TCS Market Cap: ગત અઠવાડિયે ચાર કંપની એવી હતી જેની માર્કેટ કેપમાં વધારો થયો હતો. આ કંપનીઓમાં એસયૂએલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઈટીસી અને એલઆઈસીનો સમાવેશ થાય છે.
નવી દિલ્હી: ગત અઠવાડિયે શેર બજારમાં ખૂબ જ ઉતાર ચઢાવ (Indian Stock Market)ની સ્થિતિ જોવામાં આવી હતી, જેની અસર સૌથી વધારે માર્કેટ ધરાવતી ટોપ-10 કંપનીઓની માર્કેટ કેપ પર પડી હતી. માર્કેટમાં આવેલા ઉતાર-ચઢાણના પગલે ટોપ-10માં સામેલ છ કંપનીઓની માર્કેટ કેપ 1,68,260.37 કરડો રૂપિયા ઘટી હતી. આ ઘટાડામાં સૌથી મોટો હાથ TCS ના શેર (TCS stock)નો રહ્યો હતો. ગત અઠવાડિયે સોફ્ટવેર કંપની ટીસીએસના શેરમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો.
11 જુલાઈથી 15 જુલાઈ વચ્ચે BSE ઇન્ડેક્સ સેન્સેક્સ 423.73 એટલે કે 0.78 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. આ દરમિયાન ટીસીએસની માર્કેટ કેપ 99,270.07 કરોડ રૂપિયાના ઘટાડા બાદ 10,95,355.32 કરોડ રૂપિયા રહી છે. આ ઘટાડાનું મુખ્ય કારણ ટીસીએસના શેરમાં સતત ઘટાડો છે. શેર તૂટવાનું કારણએ જૂન ત્રિમાસિકનું નબળું પરિણામ છે. કારણ કે ટીસીએસનું પરિણામ અપેક્ષા પ્રમાણે ન હતું. આજ કારણે ટીસીએસનો શેર સતત તૂટી રહ્યો છે.
ઇન્ફોસિસ માર્કેટ કેપ
● ઇન્ફોર્મેશન અને ટેક્નોલોજીની બીજી દિગ્ગજ કંપની ઇન્ફોસિસની માર્કેટ કેપમાં 35,133.64 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. આ સાથે ઇન્ફોસિસની માર્કેટ કેપ 6,01,900.14 કરોડ રૂપિયા રહી ગઈ છે.
● HDFC Bank ની માર્કેટ કેપમાં 18,172.43 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. એચડીએફસી બેંકની માર્કેટ કેપ 7,57,659.72 કરોડ રૂપિયા થઈ છે.
● દેશની સૌથી મોટી બેંક, સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાની માર્કેટ કેપમાં 8,433.76 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. એસબીઆઈની માર્કેટ કેપ ઘટીને 4,27,488.90 કરોડ રૂપિયા રહી છે.
● એચડીએફસીની માર્કેટ કેપની વાત કરીએ તો તેમાં 4,091.62 કરોડ રૂપિયાન ઘટાડો થયો છે. ઘટાડા બાદ એચડીએફસીની માર્કેટ કેપ 4,02,121.99 કરોડ રૂપિયા પર આવી ગઈ છે.
● ખાનગી બેંક આઈસીઆઈસીઆઈની માર્કેટ કેપમાં3,158.85 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. આ સાથે માર્કેટ કેપ ઘટીને 5,22,498.11 કરોડ રૂપિયા થઈ છે.
આ કંપનીઓની માર્કેટ કેપ વધી
ગત અઠવાડિયે ચાર કંપની એવી હતી જેની માર્કેટ કેપમાં વધારો થયો હતો. આ કંપનીઓમાં એસયૂએલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઈટીસી અને એલઆઈસીનો સમાવેશ થાય છે.
● હિન્દુસ્તાન યૂનિલીવર (HUL)ની માર્કેટ કેપમાં 17,128.52 કરોડ રૂપિયાનો વધારો થયો છે. એચયૂએલની માર્કેટ કેપ વધીને 6,03,551.26 કરોડ રૂપિયા થઈ છે.
● દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઈસીની માર્કેટ કેપમાં ગત અઠવાડિયે વધારે નોંધાયો છે. એલઆઈસીની માર્કેટ કેપ 316.25 કરોડ રૂપિયા વધીને 4,48,157.71 કરોડ રૂપિયા થઈ છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર