Home /News /business /

Sensex એક મહિનામાં 4,818 પોઇન્ટ તૂટ્યો, આજે 1747 પોઇન્ટનો કડાકો; નાના રોકાણકારોએ બદલી બજારોની સ્થિતિ

Sensex એક મહિનામાં 4,818 પોઇન્ટ તૂટ્યો, આજે 1747 પોઇન્ટનો કડાકો; નાના રોકાણકારોએ બદલી બજારોની સ્થિતિ

સેન્સેક્સમાં કડાકો

Manic Monday, Sensex Down: ભારતીય શેરબજારના ભાવિ નિર્માતાઓ વિદેશી રોકાણકારો હતા અને સેન્સેક્સ-નિફ્ટી એફઆઈઆઈના સૂર પર નાચતા હતા તે વાત ભૂતકાળ બની ગઈ છે. હવે ભારતનું શેરબજાર ભારતીય રોકાણકારો દ્વારા નક્કી કરવામાં આવેલી દિશામાં આગળ વધી રહ્યું છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: ભારતીય શેર બજાર (Indian Stock Market)માં આવેલા ઘટાડાઓ રોકાણકારોને ડરાવી દીધા છે. આજનો દિવસ બજાર માટે બ્લેક મંડે (Black Monday) સાબિત થયો છે. સેન્સેક્સ (Sensex) 1747 પોઈન્ટ એટલે કે ત્રણ ટકા તૂટીને 56,405ના સ્તર પર બંધ રહ્યો છે. નિફ્ટી (Nifty) પણ 560 પોઈન્ટ તૂટીને 16,814 સુધી સરક્યો છે. ખાસ વાત એ છે કે ચોતરફ વેચવાલી જ જોવા મળી રહી છે. નાના-મોટા તમામ સ્ટોક્સમાં ઘટાડો જોવા મળ્યો છે. ફક્ત છેલ્લા એક મહિનાની વાત કરીએ તો સેન્સેક્સ 4,818 પોઈન્ટ તૂટી ગયો છે. હવે તમામ લોકો એક જ વાત કરી રહ્યા છે કે આ ઘટાડો ક્યારે બંધ થશે?

નાના રોકાણકારોએ બદલી ભારતીય શેર બજારોની સ્થિતિ

ગત સપ્તાહ ભારતીય શેરબજારો (Share market) માટે ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું હતું. જો મંગળવારને બાદ કરવામાં આવે તો દરરોજ બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી (Benchmark index nifty) ગેપ-અપ ઓપનિંગ અથવા તો ગેપ-ડાઉન જ દર્શાવે છે. અઠવાડિયાના છેલ્લા ત્રણ દિવસોની વાત કરવામાં આવે તો જે રીતે ઇન્ડેક્સ 1-1.5% ની તેજી સાથે ખુલ્યો હતો, તે આખા દિવસ દરમિયાન લગભગ એક સમાન જ જોવા મળ્યો હતો. આ બધી વાતોનો અર્થ શું છે?

બજારમાં ભ્રમની સ્થિતિ

જ્યારે બજારો ભ્રમની સ્થિતિમાં હોય છે, ત્યારે ખરીદનાર અને વેચનાર બંને થોડી સ્પષ્ટતાની આશામાં થોડી રાહ જોવાનું વલણ રાકે છે. તેથી પ્રાઈસ મૂવમેન્ટ (કિંમતોમાં ફેરફાર) ધીમે ધીમે થાય છે. જ્યારે બજારો ભારે ભ્રમની સ્થિતિમાં હોય છે ત્યારે તેમાં ઘણી અસ્થિરતા અને ઉતાર-ચડાવ જોવા મળે છે. આવું એટલા માટે થાય છે કારણ કે ખરીદનાર અને વેચનારને લાગે છે કે બજાર ખૂબ ઊંચા અથવા નીચા વેલ્યૂએશન પર પહોંચી ચૂક્યું છે, જેના કારણે બજારમાં ખૂબ જ તીવ્ર ઘટાડો અથવા ઉછાળો આવી શકે છે. જોકે, આ ઘટાડો કે ઉછાળો ક્યારે શરૂ થશે તેનું અનુમાન કરી શકતું નથી.

નાની એવી ખબરને પગલે માર્કેટ વધે-ઘટે છે!

આ કારણોસર બજારની સમગ્ર હિલચાલ ફક્ત ખબરો પર જ આધારિત હોય છે. આના કારણે કોઈપણ પોઝિટિવ ખબર પર વેચનાર તરત જ બજારમાં ફરીથી પ્રવેશ કરવા માંગે છે અને જેમણે કોઈપણ નેગેટિવ ખબર પર ખરીદી કરી છે, તેઓ ગભરાઈને બજારની બહાર નીકળવા માંગે છે. એક પોઝિટિવ ખબર પર શેરબજારમાં સૂચકાંકો 2-2.5% સુધી વધી શકે છે અને તે જ રીતે ખરાબ ખબર પર તરત જ પાછું પટકાઈ પણ જાય છે. આ સમગ્ર થિયરી પરથી આજે શેરબજારમાં જોવા મળેલી જબરદસ્ત વોલેટિલિટી સમજી શકાય છે. અમે છેલ્લા કેટલાક મહિનાઓથી વૈશ્વિક લિક્લિડિટી લગભગ નહિવત થવાના સમાચાર સાંભળી રહ્યા છીએ. અહીં કોઈપણ એક નકારાત્મક ખબર ખરીદનારનો પરસેવો પાડી શકે છે અને વેચાણકર્તાઓ પાર્ટી મોડમાં આવી જાય છે.

શુક્રવારે આ કારણે તૂટ્યું હતું માર્કેટ

શુક્રવારે પણ આવું જ જોવા મળ્યું જ્યારે અમેરિકાથી સમાચાર આવ્યા કે રિટેલ મોંઘવારી દર 7%થી પણ વધી ગયો છે. મોંધવારીના દરમાં સતત વધારાનો અર્થ એ છે કે યુએસ ફેડ દ્વારા માર્ચમાં અપેક્ષિત 25 બેસિસ પોઈન્ટ રેટમાં વધારો બમણો થઈ શકે છે. આ સાથે જ વ્યાજ દરમાં 3-4 નો વધારો 2022માં વધીને 5-6 સુધી પહોંચી શકે છે. આ સમાચારો બજારને પરેશાન કરે અને નુકસાન પહોંચાડે તેવા છે.

યુક્રેનમાં રશિયાની સૈન્ય કાર્યવાહી બજાર પર તલવારની જેમ લટકી રહી છે, આ જ વાતના ડરથી ક્રૂડ ઓઈલની કિંમત 90 ડોલરને પાર કરી ગઈ છે. પરંતુ આ ડર હોવા છતાં પણ બજારો સતત ઘાટાડા પછી પણ તેમની તાકાતનો અહેસાસ કરવા ઉછાળો પણ દર્શાવી રહ્યું છે. આનો શું અર્થ છે?કેટલાક આંકડા પર નજર

આ સમજવા માટે ગત અઠવાડિયાના કેટલાક આંકડાઓ પર એક નજર કરીએ કે સોમવારે નિફ્ટી 302 પોઈન્ટ્સ (1.73%) તૂટ્યો હતો. તે દિવસે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs)એ રૂ. 1157 કરોડ અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII)એ રૂ. 1376 કરોડનું વેચાણ કર્યું હતું. જોકે, મંગળવારે જ્યારે નિફ્ટી 53 પોઈન્ટ વધીને બંધ થયો, ત્યારે તે દિવસે FII રૂ. 1968 કરોડમાં વેચાયો હતો, પરંતુ DIIમાં ખરીદી રૂ. 1115 કરોડની રહી હતી.

આ પ્રમાણે બુધવાર અને ગુરુવારે નિફ્ટી અનુક્રમે 197 અને 142 પોઈન્ટ વધીને બંધ થયો હતો. આ બંને દિવસોમાં FII ક્રમશઃ રૂ. 892 અને રૂ. 1732 કરોડના વેચાણકર્તા રહ્યાં, જ્યારે DIIએ ક્રમશઃ રૂ. 1793 અને રૂ. 2727 કરોડની ખરીદી કરી. આ પછી શુક્રવારે ફરી એકવાર શેરબજારોમાં ભારે વેચવાલી જોવા મળી. નિફ્ટી ફરી એકવાર 231 પોઈન્ટ ગગડ્યો. જોકે તે દિવસે FIIs રૂ. 108 કરોડની ખરીદી જોવા મળી હતી, જ્યારે DII રૂ. 696 કરોડના વેચાણકર્તા રહ્યા હતા.

આ પણ વાંચો: આ 10 Stocks 3-4 અઠવાડિયામાં કરાવી શકે છે ડબલ ડિજિટ કમાણી

આ આંકડા કરી રહ્યાં છે જોરદાર કરામત

મૂળ વાત હવે એ છે કે જ્યારે ભારતીય શેરબજારના ભાવિ નિર્માતાઓ વિદેશી રોકાણકારો હતા અને સેન્સેક્સ-નિફ્ટી એફઆઈઆઈના સૂર પર નાચતા હતા તે વાત ભૂતકાળ બની ગઈ છે. હવે ભારતનું શેરબજાર ભારતીય રોકાણકારો દ્વારા નક્કી કરવામાં આવેલી દિશામાં આગળ વધી રહ્યું છે. FII ખરીદે કે વેચે તેની ખાસ કોઈ અસર જોવા મળતી નથી. બજાર એ બાજુ નમે છે, જ્યાં DII નમે છે.

DII એટલે ભારતના એ નાના રોકાણકાર કે જે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા શેરબજારોમાં SIP તરીકે દર મહિને 2000-4000 રૂપિયા મૂકે છે. ગયા વર્ષે ઑક્ટોબર 19એ જ્યારે સૂચકાંકો તેમની ઊંચી સપાટીને સ્પર્શ્યા પછી તેમા ઘટાડો શરૂ થયો, ત્યારથી ડિસેમ્બર 20 સુધી જ્યારે તેણે પોતાની નીચલી સપાટી જોઈ ત્યારે પણ FII દ્વારા ભારે વેચવાલી જોવા મળી હતી.

આ પણ વાંચો: LIC ઇશ્યૂનો 35% હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત

આવા સમયમાં પણ નાના રોકાણકારોએ ભારતની ગ્રોથ સ્ટોરીમાં તેમનો વિશ્વાસ યથાવત રાખ્યો હતો અને ડિસેમ્બરમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ રૂ. 25,077 કરોડ સપધી પહોંચાડ્યા જે એક રેકોર્ડ છે. જાન્યુઆરીમાં આ રકમ લગભગ અડધી થઈને રૂ. 14,888 કરોડ થઈ હોવા છતાં આ સતત 11મો મહિનો છે, જ્યારે રિટેલ રોકાણકારોએ શેરબજારમાં નેટ ઈન્વેસ્ટમેન્ટ કરવાનું ચાલુ રાખ્યું છે.

આ ફેક્ટર ભારતીય બજારની દિશા કરીશે નક્કી

આ એકમાત્ર ફેક્ટર છે જે આગામી મહિનાઓમાં ભારતીય શેરબજારોની દિશા નક્કી કરશે, કારણ કે જો FIIનું વેચાણ લાંબા સમય સુધી ચાલુ રહે અને બજારો તૂટવાનું શરૂ કરે તો ટૂંકા ગાળાના રોકાણકારોનું વલણ જોવાનું રોચક રહેશે. ઐતિહાસિક રીતે એવું જોવામાં આવ્યું છે તેજીમાં બજાર સામાન્ય રીતે તેના ઉચ્ચતમ સ્તરે હોય ત્યારે નાના રોકાણકારનો ફાળો મહત્વપૂર્ણ હોય છે. જેમ જેમ વેચવાલી વધે છે, તેમ તેમ તે ઝડપથી બજારમાં પાછા ફરવાનું પણ નક્કી કરતા હોય છે.

આ પણ વાંચો: Sensex તૂટ્યો, રોકાણકારોને આ પરિબળો પર નજર રાખવાની સલાહ

બજાર પોતાના ઉચ્ચતમ સ્તરોની નજીક ન આવે ત્યાં સુધી તે બજારની બહાર જ રહે છે. આ સ્થિતીમાં એક નવો ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે કે ઑક્ટોબર પછી જ્યારે પણ બજારોમાં તેજી આવવાનો આત્મવિશ્વાસ ડગમગાઈ જશે, ત્યાં સુધી નાના રોકાણકારો બજારમાં ચોખ્ખા ખરીદદાર રહ્યા છે. જ્યાં સુધી આ સ્થિતિ રહેશે ત્યાં સુધી બજારો દરેક ઘટાડા પછી બાઉન્સ બેક કરવાનું યથાવત રાખશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: BSE, NSE, Share market, Stock market, નિફ્ટી, સેન્સેક્સ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन