MapmyIndia Stock Price: સી.ઈ. ઇન્ફો સિસ્ટમ્સ (CE info systems ltd)ના આઈપીઓનું આજે (21 ડિસેમ્બર) શેર બજારમાં દમદાર લિસ્ટિંગ થયું હતું. CE ઇન્ફો સિસ્ટમ્સ પોતાની બ્રાન્ડ MapmyIndia માટે જાણીતી છે. કંપનીના શેરનું લિસ્ટિંગ ઇશ્યૂ ભાવથી 53% પ્રીમિયમ (Mapmyindia share premium listing) પર થયું હતું. કંપનીની ઇશ્યૂ કિંમત 1033 રૂપિયા પ્રતિ શેર હતી. BSE પર મેપમાયઇન્ડિયાના શેરનું લિસ્ટિંગ 1,581 રૂપિયા પર એટલે કે 53% પ્રીમિયમ પર થયું હતું. જ્યારે NSE પર મેપમાયઇન્ડિયાના શેરનું લિસ્ટિંગ 1,565 રૂપિયા પર એટલે કે 51.5 ટકા પ્રીમિયમ પર થયું હતું. મેપમાયઇન્ડિયાનો આઈપીઓ 9મી ડિસેમ્બરના રોજ ખુલ્યો હતો અને 13મી ડિસેમ્બરના રોજ બંધ થયો હતો. મેપમાયઇન્ડિયાના આઈપીઓને રોકાણકારો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. આઈપીઓ કુલ 154.71 ગણો ભરાયો હતો.
નિષ્ણાતોનો અભિપ્રાય
મેપમાયઇન્ડિયાના શેર વિશે બજાર નિષ્ણાતોનું કહેવું છે કે રિટેલ રોકાણકારોને આ શેરમાં લિસ્ટિંગ ગેન મળ્યો છે, પરંતુ HNI સેલિંગને પગલે સ્ટોકમાં સ્ટ્રોંગ લિસ્ટિંગ બાદ ઘટાડો જોવામાં આવ્યો છે. આ ઉપરાંત નિષ્ણાતો આ શેરમાં આવતા ઘટાડાને ખરીદીની તક તરીકે જોઈ રહ્યા છે. નિષ્ણાતોના મતે આ કંપની દેવામુક્ત છે,તેમજ તેના ફંડામેન્ટલ્સ ખૂબ જ મજબૂત છે.
દેવામુક્ત કંપની
મિન્ટના જણાવ્યા પ્રમાણે Profitmart Securitiesના રિસર્સ હેડ અવિનાશ ગોરાક્ષરે જણાવ્યું છે કે, "મેપમાય ઇન્ડિયા દેવામુક્ત કંપની છે. કંપનીના ફંડામેન્ટલ ખૂબ જ મજબૂત છે. ગૂગલ મેપ સાથે સ્પર્ધામાં રહેલી આ ક્ષેત્રમાં નફો કરતી દેશની એકમાત્ર કંપની છે. કંપનીની બિઝનેસ મોડલ નફાકારક લાગી રહ્યું છે. કોવિડ મહામારી બાદ કંપનીના વિકાસની અનેક તકો રહેલી છે. દમદાર લિસ્ટિંગ બાદ આ કંપનીના શેરમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. રોકાણકારોએ લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને પોતાના પોર્ટફોલિયોમાં આ શેર જાળવી રાખવો જોઈએ."
ઘટાડા પર ખરીદી કરો
પ્રોફિટમાર્ટ સિક્યોરિટીઝનું કહેવું છે કે જો આ શેર 1300 રૂપિયાની આસપાસ પહોંચે છે તો તેને ખરીદી માટેની તક માનવી જોઈએ. શેર આનાથી પણ 4-5 ટકા નીચે જાય છે તો રિટેલ રોકાણકારો માટે ખરીદી માટેની સારી તક ગણાશે.
લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને રોકાણ
સ્વસ્તિક ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડના સંતોષ મીણાએ જણાવ્યું હતું કે, "જે લોકોએ લિસ્ટિંગ ગેન માટે આઈપીઓ ભર્યો હતો તેમણે બહાર નીકળી જવું જોઈએ. લાંબા સમય સુધી ટકી રહેવા માંગતા લોકો પોતાનું રોકાણ જાળવી રાખે. શેરની કિંમતમાં જો કોઈ ઘટાડો થાય છે તો ખરીદી માટે સારી તક હશે."
Proficient Equities Limited ના ડિરેક્ટર અને સ્થાપક મનોજ દાલમિયાનું કહેવું છે કે, "વૈશ્વિક સેન્ટિમેન્ટ નકારાત્મક લાગી રહ્યા છે. આથી લિસ્ટિંગ લાભ માટે રોકાણ કરનાર લોકોએ શેરમાંથી બહાર નીકળી જવું જોઈએ. નવા રોકાણકારો ઘટાડા પર ખરીદી કરી શકે છે."
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર