શેર બજારમાં કડાકો, રોકાણકારોના 3.20 લાખ કરોડ ડૂબ્યા

News18 Gujarati
Updated: July 8, 2019, 2:48 PM IST
શેર બજારમાં કડાકો, રોકાણકારોના 3.20 લાખ કરોડ ડૂબ્યા
બજેટ 2019થી શેરબજારમાં નિરાશાનો માહોલ, વેચાવલી જોવા મળી

બજેટ 2019થી શેરબજારમાં નિરાશાનો માહોલ, વેચાવલી જોવા મળી

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : બજેટ રજૂ થયા બાદથી ભારતીય શેર બજારમાં કડાકો ચાલુ છે. સોમવારના કારોબારમાં શેર બજારમાં ઝડપી વેચાવલી જોવા મળી રહી છે. બેંક, મેટલ, આઈટી, ફાઇનાન્સ અને ઓટો સહિત તમામ સેક્ટરોમાં ઘટાડાથી કારોબાર દરમિયાન સેન્સેક્સ 850 પોઇન્ટ તૂટ્યો નિફ્ટી 250 પોઇન્ટ તૂટ્યો. બજારમાં આટલા મોટા કડાકાથી રોકાણકારોને એક ઝાટકામાં 3.20 લાખ કરોડનું નુકસાન વેઠવું પડ્યું છે. બજારમાં વર્ષનો આ સૌથી મોટો ઇન્ટ્રા-ડે ઘટાડો છે.

બજેટના દિવસે પણ નોંધાયો હતો ઘટાડો

બજેટ રજૂ થયાના દિવસ એટલે કે 5 જુલાઈએ બજેટમાં બેંકોથી લઈને એનબીએફસી માટે અનેક ઉપાય કરવામાં આવ્યા, પરંતુ બજેટના એલાનોથી શેર બજારને નિરાશા થઈ. બજેટ બાદ બજારમાં ભારે વેચાવલી થઈ અને સેન્સેક્સ તથા નિફ્ટી મોટા ઘટાડા સાથે બંધ થયા. બીએસઈના 30 શેરોવાળા મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ 394.67 પોઈન્ટના ઘટાડા સાથે 39513.39ના સ્તરે બંધ થયો. બીજી તરફ, એનએસઈના 50 શેરોવાળા મુખ્ય ઇન્ડેક્ટ નિફ્ટી 135.60 પોઇન્ટના ઘટાડા સાથે 11,811.15ના સ્તરે બંધ થયો હતો.

આ પણ વાંચો, 50 હજાર રુપિયાથી વધારે કેશ ટ્રાન્ઝેકશન પર બદલાયો નિયમ

બજારમાં ઘટાડાનું કારણ

નાણા મંત્રીએ બજેટ ભાષણમાં કહ્યું છે કે સેબીથી મિનિમમ પબ્લિક શેર હોલ્ડિંગને 25 ટકાથી વધારીને 35 ટકા કરવા કહેવામાં આવ્યું છે. Helious Capitalના સમીર અરોરાનું કહેવું છે કે બજેટમાં FPIs માટે કોઈ સારા પગલા નથી લેવામાં આવ્યા. FPIs પર ટેક્સ ભાર વધવા પર નિરાશા થઈ છે. સરચાર્જના કારણે FPIs માટે LTCG, STCG ટેક્સ વધ્યો છે. AIF ફંડ્સમાં પણ સરકારે ટેક્સ વધાર્યો છે.બીજું ફ્રોડ સામે આવ્યા બાદ 10 ટકા પટકાયો પીએનબી શેર

પંજાબ નેશનલ બેંક ફ્રોડના માયાજાળમાં ડૂબતી જઈ રહી છે. હવે કંપનીની સાથે 3,805 કરોડની છેતરપિંડી થઈ છે. બીજો મોટો ગોટાળો સામે આવ્યા બાદ બેંકનો શેર સોમવારે પટકાયો છે. સોમવારે બેંકના શેરોમાં 10 ટકાનો ઘટાડો આવ્યો છે.

આ પણ વાંચો, ઓછા ખર્ચમાં શાનદાર બિઝનેસ, વર્ષે થઈ શકે છે 8 લાખની કમાણી
First published: July 8, 2019, 1:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading