Paytm IPO: આઈપીઓથી પેટીએમના 350 કર્મચારીઓ બની ગયા કરોડપતિ, આવી રીતે થયો ચમત્કાર

પેટીએમ આઈપીઓ (પ્રતીકાત્મક તસવીર)

Paytm IPO: પેટીએમના 18,300 કરોડ રૂપિયાના આઇપીઓ માટે બુધવારે છેલ્લા દિવસ હતો, તે 1.89 ગણો ભરાયો છે.

  • Share this:
મુંબઈ: Paytmના IPOને લઈ બજાર ગરમ છે. રોકાણકારો (Investors) અને બજારના નિષ્ણાતો વિવિધ અટકળો લગાવી રહ્યા છે. ત્યારે પેટીએમના પૂર્વ કર્મચારી અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર સિદ્ધાર્થ પાંડે કરોડપતિ બનવા જઈ રહ્યા છે. દેશના સૌથી મોટા IPO (Biggest IPO of India)ના કારણે તેમની કિસ્મત બદલાઈ જશે. પરંતુ તેમનું કહેવું છે કે ડિજિટલ પેમેન્ટ (Digital Paytment) અને ફાઇનાન્સિયલ સર્વિસીસ કંપની પેટીએમ (Paytm)માં જોડાવા બદલ તેને 9 વર્ષ પહેલા તેમના પિતાના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

મિન્ટના જણાવ્યા પ્રમાણે કંપનીના એક સૂત્રએ રોયટર્સને જણાવ્યું હતું કે, પેટીએમના 2.5 અબજ ડોલરના IPO બાદ હાલના અને ભૂતપૂર્વ થઈ લગભગ 350 કર્મચારીઓની નેટવર્થ ઓછામાં ઓછી 1 કરોડ રૂપિયા થઈ છે. આવતા અઠવાડિયે પેટીએમની લિસ્ટિંગ (Paytm IPO listing) બાદ પાંડે જેવા ઘણા કર્મચારીઓ કરોડપતિ બની જશે.

પેટીએમનો આઇપીઓ 1.89 ગણો સબ્સક્રાઇબ

પેટીએમના 18,300 કરોડ રૂપિયાના આઇપીઓ માટે બુધવારે ઇશ્યૂના છેલ્લા દિવસ હતો. પેટીએમનો આઈપીઓ 1.89 ગણો ભરાયો હતો. પેટીએમનો આઈપીઓ દેશના ઇતિહાસમાં સૌથી મોટો સ્ટોક સેલ છે. આનાથી પેટીએમ દેશની સૌથી મૂલ્યવાન કંપનીઓમાંની એક બની ગઈ છે.

રિટેલ હિસ્સો ઝડપથી ભરાયો

શેરબજારની માહિતી મુજબ પેટીએમની પેરેન્ટ કંપની One97 કમ્યુનિકેશન્સ લિમિટેડના આઇપીઓને 4.83 કરોડ શેરની ઓફર પર કુલ 9.14 કરોડ શેરની બોલી મળી હતી. આઇપીઓ હેઠળ રિટેલ રોકાણકારોના સેગમેન્ટને ખૂબ ઝડપથી સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું. ઇન્સ્ટિટ્યુશનલ ખરીદદારો માટે અનામત શેર માટે બુધવારે જોરદાર બોલી બોલાઈ હતી. આ સેગમેન્ટને 2.79 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું.

હવે આ આઇપીઓના કારણે કંપનીના કર્મચારીઓને સારો નફો થશે. હવે 39 વર્ષીય પાંડે હવે કંપની સાથે નથી અને અન્ય સ્ટાર્ટ-અપમાં કામ કરી રહ્યો છે. પેટીએમમાં તેના સાત વર્ષના કામ દરમિયાન તેની પાસે હજારો શેર હોવાનો દાવો તેણે કર્યો હતો.

આ પણ વાંચો: Multibagger Stock: 18 વર્ષ પહેલા આ શેરમાં કરેલું 1 લાખનું રોકાણ આજે 1.24 કરોડ રૂપિયા થઈ ગયું!

પેટીએમના 10,000થી વધુ કર્મચારી

ઉલ્લેખનીય છે કે, Paytmમાં પ્રારંભિક સમયમાં 1,000 કરતા ઓછા સ્ટાફ કામ કરતો હતો. ત્યારે તે નાની પેમેન્ટ કંપની હતી. હવે આ કંપનીમાં 10,000 કરતાં વધુ કર્મચારીઓ છે. હવે 350 જેટલા વર્તમાન અને પૂર્વ કર્મચારીઓનું નસીબ ખુલી ગયું છે. તેઓ Paytmના IPOના કારણે પૈસાદાર બની ગયા છે.

આ પણ વાંચો: Paytm IPO: પેટીએમના IPOને મળ્યો નબળો પ્રતિસાદ, જાણો ગ્રે માર્કેટમાં શેરની કિંમત

સૌથી મોટો આઈપીઓ

Paytm એ IPO માટે શેર દીઠ રૂ. 2,080થી રૂ. 2,150ની કિંમત નક્કી કરી હતી. આ કિંમતના ઉચ્ચ સ્તરે કંપનીનું મૂલ્યાંકન રૂ.1.39 લાખ કરોડ થાય છે. પેટીએમનો આઈપીઓ કોલ ઈન્ડિયાના અગાઉના સૌથી મોટા આઈપીઓ કરતા પણ મોટો છે. કોલ ઈન્ડિયાનો આઈપીઓ રૂ.15,000 કરોડનો હતો.
First published: