Home /News /business /

આ Multibagger સ્ટોકે અત્યારસુધી આપ્યું છે શાનદાર વળતર, વિજય કેડિયાના પોર્ટફોલિયોમાં છે સામેલ

આ Multibagger સ્ટોકે અત્યારસુધી આપ્યું છે શાનદાર વળતર, વિજય કેડિયાના પોર્ટફોલિયોમાં છે સામેલ

મલ્ટીબેગર શેર (પ્રતીકાત્મક તસવીર)

Tejas Networks stock: ચોઇસ બ્રોકિંગના સુમિત બગડિયાના મતે ઘટાડા પર આ સ્ટૉકમાં ખરીદી કરી શકાય છે. હાલમાં આ મલ્ટીબેગર સ્ટોક રૂ.380-450ની રેન્જમાં જોવા મળી રહ્યો છે.

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં ઇક્વિટી માર્કેટ (Equity Market)માં ભારે વેચવાલી વચ્ચે ભારતીય બજારમાં અનેક ક્વોલિટી સ્ટોક (Quality Stocks) હાલ ખૂબ જ આકર્ષક ભાવે મળી રહ્યા છે. તેજસ નેટવર્ક્સ (Tejas Networks) એક એવો સ્ટોક છે જે છેલ્લા એક મહિનામાં 12 ટકા ઘટ્યો છે. જોકે, વિજય કેડિયાના પોર્ટફોલિયો (Vijay Kedia's Portfolio)માં સામેલ આ સ્ટોક ભારતના મલ્ટીબેગર શેરો (Multibagger Stocks)માં સામેલ છે. આ મલ્ટીબેગર ટેલીકોમ હાર્ડવેર સ્ટોકમાં તાજેતરના કેટલાક ટ્રેડિંગ સેશનમાં તેજી જોવા મળી છે અને જેને ધ્યાનમાં રાખીને શેરબજારના નિષ્ણાતોનું માનવું છે કે હવે આ સ્ટોકમાં પોઝિશન રોકાણકારોએ 1 વર્ષ માટે 520 રૂપિયાના ટાર્ગેટ માટે ધીરે ધીરે ખરીદી શરૂ કરવી જોઈએ.

ચોઇસ બ્રોકિંગના સુમિત બગડિયાનું કહેવુ છે કે, આ સ્ટૉકમાં ઘટાડા પર ખરીદીની કરવાની સલાહ છે. હાલમાં આ મલ્ટીબેગર સ્ટોક રૂ.380-450ની રેન્જમાં જોવા મળી રહ્યો છે. વર્તમાન સ્તરે પણ આ સ્ટૉકમાં ખરીદી કરી શકાય છે અને જ્યાં સુધી આ સ્ટૉક 380 રૂપિયાની ઉપર રહે છે ત્યાં સુધી દરેક ઘટાડા પર ખરીદીની યોજના અપનાવવી જોઈએ. આવા પોઝિશનલ રોકાણકારો કે જેઓ તેમાં કોઈ પણ ઘટાડા પર ખરીદવા માંગે છે, તેઓએ તે 390-400 રૂપિયાની આસપાસ આવે તેની રાહ જોવી જોઈએ. આ સ્તર સુધી પહોંચવા માટે, તેને હપ્તામાં ખરીદો અને તેના માટે રૂ. 375નો સ્ટોપલોસ રાખો.

આ પણ વાંચો: આ Multibagger સ્ટોકે 20 વર્ષમાં રૂપિયા એક લાખના બનાવી દીધા રૂ. 6.5 કરોડ

રવિ સિંઘલનો અભિપ્રાય

GCL સિક્યોરિટીઝના રવિ સિંઘલ કહે છે કે, યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલા તણાવના કારણે હાલ બજારમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. તેથી તમામ સારા સ્ટૉક્સ હાલ સસ્તામાં મળી રહ્યા છે. જે રોકાણકારો માટે ખરીદીનો એક અવસર છે. તાજેતરના ઘટાડા સિવાય, 5G રોલઆઉટની સંભાવના પણ આ સ્ટોકને સારો ટેકો આપી રહી છે. આવી સ્થિતિમાં તેજસ નેટવર્કમાં ટૂંકા ગાળા અને લાંબા ગાળાના બંને દ્રષ્ટિકોણથી ખરીદી કરી શકાય છે. ટૂંકાગાળાના રોકાણકારો આ શેરને રૂ. 440-450ના ટાર્ગેટ સાથે ખરીદી શકે છે. જ્યારે લાંબા ગાળાના રોકાણકારો રૂ. 520ના લક્ષ્ય સાથે ખરીદી કરી શકે છે. આ લક્ષ્ય 9-12 મહિનામાં હાંસલ કરી શકાય છે.

આ પણ વાંચો: આ Multibagger સ્ટૉકની લાગી ગઈ વાટ! આજે ફરી લાગી લોઅર સર્કિટ

કેટલી છે વિજય કેડિયાના ભાગીદારી

નાણાકીય વર્ષ 2021-22ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે તેજસ નેટવર્ક્સની શેર હોલ્ડિંગ પેટર્ન અનુસાર વિજય કેડિયાએ કેડિયા સિક્યોરિટીઝ લિમિટેડ દ્વારા તેજસ નેટવર્કમાં 39 લાખ શેરમાં રોકાણ કર્યું છે એટલે કે કંપનીમાં તેમનો હિસ્સો 3.42 ટકા છે.

(ખાસ નોંધ: ઉપરનો અભિપ્રાય વ્યક્તિગત અથવા જે તે બ્રોકરેજ હાઉસનો છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદી કે વેચાણ માટે સલાહ આપવામાં આવતી નથી.)
First published:

Tags: Investment, Multibagger Stock, Share market, Stock market, Stock tips

આગામી સમાચાર