Home /News /business /

MapmyIndia IPO Allotment: મેપમાયઇન્ડિયાના શેર લાગ્યા કે નહીં તે આ રીતે જાણો, સાથે જ જાણો GMP અને લિસ્ટિંગ તારીખ

MapmyIndia IPO Allotment: મેપમાયઇન્ડિયાના શેર લાગ્યા કે નહીં તે આ રીતે જાણો, સાથે જ જાણો GMP અને લિસ્ટિંગ તારીખ

મેપમાયઇન્ડિયા આઈપીઓ

MapmyIndia IPO Allotment: અંતિમ દિવસ સુધી આઈપીઓ 154.71 ગણો ભરાયો હતો. બમ્પર લિસ્ટિંગ બાદ ગ્રે માર્કેટમાં પણ શેર મજબૂત પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે.

    MapmyIndia IPO allotment date: મેપમાયઇન્ડિયાના શેરની ફાળવણી (MapmyIndia IPO allotment) આજે એટલે કે 16મી ડિસેમ્બરના રોજ થશે. કંપનીનો ઇશ્યૂ 9મી ડિસેમ્બરના રોજ ખુલ્યો હતો અને 13મી ડિસેમ્બરના રોજ બંધ થયો હતો. મેપમાયઇન્ડિયાનો આઈપીઓ રોકાણકારોને ખૂબ પસંદ પડ્યો હતો. અંતિમ દિવસ સુધી આઈપીઓ 154.71 ગણો ભરાયો હતો. બમ્પર લિસ્ટિંગ બાદ ગ્રે માર્કેટમાં પણ શેર મજબૂત પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ આખો આઈપીઓ ઑફર ફૉર સેલ (Offer for sale) છે. એટલે કે આઈપીઓ મારફતે વર્તમાન શેરધારકો અને પ્રમોટર્સ પોતાની પાસે રહેલા 10,063,945 શેર વેચશે. કંપની આઈપીઓ મારફતે ₹1,039.6 કરોડ રૂપિયા એકઠા કરવાની યોજના ધરાવે છે.

    ગ્રે માર્કેટ પ્રીમિયમ

    ગ્રે માર્કેટમાં MapmyIndiaનો શેર હાલ 1040 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. કંપનીની ઇશ્યૂ કિંમત 1033 રૂપિયા છે. એટલે કે હાલ ઇશ્યૂ કિંમતના 100% પ્રીમિયમ પર ગ્રે માર્કેટમાં મેપમાયઇન્ડિયાનો શેર ટ્રેડ કરી રહ્યો છે. હાલના ગ્રે માર્કેટ પ્રીમિયમને ધ્યાનમાં રાખીએ તો MapmyIndiaનો શેર 2073 (1033+1040) રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. જો તમે પણ મેપમાયઇન્ડિયાનો આઈપીઓ ભર્યો છે તો નીચેની બે રીતે સ્ટેટસ એટલે કે શેર લાગ્યા કે નહીં તે ચેક કરી શકો છો.

    1) BSEની વેબસાઈટ પર ચેક કરવામાં માટે ક્લિક કરો. (https://www.bseindia.com/investors/appli_check.aspx)

    2) રજિસ્ટ્રાર કંપની Linkintime પર ચેક કરવા ક્લિક કરો. (https://linkintime.co.in/IPO/public-issues.html)

    ઉપરની બંને વેબસાઇટ પર તમે જરૂરી વિગતો દાખલ કરીને તેમને શેરની ફાળવણી કરવામાં આવી છે કે નહીં તેની વિગત જાણી શકો છો.

    આઈપીઓ વિશે મહત્ત્વની વિગતો:

    પ્રાઇસ બેન્ડ (MapmyIndia IPO Price Band)

    આઈપીઓ માટે કંપનીએ પ્રાઇસ બેન્ડ 1,000-1,033 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. દરેક શેરની ફેસવેલ્યૂ 2 રૂપિયા છે.

    કોણ કેટલા શેર વેચશે? (MapmyIndia IPO Details)

    આ આઈપીઓ ઑફર ફૉર સેલ છે. જે અંતર્ગત કંપનીના શેરધારક રશ્મિ વર્મા 42,51,044 ઇક્વિટી શેર વેચશે. જ્યારે Qualcomm Asia Pacific Pte Ltd અને Zenrin Co Ltd ક્રમશ: 27,01,407 અને 13,69,961 શેર વેચશે. અન્ય શેર ધારકો તરફથી 17,41,533 ઇક્વિટી શેર વેચાણ માટે મૂકવામાં આવશે.

    કોના માટે કેટલો હિસ્સો અનામત? (MapmyIndia IPO reserve quota)

    આઈપીઓનો 50 ટકા હિસ્સો ક્વૉલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ (QIB) માટે, 15 ટકા હિસ્સો નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ અને 35 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત રાખવામાં આવ્યો છે. આઈપીઓ લિસ્ટ થયા બાદ કંપનીના વર્તમાન પ્રમોટર્સનો હિસ્સો 61.71 ટકામાંથી ઘટીને 53.73 ટકા થઈ જશે.

    લોટ સાઇઝ અને રોકાણ (MapmyIndia Lot Size)

    મેપમાયઇન્ડિયાના આઈપીઓમાં રોકાણકારો 14 શેરના એક લૉટ માટે બોલી લગાવી શકશે. કોઈ એક રોકાણકાર મહત્તમ 13 લૉટ માટે બોલી લગાવી શકશે. 1 લોટ માટે બીડ કરનાર રોકાણકારે 14,462 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જ્યારે 13 લૉટ માટે બોલી લગાવનાર રોકાણકારે 1,88,006 રૂપિયાનું રોકાણ કરવું પડશે. કંપનીનો આઈપીઓ 21મી ડિસેમ્બરના રોજ શેર બજારમાં લિસ્ટ થાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે.

    આ પણ વાંચો: Supriya Lifescience IPO: સુપ્રિયા લાઇફસાયન્સિસનો IPO ખુલ્યો, જાણો ગ્રે માર્કેટ પ્રીમિયમ સહિત તમામ વિગત

    કંપની વિશે

    CE Info Systems એક ડેટા અને ટેક્નોલોજી કંપની છે, જેની સ્થાપના 1995માં થઈ હતી. આ એક ડિજિટલ મેપ-એઝ-અ-સર્વિસ કંપની છે. કંપની મેપમાયઇન્ડિયા અને Mappls બ્રાન્ડ્સ હેઠળ વિવિધ સેવા આપે છે જેમાં ડિજિટલ મેપ ડેટા, સોફ્ટવેર અને LoTમાં પ્રોડક્ટસ, પ્લેટફૉર્મ્સ, એપ્લીકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ (APIs) અને સોલ્યૂસન સામેલ છે. કંપનીના ગ્રાહકોમાં ફોનપે, ફ્લિપકાર્ટ, Yulu, HDFC બેંક, એરટેલ, હ્યુન્ડાઈ, MG મોટર, એક્સિસ સેફએક્સપ્રેસ અને ગુડ્સ અને સર્વિસિસ ટેક્સ નેટવર્ક સામેલ છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, IPO, Share market

    આગામી સમાચાર