરુવારે ભારે કડાકો જોવા મળ્યો. બજાર ખુલતાં જ સેન્સેક્સમાં 1600 પૉઇન્ટનો ઘટાડો જોવા મળ્યો. બીજી તરફ નિફ્ટીમાં પણ 470 પૉઇન્ટથી વધુનો ઘટાડો નોંધાયો છે. પરંતુ જેમ-જેમ કારોબાર વધતો ગયો તેમ-તેમ શૅર બજાર વધુ પ્રેશરમાં જોવા મળ્યું. દિવસનો કારોબાર પૂરો થાય ત્યાં સુધીમાં સેન્સેક્સ (BSE Sensex) 2919.26 પૉઇન્ટ ઘટીને 32778.14 પર બંધ રહ્યો હતો. બીજી તરફ, નિફ્ટી (NSE Nifty) 868.25 પૉઇન્ટ ઘટીને 9590.15 પર બંધ રહ્યો હતો. શૅર બજારમાં કડાકો બોલતાં રોકાણકારોનાં 11 લાખ કરોડનુ્ર ધોવાણ થયું છે.

  બીજી તરફ, અમેરિકાના બજાર કોરોનાથી ગભરાઈ ગયા છે. બુધવારના કારોબારમાં Dow 1460 પૉઇન્ટ ગબડી ગયો હતો. Dow કાલે પોતાની રેકોર્ડ ઊંચાઈથી 20 ટકા નીચે આવી ગયો હતો. Nasdaq અને S&P 500 પણ 5 ટકા ઘટ્યો હતો. એશિયામાં પણ નબળાઈ જોવા મળી રહી છે. આ દરમિયાન SAUDI ARAMCOને પ્રોડક્શન વધારવાના નિર્દેશ મળ્યા બાદ ક્રૂડના ભાવોમાં 4 ટકાનો ઘટાડો આવ્યો છે. બ્રેંટ 36 ડૉલર સુધી પહોંચી ગયો છે. કંપની 10 લાખ બૈરલ રોજનું ઉત્પાદન વધારી શકે છે.

  આ પણ વાંચો, Yes Bank Scam: રાણા કપૂરે પત્નીના નામે લુટિયન્સ દિલ્હીમાં ઊભી કરી હતી 1000 કરોડની પ્રોપર્ટી

  મિડ અને સ્મૉલકેપ શૅરોમાં પણ વેચાવલી

  આ ગ્લોબલ સંકેતોની વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીની શરૂઆત આજે ભારે ઘટાડા સાથે થઈ છે. મિડ અને સ્મૉલકેપ શૅરોમાં પણ વેચાવલી જોવા મળી રહી છે. બીએસઈનો મિડકેપ ઇન્ડેક્સ 2.27 ટકા અને સ્મૉલકેપ ઇન્ડેક્સ 1.61 ટકાના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. તેલ-ગેલ શૅરોમાં પણ આજે ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. બીએસઈનો ઑઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ 6 ટકાની નબળાઈ સાથે કારોબાર કરી રહ્યો છે.

  રૂપિયો 62 પૈસાની નબળાઈ સાથે ખુલ્યો

  રૂપિયાની શરૂઆત આજે નબળાઈ સાથે થઈ છે. ડૉલરની સામે રૂપિયો આજે 62 પૈસાની નબળાઈની સાથે 74.25ના સ્તરે ખુલ્યો છે. બીજી તરફ, છેલ્લા કારોબારી દિવસે ડૉલરની સામે રૂપિયો 46 પૈસાની મજબૂતીની સાથે 73.63ના સ્તરે બંધ થયો હતો.

  આ પણ વાંચો, જ્યોતિરાદિત્ય સિંધિયાએ કૉંગ્રેસમાં પોતાનું ખાતું બંધ કરી BJPમાં કેમ કર્યું રોકાણ?


  Published by:Mrunal Bhojak
  First published: