મનમોહન સિંહે આર્થિક સ્થિતિ બગડવાનું કારણ જણાવ્યું, મોદી સરકારને ઉપાય સૂચવ્યા

News18 Gujarati
Updated: November 18, 2019, 12:30 PM IST
મનમોહન સિંહે આર્થિક સ્થિતિ બગડવાનું કારણ જણાવ્યું, મોદી સરકારને ઉપાય સૂચવ્યા
લોકોને લાગે છે કે તેમને સાંભળનારું કોઈ નથી. આ અવિશ્વાસ અને ડર માટે મોદી સરકાર સમગ્રપણે જવાબદાર છે. (ફાઇલ તસવીર)

મનમોહન સિંહે કહ્યુ કે, સરકાર અને સંસ્થાઓમાં નાગરિકોના વિશ્વાસમાં ઘટાડાના કારણે અર્થવ્યવસ્થામાં સુસ્તી આવી છે.

  • Share this:
નવી દિલ્હી : પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ (Manmohan Singh)એ આર્થિક વિકાસ (Economy Growth) પર ચિંતા વ્યક્ત કરતાં 'ધ હિન્દુ'માં ભારતીય અર્થવ્યવસ્થામાં બેચેની પર કેન્દ્રિત એક લેખ લખ્યો છે. પોતાના આ લેખમાં મનમોહન સિંહે ભારતની અર્થવ્યવસ્થાને ચિંતાજનક ગણાવતાં તેના કારણ અને ઉપાય પર ચર્ચા કરી છે. મનમોહન સિંહે કહ્યુ કે, સરકાર અને સંસ્થાઓમાં નાગરિકોના વિશ્વાસમાં ઘટાડાના કારણે અર્થવ્યવસ્થામાં સુસ્તી આવી છે. પ્રસિદ્ધ અર્થશાસ્ત્રીએ સાથોસાથ લખ્યું છે કે ભારતની અર્થવ્યવસ્થાની સ્થિતિ ખૂબ ચિંતાજનક છે.

મનમોહન સિંહે લખ્યું કે, હવે કેટલીક વાતો સ્પષ્ટ થઈ ચૂકી છે - જીડીપી વૃદ્ધિ દર 15 વર્ષમાં સૌથી નીચલા સ્તરે છે, સ્થાનિક ઉપભોગ છેલ્લા ચાર દશકમાં સૌથી નીચે પહોંચી ગયો છે અને બેરોજગારી 45 વર્ષના સૌથી ઊંચા સ્તરે છે. બેંકોની લૉન ડૂબવાનો મામલો સૌથી ઊંચા સ્તરે છે અને વીજળી ઉત્પાદન 15 વર્ષના સૌથી નીચલા સ્તરે પડી ગયું છે.

મનમોહન સિંહે લખ્યું છે કે, તેમની અનેક ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત થઈ. આ મુલાકાતોમાં ઉદ્યગપતિ જણાવે છે કે તેઓ સરકારી અધિકારીઓથી પરેશાન થવાના ડરથી જીવી રહ્યા છે. બેંક નવી લૉન નથી આપવા માંગતી કારણ કે તેમને લૉન ડૂબવાનો ખતરો લાગે છે. લોકો નવા ઉદ્યોગ શરૂ કરવાથી ડરી રહ્યા છે કે કેટલાક લોકોની ખરાબ નિયતના કારણે તે ડૂબી શકે છે.

મનમોહન સિંહે તેની સાથે કહ્યુ કે, લોકો પોતાને અસહાય અનુભવી રહ્યા છે. લોકોને લાગે છે કે તેમને સાંભળનારું કોઈ નથી. આ અવિશ્વાસ અને ડર માટે મોદી સરકાર સમગ્રપણે જવાબદાર છે.

સરકાર અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપનારા લોકોને આશંકાની નજરે જુએ છે

પૂર્વ વડાપ્રધાને કહ્યુ કે, મોદી સરકાર અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપનારા લોકોને આશંકાની નજરે જુએ છે. તેઓએ કહ્યુ કે, નરેન્દ્ર મોદી સરકારની પૉલિસી ફ્રેમવર્ક કંઈક એવું છે કે તમામ ઉદ્યોગપતિ, બેંક અધિકારી, રેગ્યુલેટર અને નાગરિક ફ્રૉડ છે, છેતરનાર છે.માંગ વધારવા માટે નીતિઓ બનાવવી જરૂરી

વિશ્વના પ્રસિદ્ધ અર્થશાસ્ત્રીઓમાં સામેલ સિંહે કહ્યુ કે, રિટેલ ઇન્ફલેશનના જે આંકડા સામે આવ્યા છે તેણે આ પ્રકારનો ઈશારો મળે છે. મનમોહન સિંહે કહ્યુ કે, સરકારને તાત્કાલિક એવી નીતિઓ બનાવવી જોઈએ જેનાથી માંગ વધે.

ભારતે ચીનની મંદીનો લાભ લેવાની જરૂર હતી

મનમોહન સિંહે સરકારને ચેતવી છે કે ભારત આજે દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા પૈકીની એક છે અને તમે તેની સાથે મરજી મુજબ રમી ન શકો. તેઓએ કહ્યુ કે, આ એ સમય છે જ્યારે ભારતની પાસે આંતરરાષ્ટ્રીય બજારમાં મોટી તકો ઉપલબ્ધ છે. તેઓએ કહ્યુ કે, ચીનની અર્થવ્યવસ્થામાં હાલ મંદી ચાલી રહી છે અને ભારતની પાસે તક હતી કે તે પોતાનો વેપાર દુનિયાભરમાં વધારતું.

આ પણ વાંચો,

હવે ટ્રેનમાં ભોજન માટે ખર્ચ કરવા પડશે વધારે પૈસા, જાણો કેટલો વધ્યો ભાવ
આ તારીખથી ફરજિયાત થશે Fastag, જાણો તેને ક્યાથી ખરીદો અને શું છે ફાયદો
First published: November 18, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading