ટ્રેડિંગના અંતિમ કલાકમાં સંકટ વધ્યું, રોકાણકારોના 5 લાખ કરોડ રૂપિયા સ્વાહા

News18 Gujarati
Updated: March 18, 2020, 3:48 PM IST
ટ્રેડિંગના અંતિમ કલાકમાં સંકટ વધ્યું, રોકાણકારોના 5 લાખ કરોડ રૂપિયા સ્વાહા
કોરોનાનો કોહરામ : સેન્સેક્સ 1700 પૉઇન્ટ તૂટ્યો, નિફ્ટી 8,500ના સ્તરથી નીચે બંધ થયો

કોરોનાનો કોહરામ : સેન્સેક્સ 1700 પૉઇન્ટ તૂટ્યો, નિફ્ટી 8,500ના સ્તરથી નીચે બંધ થયો

  • Share this:
નવી દિલ્હી : દુનિયાભરમાં કોરોના વાયરસ (Coronavirus)નો પ્રકોપ વધતો જઈ રહ્યો છે. આ દરમિયાન બુધવારે ભારતીય શૅર બજાર (Indian Stock Markets)ની શરૂઆત વધારા સાથે થઈ. શરૂઆતના ટ્રેડિંગમાં સેન્સેક્સ (Sensex) 400 પૉઇન્ટ મજબૂત થઈને ફરી એકવાર 31,000 પૉઇન્ટના સ્તરે પહોંચી ગયો. બીજી તરફ, નિફ્ટી (Nifty) પણ લગભગ 100 પૉઇન્ટના ઉછાળા સાથે 9,000 પૉઇન્ટના સ્તરને પાર કરી ગયો. પરંતુ આ વધારો થોડી મિનિટ સુધી જ રહ્યો અને સેન્સેક્સ અને નિફ્ટી ફરી એકવાર ઘટાડા સાથે ટ્રેડિંગ કરવા લાગ્યા.

ટ્રેડિંગના અંતિમ કલાકમાં સેન્સેક્સ 1900 પૉઇન્ટ ઘટીને 29,000ની નીચે આવી ગયો હતો. બીજી તરફ નિફ્ટી 460 પૉઇન્ટના ઘટાડા સાથે 8,500 પૉઇન્ટના સ્તરે હતો. આ અગાઉ, સેન્સેક્સમાં 1000 પૉઇન્ટથી વધારેનું ગાબડું જોવા મળ્યું જ્યારે નિફ્ટીમાં 250 પૉઇન્ટથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો હતો.

રોકાણકારોના 5 લાખ કરોડ રૂપિયાથી વધુ સ્વાહા

બજારમાં ઘટાડાથી ફરી એકવાર રોકાણકારોને જોરદાર આંચકો લાગ્યો છે. બુધવારે રોકાણકારોના 5 લાખ કરોડથી વધુ રૂપિયા ડૂબી ગયા છે. મંગળવારે બીએસઈ પર લિસ્ટેડ કુલ કંપીનાઓનો માર્કેટ કૅપ 1,19,52,066.11 કરોડ રૂપિયા હતો, જે આજે 5,13,026.89 કરોડ રૂપિયા ઘટીને 1,14,39,039.22 કરોડ રૂપિયા થઈ ગયો.

આ પણ વાંચો, Coronaને લીધે ધંધામાં મંદી આવતા અમદાવાદના વેપારીઓ બેઠા જુગાર રમવા, પોલીસે પાડ્યો દરોડો

આ સપ્તાહમાં ભારતીય શૅર બજારની સ્થિતિ- સપ્તાહના કારોબારના પહેલા દિવસ સોમવારે સેન્સેક્સ 2,713.41 પૉઇન્ટ એટલે કે 7.96 ટકાન ઘટાડાની સાથે 31,390.07 પૉઇન્ટ પર બંધ થયો હતો. બીજી તરફ, નેશનલ સ્ટૉક એક્સચેન્જનો નિફ્ટી 757.80 પૉઇન્ટના ઘટાડા સાથે 9,197.40 પૉઇન્ટ પર રહ્યો.
- મંગળવારે ભારે ઉતાર-ચડવા બાદ ભારતીય શૅર બજારમાં વેચાવલી પરત ફરી અને સેન્સેક્સ-નિફ્ટી મોટા ઘટાડા સાથે બંધ થયા. ટ્રેડિંગના અંતમાં સેન્સેક્સ 810.98 પૉઇન્ટ એટલે કે લગભગ 2.58 ટકા ગબડીને 30,579.09 પૉઇન્ટ પર બંધ થયો. નિફ્ટી 230.35 પૉઇન્ટ ઘટીને 8,967.05 પૉઇન્ટ પર બંધ થયો.

આ પણ વાંચો, Corona Alert: અમદાવાદીઓએ AMTS અને BRTSમાં મુસાફરી કરવાનું ટાળ્યું
First published: March 18, 2020, 12:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading