Rakesh Jhunjhunwalaએ આ મલ્ટીબેગર સ્ટૉક પર લગાવ્યો દાવ, શું તમારે હિંમત કરવી જોઈએ?

રાકેશ ઝુનઝુનવાલા

Indiabulls Real Estate shares: સપ્ટેમ્બર ત્રિમાસિકની શેરહૉલ્ડિંગ પેટર્ન પ્રમાણે બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા પાસે ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટના 50 લાખ શેર છે.

  • Share this:
    મુંબઈ: બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાએ (Rakesh Jhunjhunwala) સપ્ટેમ્બર 2021 ત્રિમાસિક દરમિયાન પોતાના પોર્ટફોલિયોમાં (Rakesh Jhunjhunwala Portfolio) ત્રણ શેર ઉમેર્યાં છે. જેમાંથી એક શેર ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ (Indiabulls Real Estate) છે. રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ આ શેર 2021ના વર્ષના મલ્ટીબેગર શેરમાંનો એક છે. બિગ બુલ હજુ પણ આ શેર પર બુલિશ છે.

    હકીકતમાં રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ આ શેરમાં બજારના અન્ય નિષ્ણાતોએ પણ દાવ લગાવ્યો છે. તેમનું માનવું છે કે હોમ લોન (Home Loan rates)ના ઓછા વ્યાજદર, રહેણાંક મકાનોની માંગમાં વધારો અને વિવિધ રાજ્ય સરકારો તરફથી ઘર ખરીદવામાં આપવામાં આવી રહેલી છૂટને પગલે મધ્યમથી લાંબા સમયમાં ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ શેર (Indiabulls Real Estate share)નો ભાવ વધી શકે છે.

    નિષ્ણાતોનો અભિપ્રાય

    રોકાણકારોને રાકેશ ઝુનઝુનવાલાના આ શેરની ખરીદીની સલાહ આપતી ચોઇસ બ્રોકિંગના કાર્યકારી નિર્દેશક સુમીત બગડિયાએ કહ્યુ કે, "ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટના શેરમાં ટૂંકાગાળામાં મોટી તેજી જોવા મળી શકે છે. વર્તમાન સ્તર પર આ શેરની 195થી 200 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરી શકાય છે. આ માટે 165 રૂપિયાનો સ્ટૉપલૉસ રાખવો જોઈએ."

    બગડિયાએ કહ્યુ કે, રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોનો આ શેર તાજા બ્રોકઆઉટ 190ના સ્તરના ઉપરનો રાહ જોઈ રહ્યું છે. એક વખત આ શેર આ સ્તરથી ઉપર બંધ રહેશે ત્યારબાદ તેમાં મધ્યમ અવધિ માટે ઉછાળો આવી શકે છે.

    આ પણ વાંચો: વિજય કેડિયાના પોર્ટફોલિયોમાં સામેલ Sudarshan Chemical શેરમાં મહિનામાં 10%નો કડાકો, શું તમારે રોકાણ કરવું જોઈએ?

    270થી 320 રૂપિયાનો ટાર્ગેટ

    આ મલ્ટીબેગર સ્ટૉક બુલિશ હોવાનું કારણ જણાવતા બીજા એક એનાલિસ્ટે કહ્યુ કે, "ઇન્ડિાબુલ્સ રિયલ એસ્ટેટ શેરમાં આ ત્રણ કારણથી ભવિષ્યમાં તેજી ચાલુ રહી શકે છે- હોમ લોનના સસ્તા દર, રહેણાક મકાનોની માંગમાં વધારો અને વિવિધ રાજ્ય સરકારો તરફથી રિયલ એસ્ટેટને પુશ કરવા માટે સ્ટેમ્પ ચાર્જમાં કરવામાં ઘટાડો કરવા અંગેની જાહેરાત છે. ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ શેરની 165-175 વચ્ચે 9-12 મહિના મામટે 270થી 320 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદી શકાય છે."

    રાકેશ ઝુનઝુનવાલાની ભાગીદારી

    હાલમાં સમાપ્ત થયેલા સપ્ટેમ્બર ત્રિમાસિકની શેરહૉલ્ડિંગ પેટર્ન પ્રમાણે બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા પાસે ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટના 50 લાખ શેર છે, જે કંપની તરફથી જાહેર ઇક્વિટી કેપિટલના 1.10 ટકા છે.

    આ પણ વાંચો: 1 લાખ રૂપિયા બની ગયા 1.24 કરોડ રૂપિયા, શું તમારે આ મલ્ટીબેગર શેરમાં રોકાણ કરવું જોઈએ?

    મલ્ટીબેગર સ્ટૉક

    ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ વર્ષ 2021ના મલ્ચીબેગર શેરમાંનો એક છે. આ શેર વર્ષથી શરૂઆતથી અત્યારસુધી 80 રૂપિયાથી 186 રૂપિયા પર પહોંચી ગયો છે. આ દરમિયાન રોકાણકારોને આ શેરમાં 130 ટકા વળતર મળ્યું છે.
    Published by:Vinod Zankhaliya
    First published: