Home /News /business /Zerodhaના નીતિન કામથે શા માટે એવુ કહ્યુ કે શેરબજારમાં રૂપિયા કમાવવા ખાવાનો ખેલ નથી?

Zerodhaના નીતિન કામથે શા માટે એવુ કહ્યુ કે શેરબજારમાં રૂપિયા કમાવવા ખાવાનો ખેલ નથી?

ઈન્ડેક્સ મ્યુચ્યુઅલ ફંડથી કરી શકો રોકાણની શરૂઆત

Investing Tips: શેરબજારમાં કમાણી કરવી સરળ નથી. ઈન્ડેક્ષ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને રોકાણની શરૂઆત કરવી તે એક યોગ્ય નિર્ણય છે. એક વાર રોકાણ કરવાની શરૂઆત કર્યા બાદ તમે શેરબજાર પર સતત નજર રાખો છો, જેથી તમે એક ખાસ ક્ષેત્રે તમારી પસંદ વિકસિત કરો છો.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ દેશના સૌથી મોટા સ્ટોકબ્રોકિંગ હાઉસ ઝીરોધા (Zerodha)ના CEO અને કો-ફાઉન્ડર નિતિન કામથે રોકાણ અંગે પોતાનો વિચાર રજૂ કર્યો છે. તેઓ જણાવે છે કે, નાણાકીય સ્વતંત્રતા રહે તે માટે વહેલામાં વહેલી તકે રોકાણ કરવાની આદત વિકસાવવી જોઈએ. નિતિન કામથે (Nithin Kamath) મનીકંટ્રોલ સાથેની વાતચીતમાં પોતાના વ્યક્તિગત અનુભવ અને કંપનીની સ્થાપના માટે શરૂઆતના વર્ષોમાં કેવી રીતે મેનેજ કર્યું અને તેઓ શું શીખ્યા છે તે અંગે ચર્ચા કરી છે.

  નાણાકીય ઈન્ફ્લુઅર્સની દુનિયામાં રોકાણમાં પૈસાનું નુકસાન ના થાય તે માટે જ્ઞાન કેવી રીતે મેળવવું જોઈએ?

  શેરબજારમાં કમાણી કરવી સરળ નથી


  ઈન્ફ્લુઅર્સના વર્તન પરથી શેરબજારમાં પૈસાની કમાણી કરવી ખૂબ જ સરળ હોવાનું લાગે છે, પરંતુ આ વાત તદ્દન ખોટી છે. આપણે તમામ લોકો બુલ માર્કેટમાં ઊભા છીએ. એક કહેવત છે કે, બુલ માર્કેટમાં મૂર્ખ વ્યક્તિ પણ ખુદને ખૂબ જ સ્માર્ટ ગણાવે છે.

  ઈન્ડેક્સ મ્યુચ્યુઅલ ફંડથી કરી શકો રોકાણની શરૂઆત


  શેરબજારમાં કમાણી કરવી સરળ નથી. ઈન્ડેક્ષ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને રોકાણની શરૂઆત કરવી તે એક યોગ્ય નિર્ણય છે. એક વાર રોકાણ કરવાની શરૂઆત કર્યા બાદ તમે શેરબજાર પર સતત નજર રાખો છો, જેથી તમે એક ખાસ ક્ષેત્રે તમારી પસંદ વિકસિત કરો છો.

  આ પણ વાંચોઃવાહ! હવે ખાતામાં કેટલું બેલેન્સ છે તે જાણવા બેંકનો ધક્કો નહીં ખાવો પડે, બસ એક મિસકોલ

  ઉદાહરણરૂપે જોઈએ તો જ્યારે મે રોકાણ કરવાની શરૂઆત કરી, ત્યારે હું નાણાકીય સેવા બજાર પર નજર રાખવા લાગ્યો હતો. NBFC આ અંગે શું માને છે, બ્રોકર આ રોકાણ અંગે શું માને છે તે તમામ બાબતો પર ધ્યાન રાખતો હતો. જો તમે કોઈ ખાસ ક્ષેત્ર અને તેના વેપાર મોડલને સમજો છો, ત્યારે તમામ શેર વિશેની સમજણ ઊભી કરવી જોઈએ. લાંબા સમયની સ્ટોક ટિપ્સથી કોઈપણ વ્યક્તિ કમાણી કરતી નથી.

  મોંઘવારી અને છટણીના ડરની વચ્ચે જોબ માર્કેટ માટે કેવી રીતે તૈયાર રહેવું?


  મંદીની આશંકા હોવા છતા સારા અને કુશળ લોકોની માંગ હંમેશા રહેશે. આ કારણોસર જ્યારે તમે કોલેજમાં હોવ ત્યારે જ તમારે જાણી લેવું જોઈએ કે, તમને શુ પસંદ છે. જેથી તમે તે ક્ષેત્રે પારંગતતા કેળવી લો છો. ઉદાહરણ તરીકે જોઈએ તો જો તમને પોડકાસ્ટ પસંદ છે તો તમારે અત્યારથી જ પોડકાસ્ટ કરવાનું શરૂ કરી દેવું જોઈએ. જેથી તમે કેળવાઈ જશો. આ પ્રકારે કરવાથી તમને અનેક તક પ્રાપ્ત થવા લાગશે. સમય રહેતા બચત શરૂ કરી દેવી જોઈએ અને વધુ ખર્ચ કરવાની લાલચ ના હોવાથી તમે નાણાકીય સુરક્ષા ઊભી કરી શકો છો.

  આ પણ વાંચોઃ નિફ્ટીએ બેરીશ કેન્ડલ બનાવી, આગામી સપ્તાહમાં તમારી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ, જાણો નિષ્ણાંત પાસેથી

  જે વ્યક્તિ પોતાનો ઉદ્યોગ શરૂ કરવા ઈચ્છે છે, તેમના શું સલાહ છે?


  એક બિઝનેસ ઊભો કરવો ખૂબ જ કઠિન છે. છેલ્લા ત્રણ ચાર વર્ષથી અનેક લોકોએ સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે, જેથી બિઝનેસ શરૂ કરવો સરળ કામ હોવાનો માહોલ ઊભો થયો છે. બિઝનેસ ઊભો કરવો અને લોકોને પોતાની પ્રોડક્ટ વેચવી તથા સર્વિસ આપવી તે ખૂબ જ અઘરું કામ છે. લોકો માની રહ્યા છે કે, એક ખાસ વેલ્યુ સાથે બિઝનેસ કરવો અને બિઝનેસ ઊભો કરવો તે એક જ બાબત છે, આ વાત તદ્દન ખોટી છે. બિઝનેસમાં એક ચોક્કસ રકમનું રોકાણ કર્યા બાદ તમને રોકડ પ્રાપ્ત થાય છે. તમે રોકાણ કરીને વધુ રોકડ પ્રાપ્ત કરો તો તમારો બિઝનેસ સફળ થયો કહેવાય.

  હાલમાં આંત્રપ્રિન્યોર્સને હીરો ગણવામાં આવે છે, દર બીજી વ્યક્તિ તે વ્યક્તિના વખાણ કરવા લાગે છે. આ બાબતની બીજી બાજુને જોવી પણ ખૂબ જ જરૂરી છે કે, આ ઉદ્યોગ સ્થાપવામાં ખૂબ જ મહેનત લાગેલી છે.

  યુવાઓએ બિઝનેસ ઊભો કરવા બાબતે વિચાર કરવો જોઈએ. સમસ્યાનું નિવારણ લાવવા જોઈએ તેટલી સ્કિલ ડેવલપ કરો. ઉદાહરણ તરીકે જો તમે લાકડા કાપવા જાવ તો તમારે સૌથી પહેલા કુહાડી ધારદાર હોય તે જોવું જરૂરી છે.


  નાણાકીય સ્વતંત્રતા પ્રાપ્ત કેવી રીતે થઈ શકે?


  વહેલામાં વહેલી તકે તમારે રોકાણ કરવાનું શરૂ કરી દેવું જોઈએ. આ માટે એક આદત વિકસાવવી જોઈએ. જ્યાં સુધી તમારી જીવન ગુણવત્તામાં સુધારો ના થાય ત્યાં સુધી તમારે કોઈ પાસેથી ઉધાર ના લેવું જોઈએ. તમારા જીવનમાં જે કંઈપણ જોખમ આવે તેને યોગ્ય પ્રકારે મેનેજ કરતા શીખવું જોઈએ.
  First published:

  Tags: Business news, Expert opinion, Stock market

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन