નેસ્લેથી લઈને અનેક મોટી બ્રાન્ડ ‘અનહેલ્ધી’ ફૂડને લઈને વિવાદોથી ઘેરાઈ ચૂકી છે

નેસ્લેથી લઈને અનેક મોટી બ્રાન્ડ ‘અનહેલ્ધી’ ફૂડને લઈને વિવાદોથી ઘેરાઈ ચૂકી છે
પ્રતિકાત્મક તસવીર

મેગી, કિટકેટ અને નેસ્કેફે બનાવનાર કંપની નેસ્લેનું 60% ફૂડ અનહેલ્ધી છે. આ વાત કંપનીએ ખુદ સ્વીકારી છે.

  • Share this:
નવી દિલ્હીઃ દુનિયાની સૌથી મોટી ફૂડ એન્ડ ડ્રિંક કંપનીઓમાંની (Food and drink companies) એક નેસ્લે (nestle) અત્યારે વિવાદોમાં ઘેરાયેલી છે. મેગી, કિટકેટ અને નેસ્કેફે બનાવનાર કંપની નેસ્લેનું 60% ફૂડ અનહેલ્ધી (Food unhealthy) છે. આ વાત કંપનીએ ખુદ સ્વીકારી છે અને અત્યારે તે તેના ફૂડની ન્યુટ્રીશનલ વેલ્યૂ (Nutritional value) વધારવા પર કામ કરી રહી છે. માત્ર નેસ્લે કંપની આ પ્રકારના વિવાદથી ઘેરાયેલી નથી, પરંતુ અગાઉ પણ અનેક કંપની નુકસાનદાયક ફૂડને લઈને વિવાદમાં આવી છે.

મેગીમાં MSG


ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI)એ વર્ષ 2015માં મેગી પર પ્રતિબંધ લગાવ્યો હતો. પરીક્ષણ પરથી જાણવા મળ્યું હતું કે મેગીમાં અધિક માત્રામાં લીડ એટલે કે સીસા રહેલું હતું અને પેકેટ પર ભ્રામક રૂપે ‘નો એડેડ એમએસજી’ લખવામાં આવ્યું હતું. તે સમયે નેસ્લેએ સ્વાદ વધારવા માટે મોનોસોડિયમ ગ્લૂટામેટની માત્રા અંગે જાણ કરી નહોતી. વિવાદોમાં આવ્યા બાદ નેસ્લેએ ‘નો એડેડ એમએસજી’ના દાવાને દૂર કર્યા બાદ મેગીને ફરીથી માર્કેટમાં રજૂ કરી હતી.

મધમાં Sugar Syrup
દિલ્હી સ્થિત એક ખાનગી સંગઠન સેન્ટર ફોર એન્વાયરોમેન્ટ (CSE)એ એક સ્ટડી કરી છે. સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, પતંજલિ, ડાબર અને ઝંડૂ સહિતની મોટી બ્રાન્ડ દ્વારા વેચવામાં આવતા મધમાં ચોખા, મકાઈ અને બીટથી બનેલ ચાસણીથી ભેળસેળ કરવામાં આવી હતી. આ મોટી બ્રાન્ડોએ ખાંડયુક્ત મધને ‘શુદ્ધ મધ’ તરીકે વેચ્યું. તપાસ કરવામાં આવતા તેમાં 77 ટકા મધરૂપે ચાસણીની ભેળસેળ જોવા મળી હતી. મોટી બ્રાન્ડોએ સ્ટડીના દાવાનું ખંડન કર્યું અને તેમના દાવાને વધુ મહત્વ આપવા માટે ન્યૂઝપેપરમાં મોટી મોટી જાહેરાત પણ કરી.

આ પણ વાંચોઃ-રામ રાખે તેને કોણ ચાખે! ટ્રક નીચે આવી ગયા બાઈક પર જતા બે યુવકો, ચમત્કારી રીતે બચતા યુવકોનો live video

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પૂર્વ વિસ્તારનો કુખ્યાત બુટલેગર બંસી ઝડપાયો, 11 મોંઘીદાટ ગાડીઓ જપ્ત, બૂટલેગર કેવી રીતે બન્યો બંસી બિલ્ડર?

આ પણ વાંચોઃ-જૂનાગઢના પૂર્વ મેયરના પુત્રની હત્યાના આરોપી મચ્છર, ઋષિરાજ અને રામને ફિલ્મી ઢબે પીછો કરી દબોચી લીધા, કેમ કરી હત્યા?

આ પણ વાંચોઃ-રાજકોટઃ વેજાગામમાં કૂવામાંથી મળી ભરવાડ પરિવારના ત્રણ ભાઈ-બહેનની લાશ, પરિવારો પર આભ તૂટી પડ્યું

મધર ડેરીમાં ડિટર્જન્ટ
વર્ષ 2015માં મધર ડેરીના દૂધમાં ડિટર્જન્ટની માત્રા જોવા મળી હતી. ઉત્તરપ્રદેશ ખાદ્ય અને ઔષધિ પ્રશાસને આ વાતનો ખુલાસો કર્યો હતો. જોકે, મધર ડેરીએ પાઉચમાં વેચાતા દૂધમાં ભેળસેળ થતી હોવાની વાતથી ઈન્કાર કર્યો હતો.બ્રિટાનિયામાં કાર્સિનોજેન્સ
વર્ષ 2016માં CSE પરીક્ષણમાં જાણવા મળ્યું હતું કે બ્રિટાનિયાના પેક્ડ બ્રેડ, પાંવ અને બન્સમાં પોટેશિયમ બ્રોમેટ અને આયોડેટ શામેલ છે. જેના કારણે સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન થઈ શકે છે. સ્ટડીમાં ડોમિનોઝ, મેકડોનાલ્ડ અને સબવે જેવી ફાસ્ટ ફૂડ ચેઈનમાં બન્સ અને પિત્ઝા બેઝમાં રસાયણની માત્રા જોવા મળી હતી. તે બાદ તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
Published by:News18 Gujarati
First published:June 03, 2021, 22:50 pm

ટૉપ ન્યૂઝ