દેશને 'મંદી'થી બચાવવા મનમોહન સિંહે મોદી સરકારને આપી આ 5 સલાહ
News18 Gujarati Updated: September 12, 2019, 12:10 PM IST

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ (ફાઇલ તસવીર)
મોદી સરકારે સૌ પહેલા તો સ્વીકારવું પડશે કે દેશ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે : મનમોહન સિંહ
- News18 Gujarati
- Last Updated: September 12, 2019, 12:10 PM IST
નવી દિલ્હી : દેશની અર્થવ્યવસ્થા (Indian Economy Slowdown)ને ફરી પાટા પર લાવવા માટે પૂર્વ વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી ડૉ. મનમોહન સિંહ (Former Prime Minister of India Manmohan Singh)એ મોદી સરકાર ને અનેક મહત્વપૂર્ણ સલાહ આપી છે. અખબાર દૈનિક ભાસ્કરને આપેલા વિશેષ ઇન્ટરવ્યૂમાં મનમોહન સિંહે કહ્યું કે, સરકારને નોકરીઓ (Jobs Creation) આપનારા સેક્ટર્સને મજબૂત કરવા જોઈએ. સાથોસાથ, તેમનું માનવું છે કે, દેશ આર્થિક સુસ્તીના સમયમાંથી પસાર થઈ રહ્યો છે, તે સ્ટ્રક્ચરલ અને સાઇક્લિક બંને છે.
મનમોહન સિંહ કહ્યું છે કે, પહેલું પગલું એ છે કે સ્વીકારવું જોઈએ કે આપણે સંકટનો સામનો કરી રહ્યા છીએ. સરકારે એક્સપર્ટ્સ અને તમામ સ્ટોકહોલ્ડર્સની વાતો ખૂલ્લા મનથી સાંભળવી જોઈએ. સેક્ટર મુજબ જાહેરાતો કરવાને બદલે હવે સરકાર સમગ્ર આર્થિક માળઆને એક સાથે આગળ ધપાવવા પર કામ કરે. મનમોહન સિંહે આર્થિક સ્થિતિ સુધારવા માટે આ પાંચ પગલાં ઉઠાવવાની સલાહ આપી છે.
મનમોહન સિંહે સલાહ આપતાં કહ્યું છે કે, જીએસટીને તર્કસંગત કરવો પડશે, ભલે થોડા સમય માટે ટેક્સમાં નુકસાન થાય. ગ્રામીણ વપરાશ વધારવા અને કૃષિને ફરી બેઠી કરવા માટે નવી પદ્ધતિ શોધવી પડશે. કોંગ્રેસના ઘોષણા-પત્રમાં મજબૂત વિકલ્પ છે, જેમાં કૃષિ બજારોને ફ્રી કરીને લોકોને પૈસા પરત કરી શકાય છે.>> મૂડી નિર્માણ માટે લોનની ઘટ દૂર કરવી જોઈએ. માત્ર સાર્વજનિક ક્ષેત્રની બેંક નહીં, પરંતુ એનબીએફસી સાથે પણ ઠગાઈ થાય છે. કાપડ, ઓટો, ઇલેક્ટ્રોનિક્સ અને સસ્તા મકાનો જેવા મુખ્ય નોકરી આપનારા ક્ષેત્રોને પુનર્જીવિત કરવા પડશે. તેના માટે સરળ લોન આપવી પડશે. ખાસ કરીને એમએસએમઈ માટે મોટા પગલાં ભરવા પડશે.
આ પણ વાંચો, નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, 'ઓટો સેક્ટરની મંદી માટે Ola, Uber જવાબદાર'
>> આપણે અમેરિકા-ચીનમાં ચાલી રહેલા ટ્રેડવોરના કારણે ખૂલી રહેલા નવા નિકાસ બજારોને ઓળખવા પડશે. યાદ રાખવું જોઈએ કે સાઇક્લિક અને સ્ટ્રક્ચરલ બંને સમસ્યાઓનું સમાધાન જરૂરી છે. તો જ 3-4 વર્ષમાં ઉચ્ચ વિકાસ દરને પરત મેળવી શકાય છે. >> મનમોહન સિંહનું એવું પણ માનવું છે કે, ભારત ખૂબ ચિંતાજનક આર્થિક મંદીમાં છે. છેલ્લા ક્વાર્ટરની 5 ટકા જીડીપી વિકાસ દર 6 વર્ષમાં સૌથી ઓછો છે.
>> નોમિનલ જીડીપી ગ્રોથ પણ 15 વર્ષના નીચલા સ્તરે છે. અર્થવ્યવસ્થાના અનેક પ્રમુખ ક્ષેત્રો પ્રભાવિત થયા છે. તેની સાથે જ ઓટોમોટિવ સેક્ટરના ઉત્પાદનમાં ભારે ઘટાડો નોંધાયો છે.
આ પણ વાંચો, 13 સપ્ટેમ્બર સુધીમાં ખરીદો બજાર ભાવ કરતાં સસ્તું સોનું, તક ચૂકી ન જતા!
>> સાડા ત્રણ લાખથી વધુ નોકરીઓ જઈ ચૂકી છે. રિયલ એસ્ટેટ સેક્ટર સારું પ્રદર્શન નથી કરી રહ્યું, જેના કારણે ઈંટ, સ્ટીલ તથા ઇલેક્ટ્રિકલ્સ જેવા સંબંદ્ધ ઉદ્યોગ પણ પ્રભાવિત થઈ રહ્યા છે.
>> કોલસો, કાચું તેલ અને પ્રાકૃતિક ગેસના ઉત્પાદનમાં ઘટાડા બાદ કોર સેક્ટર ધીમું થઈ ગયું છે. ગ્રામીણ અર્થવયવસ્થા પાકની અર્પાપ્ત કિંમતોથી ગ્રસ્ત છે. 2017-18માં બેરોજગારી 45 વર્ષના ઉચ્ચ રસ્ત પર રહી.
આ પણ વાંચો, Hondaની ગાડીઓ પર મળી રહ્યું છે 4 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ, જાણો ઑફર્સ
મનમોહન સિંહ કહ્યું છે કે, પહેલું પગલું એ છે કે સ્વીકારવું જોઈએ કે આપણે સંકટનો સામનો કરી રહ્યા છીએ. સરકારે એક્સપર્ટ્સ અને તમામ સ્ટોકહોલ્ડર્સની વાતો ખૂલ્લા મનથી સાંભળવી જોઈએ. સેક્ટર મુજબ જાહેરાતો કરવાને બદલે હવે સરકાર સમગ્ર આર્થિક માળઆને એક સાથે આગળ ધપાવવા પર કામ કરે. મનમોહન સિંહે આર્થિક સ્થિતિ સુધારવા માટે આ પાંચ પગલાં ઉઠાવવાની સલાહ આપી છે.
મનમોહન સિંહે સલાહ આપતાં કહ્યું છે કે, જીએસટીને તર્કસંગત કરવો પડશે, ભલે થોડા સમય માટે ટેક્સમાં નુકસાન થાય. ગ્રામીણ વપરાશ વધારવા અને કૃષિને ફરી બેઠી કરવા માટે નવી પદ્ધતિ શોધવી પડશે. કોંગ્રેસના ઘોષણા-પત્રમાં મજબૂત વિકલ્પ છે, જેમાં કૃષિ બજારોને ફ્રી કરીને લોકોને પૈસા પરત કરી શકાય છે.>> મૂડી નિર્માણ માટે લોનની ઘટ દૂર કરવી જોઈએ. માત્ર સાર્વજનિક ક્ષેત્રની બેંક નહીં, પરંતુ એનબીએફસી સાથે પણ ઠગાઈ થાય છે. કાપડ, ઓટો, ઇલેક્ટ્રોનિક્સ અને સસ્તા મકાનો જેવા મુખ્ય નોકરી આપનારા ક્ષેત્રોને પુનર્જીવિત કરવા પડશે. તેના માટે સરળ લોન આપવી પડશે. ખાસ કરીને એમએસએમઈ માટે મોટા પગલાં ભરવા પડશે.
આ પણ વાંચો, નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, 'ઓટો સેક્ટરની મંદી માટે Ola, Uber જવાબદાર'
>> આપણે અમેરિકા-ચીનમાં ચાલી રહેલા ટ્રેડવોરના કારણે ખૂલી રહેલા નવા નિકાસ બજારોને ઓળખવા પડશે. યાદ રાખવું જોઈએ કે સાઇક્લિક અને સ્ટ્રક્ચરલ બંને સમસ્યાઓનું સમાધાન જરૂરી છે. તો જ 3-4 વર્ષમાં ઉચ્ચ વિકાસ દરને પરત મેળવી શકાય છે.
Loading...