Home /News /business /

બજારમાં સતત ચોથા અઠવાડિયે ઘટાડો છતાં 42 સ્મૉલકેપ શેર 10થી 89% ઉછળ્યા; આવતા અઠવાડિયે કેવી રહેશે બજારની ચાલ?

બજારમાં સતત ચોથા અઠવાડિયે ઘટાડો છતાં 42 સ્મૉલકેપ શેર 10થી 89% ઉછળ્યા; આવતા અઠવાડિયે કેવી રહેશે બજારની ચાલ?

ભારતીય શેર બજાર.

Samco સિક્યોરિટીઝના યેશા શાહનું કહેવું છે કે, આગામી અઠવાડિયે બજારની દિશા પર પૂર્વ યૂરોપમાં ચાલી રહેલા તણાવની અસર જોવા મળશે. માઇક્રો ઇકૉમોનિક પર નજર કરીએ તો રોકાણકારોની નજર ચીન અને અમેરિકાના મોંઘવારીના આંકડા પર પણ રહેશે.

  મુંબઇ: યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ (Russia-Ukraine war)ને પગલે ચોથી માર્ચના રોજ પૂર્ણ થયેલા અઠવાડિયે બજાર (Indian stock market) ઘટાડા સાથે બંધ રહ્યું હતું. સતત ચોથા અઠવાડિયે માર્કેટ લાલ નિશાન પર બંધ રહ્યું છે. ગત અઠવાડિયે સેન્સેક્સ (Sensex) 1524.71 એટલે કે 2.72 ટકા તૂટીને 54,333.81 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 413 એટલે કે 2.47 ટકા તૂટીને 16,245.4 પર બંધ રહ્યો હતો. અલગ અલગ સેક્ટર પર નજર કરીએ તો ગત અઠવાડિયે BSE Auto index 9 ટકા તૂટ્યો હતો. બેંક ઇન્ડેક્સ (Bank index) 5.5 ટકા તૂટ્યો હતો. ટેલિકૉમ અને રિયલ્ટીમાં ચાર ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. મેટલ ઇન્ડેક્સમાં આઠ ટકા અને ઓઇલ એન્ડ ગેસમાં પાંચ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

  FIIની વેચવાલી Vs DIIની ખરીદી

  ગત અઠવાડિયે પણ ભારતીય શેર બજારમાં એફઆઈઆઈની વેચવાલી ચાલુ રહી હતી. એક અઠવાડિયામાં FII તરફથી 22,563.08 કરોડ રૂપિયાની વેચવાલી કરવામાં આવી હતી. બીજી તરફ DII તરફથી 16,742.75 કરોડ રૂપિયાની ખરીદી કરવામાં આવી હતી.

  ગત અઠવાડિયે 42 એવા સ્મૉલકેપ શેર્સ હતા જેમાં 10-89 ટકા સુધી તેજી જોવા મળી હતી. આ શેર્સ નીચે પ્રમાણે છે.

  ● Future Enterprises
  ● Excel Industries
  ● Gujarat Mineral Development Corporation
  ● Syncom Formulations
  ● Urja Globa
  ● DB Realty
  ● Nahar Poly Films
  ● Godawari Power & Ispat
  ● Future Enterprises
  ● Aegis Logistics
  ● Hexa Tradex
  ● TTK Healthcare
  ● KIOCL
  ● UTI Asset Management Company

  10-17 ટકાનો વધારો નોંધાયો હોય તેવા શેર

  ● Responsive Industries
  ● Carborundum Universal
  ● KBC Global, Kajaria Ceramics
  ● Varroc Engineering
  ● Brightcom Group
  ● Mayur Uniquoters
  ● Rain Industries
  ● Rane Brake Linings
  ● SVP Global Ventures
  ● Aarti Industries

  આવતા અઠવાડિયે કેવી રહેશે બજારની ચાલ?

  Samco સિક્યોરિટીઝના યેશા શાહનું કહેવું છે કે, આગામી અઠવાડિયે બજારની દિશા પર પૂર્વ યૂરોપમાં ચાલી રહેલા તણાવની અસર જોવા મળશે. માઇક્રો ઇકૉમોનિક પર નજર કરીએ તો રોકાણકારોની નજર ચીન અને અમેરિકાના મોંઘવારીના આંકડા પર પણ રહેશે. યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે કૉમોડિટી અને ક્રૂડ ઓઇલની કિંમતો આકાશને સ્પર્શી રહી છે. એવામાં મોંઘવારીના આંકડા યૂએસ ફેડના આગામી પગલાં અંગે અંદાજ લગાવવા માટે ખૂબ મદદરૂપ થશે.

  આ પણ વાંચો: નિફ્ટીમાં સામેલ આ પાંચ શેર 18-24% તૂટ્યા, જાણો હવે ખરીદી કરી શકાય કે નહીં?

  ઘરેલૂ બજારની વાત કરીએ તો આગામી અઠવાડિયે ચૂંટણી પરિણામ પર નજર રહેશે. આ તમામ ઇવેન્ટ્સની દ્રષ્ટીએ જોતા બજાર એક નિશ્ચિત દાયરામાં કારોબાર કરશે. આથી સતર્કતા રાખવાની સાથે સાથે પસંદગીના જ શેર ખરીદવાની સલાહ આપવામાં આવે છે.

  Religare Broking ના અજિત મિશ્રાનું કહેવું છે કે નજીકના ભવિષ્યમાં બજાર માટે કપરા દિવસો ચાલુ જ રહેવાની સંભાવના છે. બજારની નજર રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ પર રહેશે. આ સમયે ફક્ત ક્વૉલિટી શેરમાં જ પૈસા લગાવો. એવા શેરની શોધ કરો જેના ફન્ડામેન્ટલ મજબૂત હોય તેમજ બજારમાં સ્થિરતા આવતાની સાથે જ જેમાં તેજી જોવા મળે.

  આ પણ વાંચો: શેર બજાર હજુ ઘટશે, નીચલા સ્તરેથી ખરીદી માટે રાહ જુઓ: Zerodha Co-founder નિખિલ કામત

  Kotak Securities ના અમોલ અઠવલેનું કહેવું છે કે ટ્રેડરો માટે 16,350 -16,400 પર વિઘ્ન નજરે પડે છે. જો નિફ્ટી આ વિઘ્નને પાર કરે છે તો આપણને 16,550- 16,700 ની સપાટી જોવા મળી શકે છે. બીજી બાજુ જ્યાં સુધી નિફ્ટી 16,350 ની નીચે રહેશે ત્યાં સુધી દબાણમાં રહેવાની સંભાવના છે. જોકે, 16,350ની નીચે જાય છે તો 16,000-15,900ની સપાટી પણ જોવા મળી શકે છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Share market, Stock market, નિફ્ટી, સેન્સેક્સ

  આગામી સમાચાર