Home /News /business /દેશમાં રોકેટની ઝડપે વધી રહ્યો છે મેકઅપ ઈન્ડસ્ટ્રી અને મહેંદીનો કારોબાર, જાણો કેવી રીતે શરૂ કરી શકાય આ બિઝનેસ?

દેશમાં રોકેટની ઝડપે વધી રહ્યો છે મેકઅપ ઈન્ડસ્ટ્રી અને મહેંદીનો કારોબાર, જાણો કેવી રીતે શરૂ કરી શકાય આ બિઝનેસ?

ભારતમાં રોકેટની ઝડપથી વધી રહ્યો છે આ બિઝનેસ

Business Idea: જો તમે પણ મેકઅપ આર્ટિસ્ટ તરીકે તમારો બિઝનેસ શરૂ કરવા માંગો છો તો તમારે મેકઅપ સાતે જોડાયેલી દરેક વસ્તુમાં પરફેક્ટ બનવું પડશે. મેકઅપ આર્ટિસ્ટ બ્રાઈડલથી લઈને પાર્ટી વેઅર મેકઅપ સુધી દરેક બધા જ પ્રકારનો મેકઅપ કરે છે. આ બિઝનેસ કેવી રીતે શરૂ કરી શકાય?

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ ભારતમાં મેકઅપ ઈન્ડસ્ટ્રી અને મેંદીનો વેપાર ઝડપથી વધી રહ્યો છે. મુંબઈમાં બોલીવુડ હોલીવૂડ ઈન્ટરનેશનલ મેક અપ એન્ડ હેર સ્ટાઈલિંગ એકેડેમીના અનુસાર, આ ઈન્ડસ્ટ્રીમાં વાર્ષિક 20 ટકાના દર વધારો થઈ રહ્યો છે. તેનું આટલી ઝડપથી વધવાનું એક કારણ ભારતીયોમાં લગ્ન જેવા પ્રસંદોને યાદગાર બનાવવાનો ક્રેઝ છે.

    એવામાં જો તમે પણ મેકઅપ આર્ટિસ્ટ તરીકે તમારો બિઝનેસ શરૂ કરવા માંગો છો તો તમારે મેકઅપ સાતે જોડાયેલી દરેક વસ્તુમાં પરફેક્ટ બનવું પડશે. મેકઅપ આર્ટિસ્ટ બ્રાઈડલથી લઈને પાર્ટી વેઅર મેકઅપ સુધી દરેક બધા જ પ્રકારનો મેકઅપ કરે છે. આ બિઝનેસ કેવી રીતે શરૂ કરી શકાય?

    1. દરેક વિગતો શીખો


    મેકઅપ આર્ટિસ્ટ અને મેંદીના બિઝનેસમાં સફળ થવા માટે તેની સાથે જોડાયેલ દરેક વસ્તુનુ જ્ઞાન હોવું જરૂરી છે. આ બિઝનેસને શરૂ કરતા પહેલા ટ્રેનિંગ લેવી જરૂરી છે.

    ટ્રેનિંગ લીધા પછી તમારે હંમેશા અપડેટ રહેવુ પડશે. મેકઅપ ટ્રેંડ સતત બદલાતા રહે છે. એટલા માટે એક સફળ મેકઅપ આર્ટિસ્ટ બનવા માટે તમારી પાસે બદલાતા ટ્રેન્ડ્સની જાણકારી હોવી જરૂરી છે.

    આ પણ વાંચોઃ નંબર સેવ નહિ હોય તો પણ દેખાશે કોલરનું નામ, અજાણ્યો કોલ્સની ઓળખ માટે સરકાર તરફથી મળશે આ સેવા

    2. બિઝનેસ યોજાના બનાવો


    એક ઉદ્યોગસાહસિક તરીકે સફળતા માટે એક યોજના હોવી જરૂરી છે. તે તમને તમારા બિઝનેસની વિશિષ્ટતાઓ શોધવામાં મદદ કરશે.

    તમારી યોજનામાં તમારે બિઝનેસનો ખર્ચો કેટલો આવસે, લક્ષ્ય બજાર કયુ હશે, ગ્રાહકો પાસે કેટલી ફી લેવાની છે, બિઝનેસને શું નામ આપવું, આવશ્યક પરમિટ અને લાયસન્સ ક્યાંથી મળશે, વેબસાઈટ ક્યાંથી બનાવવી, સામાન ક્યાંથી ખરીદવો. આ પ્રકારની બાબતોનો સમાવેશ કરી શકાય છે.

    3.માર્કેટિંગ બહુ જ જરૂરી


    બિઝનેસની સફળતા માટે તેનું માર્કેટિંગ બહુ જ જરૂરી છે. તમારે તમારી આવડત વિશે લોકોને જણાવવુ પડશે. આ માટે વર્તમાનમાં સૌથી સારો વિકલ્પ છે સોશિયલ મીડિયા. ટ્વીટર, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર તમે તમારા મેકઅપ વીડિયો નાખો, લાઈવ મેકઅપ વીડિયો બનાવો અને ફોટો શેર કરો.

    આ પણ વાંચોઃ Google એ UPI થી પેમેન્ટ કરવાનું સરળ બનાવ્યું, જાણો કેવી રીતે કામ કરશે 

    સાથે તમારી સંપર્ક વિગતો પણ ભરો. તેનાથી લોકોને તમારી વિશે જાણ થશે અને જે લોકો રસ ધરાવતા હશે તેમના તરફથી ઓર્ડર મળવાનું શરૂ થઈ જશે.

    આ વાતોનું રાખો ધ્યાન


    મેકઅપ કે મેંદી લગાવવી એક કળા છે અને આમાં જે માહિર હોય તે જ સફળ થઈ શકે છે.

    જો કોઈ આર્ટિસ્ટને લઈને તમે બિઝનેસ શરૂ કરો છો તો, માત્ર સારા પ્રોફેશનલ્સને જ હાયર કરો.



    આ ત્વચા સાથે જોડાયેલ છે જેથી જે વસ્તુઓને ઉપયોગ કરો તે સારી ગુણવત્તાવાળી હોવી જોઈએ.

    મેકઅપ કે મેંદી આર્ટિસ્ટ બનવા માટે ડિગ્રીની જરૂર હોતી નથી, સર્ટિફિક્ટ-ડિપ્લોમાં કોર્સ કરી શકાય છે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business idea, Business news, Earn money

    विज्ञापन
    विज्ञापन