આ છે દેશમાં રિયલ એસ્ટેટ સેક્ટરનો સૌથી ધનવાન વ્યક્તિ, TOP-10 રિયલ એસ્ટેટ બાદશાહ!

News18 Gujarati
Updated: December 9, 2019, 4:48 PM IST
આ છે દેશમાં રિયલ એસ્ટેટ સેક્ટરનો સૌથી ધનવાન વ્યક્તિ, TOP-10 રિયલ એસ્ટેટ બાદશાહ!
મંગલ પ્રભાત લોઢા

લીસ્ટમાં સામેલ 99 અન્ય ભારતીયોની કુલ સંપદાના 12 ટકા લોઢા પરિવાર પાસે છે.

  • Share this:
લોઢા ડેવલપર્સના એમપી લોઢા અને તેમના પરિવારને દેશના રિયલ એસ્ટેટ સેક્ટરના સૌથી ધનવાન ઉદ્યોગપતિ આંકવામાં આવ્યા છે. તેમની કુલ સંપત્તિઓ 31,960 કરોડ રૂપિયા છે. આ લિસ્ટમાં DLFના રાજીવ સિંહ બીજા નંબરે અને Embassy groupના સંસ્થાપક જિતેન્દ્ર વિરવાની ત્રીજા સ્થાન પર છે. હરૂન રિપોર્ટ અને ગ્રોહી ઈન્ડિયાએ સોમવારે ગ્રોહી હરૂન ઈન્ડીયા રિયલ એસ્ટેટ રિચ લિસ્ટ 2019નું ત્રીનું સંસ્કરણ જાહેર કર્યું. આ રિપોર્ટમાં દેશના રિયલ એસ્ટેટ ક્ષેત્રના પૈસાદાર વ્યક્તિઓ વિશે જાણકારી આપવામાં આવી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 31,960 કરોડ રૂપિયાની સંપદા સાથે મંગલ પ્રભાત લોઢા અને મેક્રોટેક ડેવલપર્સનો પરિવાર (જુનુ નામ લોઢા ડેવલપર્સ) લીસ્ટમાં પહેલા સ્થાન પર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, લોઢા પરિવારની સંપદા 2019માં 18 ટકા વધી છે. લીસ્ટમાં સામેલ 99 અન્ય ભારતીયોની કુલ સંપદાના 12 ટકા લોઢા પરિવાર પાસે છે.

આ લિસ્ટમાં ડીએલએફના રાજીવ સિંહ 25,080 કરોડ રૂપિયાની સંપદા સાથે બીજા સ્થાન પર છે. 2019માં તેમની સંપત્તિ 42 ટકા વધી છે. ગત વર્ષે તે આ લિસ્ટમાં ત્રીજા નંબર પર હતા. એમ્બેસી પ્રોપર્ટી ડેવલપમેન્ટ્સના જિતેન્દ્ર વિરવાની 24,750 કરોડ રૂપિયાની સંપદા સાથે ત્રીજા સ્થાન પર છે. આ લીસ્ટ આ ઉદ્યોગપતિઓની 30 સપ્ટેમ્બર, 2019 સુધીની સંપત્તિઓના આધાર પર તૈયાર કરવામાં આવ્યું છે.

રિયલ એસ્ટેટ ક્ષેત્રના પૈસાદારના લીસ્ટમાં હીરાનંદાની કમ્યુનિટીઝ ગ્રુપના નીરંજન હીરાનંદાની 17,030 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ચોથા સ્થાન પર, રહેજાના ચંદ્ર રહેજા અને પરિવાર 15,480 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે પાંચમા સ્થાન પર, ઓબેરોય રિયલ્ટીના વિકાસ ઓબેરોય 13,910 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે છઠ્ઠા સ્થાન પર અને બાગમાને ડેવલપર્સના રાજા બાગમાને 9,960 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે 7મા સ્થાન પર છે.

હાઉસ ઓફ હારીનંદાની, સિંગાપુરના સુરેન્દ્ર હીરાનંદાની 9720 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે સાથે 8મા સ્થાને, મુંબઈના રનવાલ ડેવલપર્સ સુભાષ રનવાલ અને પરિવાર 7,100 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે 9મા અને પીરામલ રિયલ્ટીના અજય પીરામલ અને પરિવાર 6560 કરોડની સંપત્તિ સાથે 10મા સ્થાન પર છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, રીયલ એસ્ટેટ ક્ષેત્રના 10 સૌથી ધનવાન ઉદ્યોગપતિમાંથી 6 મુંબઈના છે. સૌથી પૈસાદારમાંથી 37 લોકો મુંબઈના છે. આ લિસ્ટમાં દિલ્હી અને બેંગ્લોરના 19-19 ઉદ્યોગપતિના નામ છે.
First published: December 9, 2019
વધુ વાંચો
अगली ख़बर