માર્કેટ એક્સપર્ટ જેફરીઝે સનટેક રિયલ્ટીના શેરમાં તગડા ઉછાળાની આગાહી કરી.
Jefferies Buy call for Sunteck Realty: શેરબજારમાં ક્યારે ક્યો સ્ટોક તમને તગડું રિટર્ન આપી શકે છે તેના માટે લોકો ઘણીવાર જુદી જુદી ટિપ્સ શોધતા હોય છે, જોકે હંમેશા આવી ટિપ્સ માટે જાણીતા બ્રોકરેજ હાઉસ અને રિસર્ચ ફર્મનો જ વિશ્વાસ કરવો હિતાવહ છે કારણ કે આમ પણ શેરબજાર જોખમ આધારીત હોય છે. તેવામાં નિષ્ણાતોની સલાહ ભલે જોખમ પૂરેપૂરું તો દૂર ન કરે પરંતુ ઓછું જરુર કરી શકે છે. આવો જાણીએ વિશ્વના ટોચના બ્રોકરેજ હાઉસ જેફરીઝે ક્યા શેરમાં ખરીદવા કહ્યું છે.
મુંબઈઃ ગ્લોબલ બ્રોકરેજ હાઉસ જેફરીઝે (Jefferies Advice on Stock Market) સનટેક રિયલ્ટી શેરને બાય રેટિંગ સાથે આવરી લેવાનું શરૂ કર્યું છે. બ્રોકરેજ હાઉસ માને છે કે સનટેક ત્રણ વર્ષમાં તેના પ્રીસેલ્સને બમણો કરીને રૂ. 25 બિલિયન સુધી પહોંચાડવાના ટ્રેક પર છે કારણ કે કોરોનાવાયરસ મહામારી દરમિયાન બનાવવામાં આવેલા નવા પ્રોજેક્ટ્સમાંથી કંપનીને લાભ મળવાનું શરૂ થઈ ગયું છે.
જેફરીઝે આ શેરમાં બાય કોલ આપ્યો
જેફરીઝે પોતાની એક નોંધમાં જણાવ્યું હતું કે, “કોરોના મહામારી પછી સનટેકનો પ્રોજેક્ટ પોર્ટફોલિયો લગભગ બમણો થઈ ગયો છે. ઉપરાંત, જમીનના પાર્સલના મોનેટાઈઝેશનની શરૂઆત સાથે, અમે નાણાકીય વર્ષ 22-25 દરમિયાન 25% CAGRની વેચાણ વૃદ્ધિની અપેક્ષા રાખીએ છીએ. વેચાણના 70% થી વધુનું વેચાણ મુંબઈ રહેણાંક ક્ષેત્રના સસ્તા અને મધ્યમ આવકના સેગમેન્ટમાંથી આવે છે, જ્યાં સંગઠિત ડેવલોપર્સ તરફથી સ્પર્ધા મર્યાદિત છે. કંપનીનું વિસ્તરણ ભાગીદારી મોડલ દ્વારા કરવામાં આવ્યું છે, તેથી તેનું નેટ ગિયરિંગ ઓછું છે.
જેફરીઝે સનટેક રિયલ્ટી શેર્સ પર રૂ. 621ના લક્ષ્ય ભાવ સાથે ખરીદવાની સલાહ આપી છે, જે આ રિયલ્ટી શેરની વર્તમાન કિંમત કરતાં લગભગ 35% ની તેજીનો સંકેત આપે છે. બ્રોકરેજે જણાવ્યું હતું કે, "ટાર્ગેટ કિંમત 1-વર્ષની NAV પર નિર્ધારિત કરવામાં આવી છે, અને અમે માનીએ છીએ કે જેમ જેમ પ્રી-સેલ્સમાં તેજી આવશે અને સ્ટોક NAV ની નજીક ટ્રેડ થશે."
બ્રોકરેજે કહ્યું કે સનટેકની જે મોટી સ્પર્ધાત્મક કંપનીઓ (JPL, Lodha અને Prestige)એ ગ્રોથ માટે પાર્ટનરશિપ મોડેલ અપનાવ્યું છે, તે NAV પ્રીમિયમ પર કારોબાર કરી રહી છે. તેણે એમ પણ કહ્યું કે કંપનીની કમાણી સર્વસંમતિ કરતાં ઓછી છે કારણ કે તે પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરવા માટે વધુ પ્રતિબદ્ધ છે. જો કે, બ્રોકરેજ માને છે કે રોકાણકારો સ્કેલ-અપ તબક્કામાં કંપનીના પ્રી-સેલ્સને ટ્રૅક કરશે, જે તેના આઉટપરફોર્મન્સ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
જેફરીઝે નોંધમાં જણાવ્યું હતું કે, "કંપનીએ ભાગીદારી મોડલનો અસરકારક ઉપયોગ કર્યો છે, સાથે જ નવા પ્રોજેક્ટ પણ ઉમેર્યા છે. તેનું માળખું મોટાભાગે રેવન્યુ-શેર મોડલ પર છે. છેલ્લા 6 વર્ષમાં તેનું નેટ ગિયરિંગ 0.1-0.2xની રેન્જમાં છે અને તેના ઓપરેશન્સ કેશફ્લોએ છેલ્લા 9 ક્વાર્ટરમાં રૂ. 6 બિલિયનનું સરપ્લસ જનરેટ કર્યું છે."
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર