Home /News /business /

MapmyIndia IPO: મેપમાયઇન્ડિયાનો આઈપીઓ ખુલ્યો, શું તમારે રોકાણ કરવું જોઈએ?

MapmyIndia IPO: મેપમાયઇન્ડિયાનો આઈપીઓ ખુલ્યો, શું તમારે રોકાણ કરવું જોઈએ?

મેપમાયઇન્ડિયા આઈપીઓ

MapmyIndia IPO: આ આખો આઈપીઓ ઑફર ફૉર સેલ (Offer for sale) છે. એટલે કે આઈપીઓ મારફતે વર્તમાન શેરધારકો અને પ્રમોટર્સ પોતાની પાસે રહેલા 10,063,945 શેર વેચશે.

    મુંબઈ: મેપમાયઇન્ડિઆનો આઈપીઓ (MapmyIndia's initial public offering- IPO) આજે ખુલ્યો છે. ત્રણ દિવસનો આઈપીઓ 13મી ડિસેમ્બરના રોજ બંધ થશે. આઈપીઓ માટે કંપનીએ પ્રાઇસ બેન્ડ (MapmyIndia IPO price band) 1000-1033 રૂપિયા રાખી છે. ડિજિટલ મેપિંગ કંપનીએ બુધવારે જણાવ્યું હતું કે, આઈપીઓ પહેલા કંપનીએ એન્કર ઇન્વેસ્ટર્સ (Anchor Investors) પાસેથી 312 કરોડ રૂપિયા એકઠા કર્યાં છે. આ આખો આઈપીઓ ઑફર ફૉર સેલ (Offer for sale) છે. એટલે કે આઈપીઓ મારફતે વર્તમાન શેરધારકો અને પ્રમોટર્સ પોતાની પાસે રહેલા 10,063,945 શેર વેચશે. કંપની આઈપીઓ મારફતે ₹1,039.6 કરોડ રૂપિયા એકઠા કરવાની યોજના ધરાવે છે.

    ગ્રે માર્કેટ પ્રીમિયમ (MapmyIndia IPO GMP)

    માર્કેટ પર નજર રાખતા લોકોના જણાવ્યા પ્રમાણે આજે મેપમાયઇન્ડિયાનો શેર ગ્રે માર્કેટમાં 795 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો હતો. કંપનીનો આઈપીઓ 21મી ડિસેમ્બરના રોજ શેર બજારમાં લિસ્ટ થાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે.

    આઈપીઓ ભરવો કે નહીં?

    મિન્ટના જણાવ્યા પ્રમાણે બ્રોકરેજ ફર્મ આનંદ રાઠીએ આઈપીઓ વિશે જણાવ્યું છે કે, પ્રથમ નજરે કંપનીનું વેલ્યુએશન વધારે લાગી રહ્યું છે. આથી અમે આ આઈપીઓને લાંબાગાળાને ધ્યાનમાં રાખીને ભરવાની સલાહ આપી રહ્યા છીએ.

    મહત્ત્વની તારીખો (MapmyIndia IPO Date)

    મેપમાયઇન્ડિયાનો આઈપીઓ 9મી ડિસેમ્બરના રોજ ખુલશે અને 13મી તારીખ સુધી બીડ કરી શકાશે. શેરનું અલોટમેન્ટ 16મી ડિસેમ્બરના રોજ થશે. જે રોકાણકારોને શેર લાગ્યા હશે તેમના ખાતામાં 20મી ડિસેમ્બર સુધી શેર જમા થશે. 17મી ડિસેમ્બરથી રિફંડની પ્રક્રિયા શરૂ થશે.

    પ્રાઇસ બેન્ડ (MapmyIndia IPO Price Band)

    આઈપીઓ માટે કંપનીએ પ્રાઇસ બેન્ડ 1,000-1,033 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. દરેક શેરની ફેસવેલ્યૂ 2 રૂપિયા છે.

    કોણ કેટલા શેર વેચશે? (MapmyIndia IPO Details)

    આ આઈપીઓ ઑફર ફૉર સેલ છે. જે અંતર્ગત કંપનીના શેરધારક રશ્મિ વર્મા 42,51,044 ઇક્વિટી શેર વેચશે. જ્યારે Qualcomm Asia Pacific Pte Ltd અને Zenrin Co Ltd ક્રમશ: 27,01,407 અને 13,69,961 શેર વેચશે. અન્ય શેર ધારકો તરફથી 17,41,533 ઇક્વિટી શેર વેચાણ માટે મૂકવામાં આવશે.

    કોના માટે કેટલો હિસ્સો અનામત? (MapmyIndia IPO reserve quota)

    આઈપીઓનો 50 ટકા હિસ્સો ક્વૉલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ (QIB) માટે, 15 ટકા હિસ્સો નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ અને 35 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત રાખવામાં આવ્યો છે. આઈપીઓ લિસ્ટ થયા બાદ કંપનીના વર્તમાન પ્રમોટર્સનો હિસ્સો 61.71 ટકામાંથી ઘટીને 53.73 ટકા થઈ જશે.

    લોટ સાઇઝ અને રોકાણ (MapmyIndia Lot Size)

    મેપમાયઇન્ડિયાના આઈપીઓમાં રોકાણકારો 14 શેરના એક લૉટ માટે બોલી લગાવી શકશે. કોઈ એક રોકાણકાર મહત્તમ 13 લૉટ માટે બોલી લગાવી શકશે. 1 લોટ માટે બીડ કરનાર રોકાણકારે 14,462 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જ્યારે 13 લૉટ માટે બોલી લગાવનાર રોકાણકારે 1,88,006 રૂપિયાનં રોકાણ કરવું પડશે. કંપનીનો આઈપીઓ 21મી ડિસેમ્બરના રોજ શેર બજારમાં લિસ્ટ થાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે.

    આ પણ વાંચો: Shriram Properties IPO: ખોટમાં ચાલતી વધુ એક કંપનીનો IPO ખુલ્યો, જાણો તમારે રોકાણ કરવું જોઈએ કે નહીં?

    કંપની વિશે

    CE Info Systems એક ડેટા અને ટેક્નોલોજી કંપની છે, જેની સ્થાપના 1995માં થઈ હતી. આ એક ડિજિટલ મેપ-એઝ-અ-સર્વિસ કંપની છે. કંપની મેપમાયઇન્ડિયા અને Mappls બ્રાન્ડ્સ હેઠળ વિવિધ સેવા આપે છે જેમાં ડિજિટલ મેપ ડેટા, સોફ્ટવેર અને LoTમાં પ્રોડક્ટસ, પ્લેટફૉર્મ્સ, એપ્લીકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ (APIs) અને સોલ્યૂસન સામેલ છે. કંપનીના ગ્રાહકોમાં ફોનપે, ફ્લિપકાર્ટ, Yulu, HDFC બેંક, એરટેલ, હ્યુન્ડાઈ, MG મોટર, એક્સિસ સેફએક્સપ્રેસ અને ગુડ્સ અને સર્વિસિસ ટેક્સ નેટવર્ક સામેલ છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, IPO, Share market

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन