રિલાયન્સ Jio અને Facebook મળીને ભારતમાં લોકોને બિઝનેસની નવી તકો આપશેઃ માર્ક ઝકરબર્ગ

રિલાયન્સ Jio અને Facebook મળીને ભારતમાં લોકોને બિઝનેસની નવી તકો આપશેઃ માર્ક ઝકરબર્ગ
હું મુકેશ અંબાણી અને સમગ્ર Jio ટીમને તેમની ભાગીદારી માટે ધન્યવાદ કરવા માંગું છું. હું નવી ડિલને લઈ ખૂબ ઉત્સાહિત છું- માર્ક ઝકરબર્ગ

હું મુકેશ અંબાણી અને સમગ્ર Jio ટીમને તેમની ભાગીદારી માટે ધન્યવાદ કરવા માંગું છું. હું નવી ડિલને લઈ ખૂબ ઉત્સાહિત છું- માર્ક ઝકરબર્ગ

 • Share this:
  મુંબઈઃ ભારતની સૌથી મોટી ટેલીકોમ કંપની Reliance Jioમાં હિસ્સો ખરીદ્યા બાદ ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ (Mark Zuckerberg) એ કહ્યું છે કે હજુ દુનિયામાં ઘણું બધું ચાલી રહ્યું છે, પરંતુ હું ભારતમાં અમારા કામ પર એક અપડેટ શૅર કરાવા માંગું છું. ફેસબુક Jio Platformsની સાથે મળી કામ કરી રહ્યું છે. અમે એક નાણાકીય રોકાણ કરી રહ્યા છીએ અને તેનાથી પણ વધુ અમે કેટલીક મુખ્ય પરિયોજનાઓ પર એક સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છીએ જે સમગ્ર ભારતમાં લોકોને બિઝનેસની નવી તક આપશે. નોંધનીય છે કે દુનિયાભરમાં પ્રચલિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Facebookઅ. ભારતની મોટી ટેલીકોમ કંપની Jioમાં 9.99 ટકા હિસ્સો 43,574 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

  માર્ક ઝકરબર્ગએ કહ્યું કે, હું મુકેશ અંબાણી અને સમગ્ર Jio ટીમને તેમની ભાગીદારી માટે ધન્યવાદ કરવા માંગું છું. હું નવી ડિલને લઈ ખૂબ ઉત્સાહિત છું.  નાના કારોબારીઓને મળશે મદદ- Facebook અને Whatsappનો ઉપયોગ ભારતના મોટા હિસ્સામાં કરવામાં આવે છે. સાથોસાથ ભારત હાલમાં એક મોટા ડિજિટલ ટ્રાન્સર્ફોમેશનના સમયમાં છે અને Jio હાલમાં કરોડો ભારતીય અને નાના બિઝનેસમેન માટે કારોબાર સરળ કરવામાં મદદ કરી રહ્યું છે. Jio, ભારતના નાના કારોબારીઓને ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવામાં મદદ કરી રહ્યું છે.

  માર્ક ઝકરબર્ગે કહ્યું છે કે આ વિશેષ રીતે હાલ મહત્વપૂર્ણ છે કારણ કે નાના વ્યવસાય દરેક અર્થવયવસ્થા માટે મહત્વપૂર્ણ છે અને તેમને મદદની આવશ્યકતા છે. ભારતમાં 6 કરોડથી વધુ નાના વ્યવસાય છે અને લાખો લોકો નોકરીઓ માટે તેની પર નિર્ભર છે.

  આ પણ વાંચો, Facebookએ Reliance Jioની 9.99% હિસ્સેદારી 43,574 કરોડ રૂપિયામાં ખરીદી

  લૉકડાઉનમાં દુનિયાભરના સમુદાયોની સાથે, આ બિઝનસમેનમાંથી અનેકને ડિજિટલ ઉપકરણોની આવશ્યક્તા હોય છે, જેની પર તેઓ વિશ્વાસ મૂકી શકે અને ગ્રાહકોની સાથે વાતચીત કરી શકે અને પોતાના વ્યવસાયને વધારી શકે. આ એવી ચીજ છે જેની અમે મદદ કરી શકીએ છીએ અને તેથી અમે ભારતમાં લોકો અને વયવસાયોની મદદ માટે Jioની સાથે ભાગીદારી કરી રહ્યા છીએ અને નવી તકો ઊભી કરી રહ્યા છીએ.

  ડિસ્ક્લેમરઃ ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.


  આ પણ વાંચો, Jio અને Facebook વચ્ચેની ભાગીદારી ભારતને ડિજિટલ સોસાયટીમાં અગ્રેસર બનાવશેઃ મુકેશ અંબાણી
  Published by:News18 Gujarati
  First published:April 22, 2020, 08:13 am

  ટૉપ ન્યૂઝ