Market: શેર બજારને Budget 2021 ખૂબ પસંદ પડ્યું, Sensex 2300 પોઈન્ટ વધીને બંધ

Market: શેર બજારને Budget 2021 ખૂબ પસંદ પડ્યું, Sensex 2300 પોઈન્ટ વધીને બંધ
ફાઇલ તસવીર.

Union Budget 2021 Stock Market: દિવસના અંતે સેન્સેક્સ આશરે 2314 પોઈન્ટ એટલે કે પાંચ ટકા વધીને 48,600.61 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 646 પોઈન્ટ વધીને 4.74 ટકા વધીને 14281.20ના સ્તર પર બંધ રહ્યો હતો.

  • Share this:
    મુંબઈ: Union Budget 2021 Stock Market: ભારતીય શેર બજારે (Market) બજેટ 2021-22 (Budget 202-21)ને સલામી આપી છે. F&Oના 10 શેરમાં આશરે 10 ટકાથી વધારે તેજી જોવા મળી છે. જ્યારે બેન્ક નિફ્ટી (Bank Nifty)એ નવો રેકોર્ડ બનાવ્યો છે. જ્યારે સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty)માં પણ જોરદાર ઉછાળો આવ્યો છે. નાણા મંત્રીનું બજેટ ભાષણ (FM budget speech) શરૂ થાય તે પહેલા જ સેન્સેક્સમાં તેજી જોવા મળી હતી. નાણા મંત્રીનું ભાષણ જેમ જેમ આગળ વધતું ગયું તેમ તેમ સેન્સેક્સમાં ઉછાળો વધતો ગયો હતો.

    દિવસના અંતે સેન્સેક્સ આશરે 2314 પોઈન્ટ એટલે કે પાંચ ટકા વધીને 48,600.61 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 646 પોઈન્ટ વધીને 4.74 ટકા વધીને 14281.20ના સ્તર પર બંધ રહ્યો હતો. આંકડાની દ્રષ્ટીએ બજારમાં આજે બજેટના દિવસે સૌથી મોટી તેજી જોવા મળી હતી. BSEના તમામ સેક્ટરના ઇન્ડેક્સમાં ખરીદી જોવા મળી હતી.



    આ પણ વાંચો: ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, 75 વર્ષથી ઉપરના લોકોને ITRમાંથી મુક્તિ

    નિફ્ટીમાં આજે IndusInd Bank, ICICI Bank, Bajaj Finserv, SBI અને L&Tના શેરમાં આજે સૌથી વધારે ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે UPL, Dr Reddy’s Labs, Cipla, Tech Mahindra અને HULમાં ઘટાડો જોવા મળ્યો હતો. ફાર્મા સેક્ટરને બાદ કરતા લગભગ તમામ સેક્ટર એકથી આઠ ટકાના વધારે સાથે બંધ રહ્યા હતા. બીએસઈ મીડકેપ અને સ્મોલકેપમાં બેથી ત્રણ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

    આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોને ટિકિટ મળશે અને કોને નહીં? ભાજપે લીધો મહત્ત્વનો નિર્ણય

    ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં

    નાણાકીય વર્ષ 2021-22 (Budget 2021) માટે દેશના મહિલા નાણા મંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) સંસદમાં રજૂ કરી દીધું છે. આ બજેટને શેર માર્કેટે (Share market) વધાવી લીધું છે. કોરોના કાળમાં દેશની અર્થવ્યવસ્થા (Economy) માટે આ બજેટને સંજીવની કહેવામાં આવે છે. જોકે, નાણામંત્રીએ પગારદાર વર્ગ માટે કોઈ રાહત આપી નથી. કારણ કે ઇન્કમ ટેક્સ સ્લેબ (Income Tax Slab in Budget 2021)માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

    આ પણ વાંચો: Budget Highlights: નાણા મંત્રી નિર્મલા સીતારમણના બજેટમાં તમારા માટે શું ખાસ

    જોકે, નાણા મંત્રી નિર્મલા સીતારમણે સીનિયર સિટિઝનને મોટી રાહત આપી છે. જે પ્રમાણે 75 વર્ષથી વધારે ઉંમરના વ્યક્તિને ઇન્કમ ટેક્સમાં રાહત આપવામાં આવી છે. નાણા મંત્રીની જાહેરાત પ્રમાણે 75 વર્ષથી મોટી ઉંમરના પેન્શનધારકોને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ નહીં કરવું પડે. નાણા મંત્રીએ કહ્યું કે, 75 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો પર પડતા દબાણને ઓછું કરી રહ્યા છે. 75 વર્ષથી મોટી ઉંમરના એવા લોકો કે જેમની આવક ફક્ત પેન્શન છે તેમને રિટર્ન ફાઇલમાંથી મુક્તિ આપવામાં આવી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:February 01, 2021, 16:19 pm

    ટૉપ ન્યૂઝ