સોનાના આભૂષણો ખરીદવાનો છે પ્લાન? તો થોડો સમય રોકાઈ જાવ

 • Share this:
  આપ જો સોનાની જ્વેલરી ખરીદવાનું પ્લાનીંગ કરી રહ્યાં છો તો તમારે થોડો સમય રોકાવવું પડશે, કારણ કે થોડા દિવસોમાં સોનાની જ્વેલરી ખરીદવાનો નિયમ બદલાઈ શકે છે. જેનો જ્વેલપી ઈન્ડસ્ટ્રી પર બહુ મોટો અસર પડવાનો છે. જોકે ગ્રાહકોને આ નિયમથી ફાયદો થશે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે નવા ફાઈનાન્સિયલ યરમાં સરકાર નવા નિયમોને બનાવી દેશે.

  બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડે (બીઆઈએસ) એક્ટ અંતર્ગત નવા નિયમોને કાયદા મંત્રાલયની પાસે મોકલ્યા હતાં, જ્યાંથી તે પાસ થયાની ખબર છે. હવે આ મામલો ઉપભોક્તા મંત્રાલયની પાસે છે.

  નવા નિયમો અંતર્ગત હવે સોનાની જ્વેલરીનું હોલ માર્કિંગ થવું અનિવાર્ય છે. જેના માટે જ્વેલર્સ પાસે લાઈસન્સ હોવું જરૂરી છે. હોલમાર્કિંગથી જ્વેલરીમાં સોનું કેટલું છે અને અન્ય મેટલ કેટલી છે તેનો રોકોર્ડ રહે છે.  મીડિયા રિપોર્ટસ પ્રમાણે હોલમાર્કવાળી જ્વેલરી લાવવા માટે 6 મહિનાનો સમય આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે અનિવાર્ય હોલમાર્કિંગ માટે ઉપભોક્તા મંત્રાલય તરફથી આપાયેલ 1 જાન્યુઆરીની ડેડલાઈન જતી રહી છે પરંતુ નિયમો હજી આવ્યાં નથી.

  નિયમો પ્રમાણે સોનાની 3 કેટેગરી હોય છે, 22 કેરેટ, 18 કેરેટ અને 14 કેરેટ. આ કેટેગરી પ્રમાણે જ તેની હોલમાર્કિંગ કરવામાં આવે છે.

  દેશમાં 4 લાખથી વધારે જ્વેલર્સ છે પરંતુ 21.692 એ જ હોલમાર્કિંગનું લાયસન્સ લીધું છે. હોલમાર્કિંગ લેવું અત્યારે વૈકલ્પિક છે. આના લાયસન્સની ફી 25 હજાર રૂપિયા છે. હોલમાર્કિંગ ન થવાથી નકલી સોનું વેચાય છે. વિશેષજ્ઞો કહે છે કે આ પગલું ગ્રાહક અને જ્વેલર્સ બંન્ને માટે સારું છે.

  આઈએસઆઈ માર્કની જેમ સોના પર હોલમાર્કનું નિશાન હોય છે જે બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ દ્રારા આપવામાં આવ્યો છે. સોની દ્વારા હોલમાર્ક કરવામાં નથી આવતું પરંતુ એક ખાસ લેબોરેટરીમાં હોલમાર્ક થાય છે. બીઆઈએસ પાસેથી લાઈસન્સ મેળવેલ સોની જ શુદ્ધ હોલમાર્કવાળું સોનું આપી શકે છે. તેનાથી આભૂષણોની કિંમતમાં કોઈ વધારો થતો નથી. કારણ કે હોલમાર્ક લગાવવાના માત્ર 25 રૂપિયા થાય છે.
  Published by:Kaushal Pancholi
  First published: