માફી માંગતા જ Facebookના માલિક ઝકરબર્ગની સંપત્તિ 18 હજાર કરોડ વધી

 • Share this:
  ડેટા લીક મામલા બાદ ફેસબુક માલિક માર્ક ઝકરબર્ગ અમેરિકન સેનેટ સામે હાજર થયા હતા. તેમણે ડેટા લીક મામલે જવાબદારી સ્વીકારતા સેનેટમાં માફી માંગી. આવું કરવાથી કંપનીના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે, અને થોડા જ કલાકોમાં તેમની સંપત્તિ 18 હજાર કરોડ વધી ગઈ છે. કંપનીના શેરમાં તેજી પાછળ મુખ્ય કારણ શેરગ્રાહકોનો કંપની તરફ ફરીથી ભરોસો વધ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, ફેસબૂક ડેટા લીકને લઈ કડક પગલા ભરશે, અને પ્રાઈવેસી પોલીસીને મજબૂત બનાવશે. હાલમાં ઝુકરબર્ગ દુનિયાના સાતમા સૌથી અમિર વ્યક્તિ છે. તમને જણાવી દઈએ કે, ડેટા લીક મામલો આવ્યો તે પહેલા તે દુનિયાના ચોથા નંબરના સૌથી અમિર વ્યક્તિ હતા. ઝકરબર્ગ પાસે ફેસબૂકમાં 16 ટકા ભાગીદારી છે.

  એક જ રાતમાં ઝકરબર્ગની સંપત્તિમાં થયો મોટો વધારો
  માર્ચની શરૂઆતમાં ડેટા લીકના સમાચાર બાદ કંપનીના શેરમાં વારંવાર ઘટાડો નોંધાતો રહ્યો હતો. આ સમયમાં કંપનીનો શેર 184 ડોલર પ્રતિ શેર નીચે આવી 158 ડોલર પ્રતિ શેર પર આવી ગયો હતો. જો સરળ શબ્દોમાં કહીએ તો ફેસબૂકનો શેર 14 ટકા તૂટ્યો હતો. આ કારણોસર ઝકરબર્ગની સંપત્તિ પણ ઓછી થઈ ગઈ હતી. પરંતુ શેરમાં ફરી તેજી આવતા થોડા જ કલાકોમાં તેમને 280 કરોડ એટલેકે લગભગ 18200 કરોડનો ફાયદો થયો છે. તેમની કુલ નેટવર્થ વધીને 6600 કરોડ ડોલર એટલે કે લગભગ 4.29 લાખ કરોડ રૂપિયા છે.

  શેરમાં જોરદાર તેજી
  માર્ક ઝકરબર્ગે જેવું સેનેટમાં જ્યૂડિશિયરી અને કોમર્સ કમિટી સામે પોતાનો પક્ષ રાખવાનું શરૂ કર્યું, ફેસબુકના શેરમાં તેજી આવવા લાગી. મંગળવારે કંપનીના શેર 4.5 ટકા ઉછાળ સાથે 165.04 ડોલરના સ્તર પર પહોંચી ગયા.

  ફેસબુકના શેરનું શાનદાર પ્રદર્શન દેખાડે છે કે, શેરધારકોને આશા છે કે, ઝકરબર્ગ કંપનીમાં સખત રેગ્યુલેસન લઈ આવશે. સાથે, તે કંપનીના ઈન્વેસ્ટર્સના હિતનું પણ ધ્યાન રાખશે. 16 માર્ચ બાદ ફેસબુકના શેરમાં આવેલ ગીરાવટના કારણે રોકાણકારોને મોટો ઝટકો લાગ્યો હતો.
  Published by:kiran mehta
  First published: