શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 1000 પોઇન્ટ તૂટ્યો, મિનિટોમાં જ રોકાણકારોના 4 લાખ કરોડ ડૂબ્યાં

News18 Gujarati
Updated: February 28, 2020, 10:07 AM IST
શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 1000 પોઇન્ટ તૂટ્યો, મિનિટોમાં જ રોકાણકારોના 4 લાખ કરોડ ડૂબ્યાં
ફાઇલ તસવીર

શુક્રવારે સેન્સેક્સ (Sensex) 1044.17 પોઇન્ટ એટલે કે 2.63 ટકા તૂટીને 38701.49ના સ્તર પર ખૂલ્યો હતો. જ્યારે નિફ્ટી (Nifty) 312 પોઇન્ટ એટલે કે 2.68 ટકા તૂટીને 11321.30 પર ખુલ્યો હતો.

  • Share this:
મુંબઈ : સતત છઠ્ઠા દિવસે ઘરેલૂ શેર બજારમાં દબાણ જોવા મળ્યું હતું. શુક્રવારે ઘરેલૂ શેરબજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું હતું. 30 શેરવાળો બીએસઈ બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ (Sensex) 1044.17 પોઇન્ટ એટલે કે 2.63 ટકા તૂટીને 38701.49ના સ્તર પર ખૂલ્યો હતો. જ્યારે નિફ્ટી (Nifty) 312 પોઇન્ટ એટલે કે 2.68 ટકા તૂટીને 11321.30 પર ખુલ્યો હતો.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે દુનિયભારમાં કોરોનાવાયરસનો વધી રહેલા ખતરાને પગલે અમેરિકન અને યૂરોપિયન માર્કેટમાં ભારે ઘટાડો નોંધાયો છે. જેની અસર શુક્રવારે એશિયન માર્કેટ પર જોવા મળી રહી છે. આની અસર ભારતીય બજાર પર પણ જોવા મળી રહી છે. ઘરેલૂ શેરબજારમાં ભારે ઘટાડાને પગલે મિનિટોમાં જ રોકાણકારોના ચાર લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા હતા.

રોકાણકારોના ચાર લાખ કરોડ ડૂબ્યાં

શુક્રવારે બજાર તૂટતા રોકાણકારોને મોટું નુકસાન થયું છે. મિનિટોમાં જ તેમના લગભગ ચાર લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે. ગુરુવારે બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 1,52,40,024.08 કરોડ રૂપિયા હતી. જે શરૂઆતના કારોબારમાં 3,86,996.2 કરોડ રૂપિયા ઘટીને 1,48,53,027.88 કરોડ પર પહોંચી ગઈ હતી. નવેમ્બર 2016 પછી શેરબજારમાં આ મોટો ઘટાડો છે.

BSE પર તમામ સેક્ટરમાં વેચાણનું દબાણ

બીએસઈના તમામ સેક્ટર ઇન્ડેક્સમાં વેચાણ હાવી છે. નિફ્ટીના તમામ શેરોમાં વેચાણ જોવા મળ્યું છે, જ્યારે સેન્સેક્સના તમામ શેરોમાં ઘટાડો હાવી છે. જ્યારે બેંક નિફ્ટીના 12 શેરમાં વેચાણ જોવા મળી રહ્યું છે. 

બજારમાં વેચાણનું દબાણ

મિડકેપ અને સ્મૉલકેપના શેરોમાં ઘટાડો નજરે પડી રહ્યો છે. બીએસઈના મિડકેપ ઇન્ડેક્સમાં 3.69 ટકા ઘટાડો જોવા મળી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઇન્ડેક્સમાં પણ 3.57 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. તેલ અને ગેસ શેરોમાં પણ ઘટાડો નોંધાયો હતો.
First published: February 28, 2020
વધુ વાંચો
अगली ख़बर