અગામી 3 મહિનામાં નવી નોકરીઓનો ચાન્સ ઓછો, 19% કંપનીઓ જ કરશે નવી ભરતી

News18 Gujarati
Updated: September 10, 2019, 8:05 PM IST
અગામી 3 મહિનામાં નવી નોકરીઓનો ચાન્સ ઓછો, 19%  કંપનીઓ જ કરશે નવી ભરતી
વૈશ્વિક સંસ્થા મેનપાવર ગ્રુપ એમ્પલોયમેન્ટ આઉટલુકનો આ સર્વે મંગળવારે જાહેર કરવામાં આવ્યો

વૈશ્વિક સંસ્થા મેનપાવર ગ્રુપ એમ્પલોયમેન્ટ આઉટલુકનો આ સર્વે મંગળવારે જાહેર કરવામાં આવ્યો

  • Share this:
દેશ-દુનિયામાં આર્થિક સુસ્તી વચ્ચે ભારતમાં અગામી ત્રિમાસિક દરમિયાન 19 ટકા કંપનીઓ જ નવા લોકોને નોકરી આપવાની યોજના બનાવી રહી છે. 52 ટકા લોકોએ પોતાના વર્ક ફોર્સમાં કોઈ પણ પ્રકારના ફેરફારની આશા નથી. એક વૈશ્વિક અભ્યાસમાં આ સામે આવ્યું છે. વૈશ્વિક સંસ્થા મેનપાવર ગ્રુપ એમ્પલોયમેન્ટ આઉટલુકનો આ સર્વે મંગળવારે જાહેર કરવામાં આવ્યો. આ સર્વેમાં દેશભરમાં 5,131 નિયોક્તાઓ સાથે ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રિમાસિક દરમિયાન આર્થિક પરિવેશ અને નવી નોકરીઓની સંભાવના મુદ્દે વાતચીત કરવામાં આવી.

19% કંપનીઓ જ વધારશે વર્ક ફોર્સ
માત્ર 19 ટકા કંપનીઓએ જ કહ્યું કે, તેમને પોતાના વર્ક ફોર્સમાં વધારો કરવાની આશા છે. જ્યારે 52 ટકાએ કહ્યું કે, તેમના કર્મચારીઓની સંખ્યામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થવાની હાલ કોઈ આશા નથી. આ સિવાય 28 ટકા એવા નિયોક્તાઓ પણ હતા જેમણે કહ્યું કે, કર્મચારીઓની સંખ્યામાં વૃદ્ધિ વિશે હાલ કઈ કહી ન શકીએ.

નવી નોકરીઓના મામલામાં ભારત ચોથા નંબર પર - સર્વે
નવી નોકરીઓની યોજના વિશે અપેક્ષાકૃત નબળા આંકડા હોવા છતા અગામી ત્રિમાસિક દરમિયાન નવી નોકરી પેદા કરવાને લઈ ભારત દુનિયામાં ચોથા નંબર રહે તેવું અનુમાન છે. અગામી ત્રિમાસિકમાં નવી નોકરીઓની યોજનાના મામલામાં જાપાન પહેલા, તાઈવાન બીજા અને અમેરિકા ત્રીજા નંબર પર રહેવાની આશા છે, જ્યારે ભારત ચોથા સ્થાન પર રહી શકે છે. જાપાનમાં 26 ટકા નિયોક્તાઓએ ઓક્ટોબરથી ડિસેમ્બરમાં નવા લોકોને નોકરી આપવાની પોતાની યોજના વિશે જણાવ્યું. ત્યારબાદ તાઈવાનમાં 21 ટકા, અમેરિકામાં 20 ટકાએ કહ્યું કે તેમની અગામી ત્રિમાસિક દરમિયાન નવા લોકોને નોકરી પર રાખવાની યોજના છે.

આ દેશમાં સંકટમાં નવી નોકરીઓમેનપાવર સમૂહના ચેરમેન અને સીઈઓ જોનાસ પ્રાઈસિંગે કહ્યું કે, દુનિયાભરના દેશોમાં નવી નોકરીઓને લઈ યોજનામાં અલગ-અલગ પરિણામ જોવા મળ્યા છે. કેટલીક મોટી અર્થવ્યવસ્થાઓમાં સ્થિતિ સારી રહી છે, જ્યારે બ્રેક્ઝિટ અને ટેક્સને લઈ ચાલી રહેલી ખેંચતાણથી અન્ય દેશોમાં નવી નોકરીઓને લઈ મંશા કઈંક નબળી જોવા મળી રહી છે.

44 દેશોના 59 હજાર નિયોક્તાઓ સાથે વાતચીત કરી કરવામાં આવ્યો સર્વે
મેનપાવર દુનિયાભરમાં 44 દેશોમાં 59,000 નિયોક્તાઓ સાથે વાતચીત કરી છે. અભ્યાસમાં એ વાત સામે આવી કે, અગામી ત્રણ મહિના દરમિયાન 43-44 દેશોમાં નિયોક્તાઓને પોતાના કર્મચારી વધવાની આશા છે. જો આ પહેલાના ત્રિમાસિકની વાત કરીએ તો, ત્યારે 44 દેશો અને પ્રદેશોમાંથી 15 દેશોના નિયોક્તાઓએ નવી નોકરીઓ વિશે મજબૂત યોજનાનો ખુલાસો કર્યો હતો. જ્યારે 23 દેશોના નિયોક્તાઓએ નબળા રોજગારની વાત કરી હતી. ચીનના ઉદ્યોગ માલિકોએ અગામી ત્રિમાસિકમાં નવા રોજગારને લઈ સતર્ક વલણ અપનાવવાની વાત કરી. ચીનના માત્ર ચાર ટકા નિયોક્તાઓએ જ રોજગાર વધવાની વાત કરી છે. છેલ્લા બે વર્ષમાં ચીનના મામલામાં આ સૌથી નબળુ પરિદ્રશ્ય રહ્યું છે.
First published: September 10, 2019, 8:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading