Home /News /business /એક્સપર્ટ વિનય રાજાણીએ કહ્યું - 'ભારતીય માર્કેટ અંગે બહુ ચિંતા કરવાની જરુર નથી, દુનિયામાં સૌથી વધુ સ્ટ્રોન્ગ'

એક્સપર્ટ વિનય રાજાણીએ કહ્યું - 'ભારતીય માર્કેટ અંગે બહુ ચિંતા કરવાની જરુર નથી, દુનિયામાં સૌથી વધુ સ્ટ્રોન્ગ'

ભારતીય બજારમાં નિષ્ણાતે વિશ્વાસ દર્શાવ્યો. કહ્યું ભલે દુનિયામાં મંદી આવે પણ ભારતમાં લાંબાગાળે વાંધો નહીં આવે.

Market Expert Views: ભારતીય શેરબજાર હાલ તો વૈશ્વિક દબાણ હેઠળ તૂટી રહ્યું છે પરંતુ આગળ કેટલું ઘટી શકે છે તેના વિશે જણાવતા એચડીએફસી સિક્યુરિટીના વિનય રજનીએ કહ્યું કે ભારતીય બજાર વિશ્વના તમામ બજારોમાં અત્યારે સૌથી મજબૂત છે. તેમના મુજબ નિફ્ટી જૂનના નીચલા સ્તરે પહોંચી તેવી શક્યતા ખૂબ ઓછી છે.

વધુ જુઓ ...
  HDFC સિક્યોરિટીઝના વિનય રાજાણી (VInay Rajani)એ Moneycontrolને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, USDINR ચાર્ટ પર 80ના ટાર્ગેટને વટાવવો સ્પષ્ટ બ્રેકઆઉટ છે. USDINR પેર 82ના લક્ષ્ય સુધી પહોંચી શકે તેવી શક્યતાઓ વધુ છે. તેમનું માનવું છે કે, તે દિવસે ભારતીય ચલણ (Indian Rupees) ડોલરના મુકાબલે 81.55ની રેકોર્ડ નીચી સપાટીએ ખુલ્યું હતું. આઇસીઇ ડોલર ઇન્ડેક્સ (ICE Doller Index) તેજીની સાથે વધી રહ્યો છે અને તે ઘણા વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે અને તેના કારણે આગામી દિવસો સુધી ડોલર સામે ભારતીય રૂપિયો પણ દબાણ હેઠળ રહી શકે છે.

  આ પણ વાંચોઃ Hot Stocks : એક્સપર્ટે જણાવેલા આ શેરમાં દાવ રમી જુઓ, તગડી કમાણીના ચાન્સ વધી જશે

  નાણાંકીય બજારોમાં 16 વર્ષથી વધુના અનુભવ સાથે એચડીએફસી સિક્યોરિટીઝના સિનિયર ટેકનિકલ અને ડેરિવેટિવ એનાલિસ્ટ કહે છે કે હર્ટ્સ પરનો વિકાસ સૂચવે છે કે નિફ્ટી (Nifty 50) ઘટાડાને લંબાવી શકે છે, પરંતુ નિફ્ટીની સાપેક્ષ મજબૂતી મજબૂત હોવાથી જૂન નીચા સ્તરે પહોંચીને યુએસ અને યુરોપના બજારોની કોપી કરવાની સંભાવના ઓછી લાગે છે. જાણો આગળ તેઓ શું જણાવે છે.

  શું નિફ્ટી 50 જૂનની નીચી સપાટીએ પહોંચવાની કોઈ સંભાવના છે?


  "આપણે બજારોમાં ક્યારેય ના પાડવી જોઈએ નહીં', તકો હંમેશાં તેમાં જ રહે છે. જો કે, આપણે યુએસ અને યુરોપિયન બજારોને પગલે ભારતીય બજારોની સંભાવનાનું વિશ્લેષણ કરવાની જરૂર છે. ગત અઠવાડિયે, આપણને ડાઉ જોન્સ, ડીએએક્સ, સીએસી અને એફટીએસઇ જેવા વિશ્વ સૂચકાંકોએ તેમના સંબંધિત જૂન 2022ના ઘટાડાને તોડતા દેખાયા હતા.

  આ પણ વાંચોઃ રોકાણકારોના રુપિયા સ્વાહા કરતા આ બજારમાં કેવી રીતે રિટાયરમેન્ટ ફંડ માટે રોકાણ કરશો?

  આ અસ્પષ્ટ પરિસ્થિતિમાં બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી હજી પણ જૂન 2022માં નોંધાયેલા 15,183ના તળિયેથી 14 ટકા વધારે છે. ભારતીય બજારોએ માત્ર યુ.એસ. અને યુરોપના બજારોમાં જ નહીં, પરંતુ વિશ્વના લગભગ તમામ ઉભરતા બજારોને પાછળ છોડી દીધા છે. હવે, તાજેતરમાં આપણે જોયું છે કે, નિફ્ટી દૈનિક ચાર્ટ્સ પર લોઅર ટોપ અને લોઅર બોટમ ફોર્મેશનની પુષ્ટિ કરે છે. નિફ્ટી પણ તેના 50 દિવસના ઇએમએ (એક્સપોનિકલ મૂવિંગ એવરેજ) સપોર્ટની નીચે બંધ થયો છે. ચાર્ટ્સ પરના આ ડેવલપમેન્ટ સૂચવે છે કે નિફ્ટી ઘટાડાને લંબાવી શકે છે. જો કે, નિફ્ટી સામે વૈશ્વિક બજાર અને નિફ્ટી વિરુદ્ધ ઉભરતા બજારોના રેશિયો ચાર્ટને માસિક સમયમર્યાદામાં જોતાં ભારતીય બજાર જૂનની નીચી સપાટીને તોડીને યુએસ અને યુરોપિયન બજારોની કોપી કરે તેવી સંભાવના ઓછી લાગે છે, કારણ કે નિફ્ટીની સાપેક્ષ મજબૂતી મજબૂત રહે છે. બેન્ચમાર્ક માટેનો સપોર્ટ 16,983 અને 16,640 પર જોવા મળ્યો છે, જે જૂનની 15,183ની નીચી સપાટીથી 18,096ની તાજેતરની ઊંચી સપાટીએ જોવા મળેલી સમગ્ર રેલીના 38.2 ટકા અને 50 ટકાનું રિટ્રેક્શન થાય છે.

  આ પણ વાંચોઃ નબળા માર્કેટમાં પણ અમદાવાદી કંપનીનો શેર 40 ટકા પ્રીમિયમ પર લિસ્ટ થતાં રોકાણકારોમાં હર્ષ

  શું તમને લાગે છે કે  આઇટી ઇન્ડેક્સ 26,000-30,000 ની રેન્જમાં ટ્રેડ ચાલુ રાખશે?


  હા બિલકુલ. હાલ આઈટી ઈન્ડેક્સ 26,000-30,000ની રેન્જના લોઅર બેન્ડ પાસે કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીનો આઈટી ઈન્ડેક્સ જાન્યુઆરી 2022ની ઊંચાઈથી 32 ટકાથી વધુ ઘટ્યો છે. સારું કરેક્શન અને જે પ્રકારના ઓવરસોલ્ડ લેવલ બાદ મોટાભાગની લાર્જ-કેપ આઇટી કંપનીઓ તેમના સાપ્તાહિક ચાર્ટમાં પહોંચી ગઈ છે, અમે માનીએ છીએ કે ટૂંકા ગાળામાં આઇટી ઇન્ડેક્સ માટે ડાઉનસાઇડ મર્યાદિત છે.

  આગામી મહિનાથી લાર્જ-કેપ આઇટી કંપનીઓ તેમના ત્રિમાસિક પરિણામો જાહેર કરવાની છે, તેના કારણે આપણે તે ઇવેન્ટ પહેલાં કેટલાક શોર્ટ કવરિંગ થતા જોઈ શકીએ છીએ. ડોલર સામે રૂપિયો 81ની નીચે ગગડ્યો છે, જે એક રીતે આઇટી જેવા નિકાસકારી ક્ષેત્રોને ફાયદો કરે છે અને તેના કારણે વર્તમાન સ્તરેથી આ ક્ષેત્ર માટેના નુકસાનને પણ મર્યાદિત કરી શકાય છે.

  આ પણ વાંચોઃ નબળા માર્કેટમાં પણ અમદાવાદી કંપનીનો શેર 40 ટકા પ્રીમિયમ પર લિસ્ટ થતાં રોકાણકારોમાં હર્ષ

  આગામી સપ્તાહોમાં ડોલર સામે રુપિયો ક્યાં પહોંચશે?


  81ને પાર કરવું એ USDNR ચાર્ટ પરનું સ્પષ્ટ બ્રેકઆઉટ છે. આઇસીઇ ડોલર ઇન્ડેક્સ તેજીની સાથે વધી રહ્યો છે અને તે ઘણા વર્ષની ટોચ પર પહોંચી ગયો છે અને તેના કારણે ભારતીય રૂપિયો પણ આગામી દિવસો સુધી ડોલર સામે દબાણ હેઠળ રહી શકે છે. USDNRની પેર 82ના લક્ષ્યાંક સુધી પહોંચી શકે તેવી શક્યતાઓ વધારે છે.

  શું તમને આગામી દિવસોમાં બેંક નિફ્ટીમાં વધુ ઘટાડો થતો દેખાય છે?


  આ કોઈ ટિપિકલ ટેક્સ્ટબૂક ઇવનિંગ સ્ટાર પેટર્ન નથી. પરંતુ હા, આપણે કહી શકીએ કે ફોર્મેશન નેચરમાં મંદીવાળું છે, ખાસ કરીને જ્યારે બેન્ક નિફ્ટી ચાર્ટે 41,840ની ઓલ ટાઇમ હાઇ પર મંદીવાળી ડબલ-ટોપ પેટર્ન વિકસાવી છે. દૈનિક આરએસઆઇ (રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ) પર પણ નેગેટિવ તફાવત છે, જે ઇન્ડેક્સ માટે ટૂંકા ગાળાના ડાઉન ટ્રેન્ડ દર્શાવે છે.

  તો હા, બેન્ક નિફ્ટી અહીંથી વધુ ઘટી શકે છે અને ઇન્ડેક્સ માટે આગામી સપોર્ટ 38,192 અને 37,065 પર જોવા મળી રહ્યો છે, જે 38.2 ટકા અને 50 ટકા રિટ્રેસમેન્ટ છે, જે જૂન દરમિયાન 32,290ની નીચી સપાટીએથી 41,840ની તાજેતરની ઊંચી સપાટીએ જોવા મળી હતી.

  આ પણ વાંચોઃ દક્ષિણ ભારતની સૌથી મોટી ઇલેક્ટ્રોનિક્સ કંપની લાવી રહી છે IPO, જાહેર કરશે 500 કરોડ નવા શેર

  શું તમને આશા છે કે આ વર્ષે એફએમસીજી ઇન્ડેક્સ 50,000ના આંકને પાર કરશે?


  નિફ્ટીના એફએમસીજી ઈન્ડેક્સ 50 હજારની સપાટીથી 11 ટકા દૂર છે. ગત સપ્તાહે જ એફએમસીજી ઇન્ડેક્સ 45,237ની સપાટીએ નવી ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો હતો. જુલાઈ 2022માં પૂરા થયેલા મહિનામાં ઇન્ડેક્સે 42,021ની ઉપર લાંબા ગાળાના બુલિશ બ્રેકઆઉટ નોંધાવ્યા હતા. લાર્જ-કેપ એફએમસીજી શેરોમાં આઈટીસી, એચયુએલ અને મેરિકો જેવા શેરોમાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી રહી છે. જો કે, રનિંગ કરેક્શનને નકારી શકાય નહીં, પરંતુ હા પોઝિશનલ ટ્રેન્ડને જોતા અમારું માનવું છે કે આ નાણાંકીય વર્ષના અંત સુધીમાં ઇન્ડેક્સ ધીમે ધીમે 50000ના માઇલસ્ટોન સ્તર સુધી પહોંચી શકે છે.  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  First published:

  Tags: Business news, Expert opinion, Share market, Stock market

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन