માલામાલ કરશે શેર્સ: એક વર્ષમાં કમાઓ 30 % નફો, આમ ઉઠાવો ફાયદો

News18 Gujarati
Updated: June 12, 2018, 11:54 AM IST
માલામાલ કરશે શેર્સ: એક વર્ષમાં કમાઓ 30 % નફો, આમ ઉઠાવો ફાયદો
ભારતમાં કરોડપતિઓની કોઇ કમી નથી. અંબાણીથી લઇને અદાણી સુધી અનેક જાણીતા બિઝનેસમેન ભારતમાં રહે છે. પણ ક્યારેક તમને તેવો વિચાર આવ્યો છે કે દુનિયાના સૌથી વધુ પૈસાદારો કયા શહેરમં રહેતા હશે? તો જાણી લો તે પાંચ શહેરોના નામ જેમાં દુનિયાના સૌથી પૈસાદાર લોકો રહે છે.

નાણાકીય વર્ષ 2018ની ચોથી ત્રિમાસીકમાં યસ બેંકની આવકમાં 31.4 ટકાનો વધારો થયો છે જે હવે 2154 કરોડ રૂપિયાને પાર પહોંચી ગઇ છે

  • Share this:
મુંબઇ: શેર બજારમાં પૈસા કમાવવા વધુ મુશ્કેલીનું કામ નથી. શેર બજારમાં લિસ્ટેડ કંપનીઓ વિશે જાણકારી મેળવવા અને બિઝનેસ મોડલને સમજવામાં આવે તો આપને નફો કમાવવાથી કોઇ રોકી શકતું નથી. આપની મુશ્કેલીઓને આસાન કરવા માટે એક્સપર્ટ્સે તેમની ચોઇસ યસ બેંક પર ઉતારી છે તેમાં પૈસા લગાવીને આપ એક વર્ષમાં 30 ટકા નફો કમાઇ શકો છે. આવો જાણીએ આ વિશે...

યસ બેંકનાં શેર 12 મહિનામાં 445 રૂપિયા લક્ષ્ય હાંસેલ કરી શકે છે. એટલે સ્પષ્ટ છે કે આપ 10 હજાર રૂપિયા લગાવીને 14 હજાર રૂપિયા મેળવી શકો છો.

શેર્સનું પ્રદર્શન

સૌથી પહેલાં શેર્સનાં પ્રદર્શન પર નજર નાંખીયે તો,
એક અઠવાડિયે- 1 ટકા ઘટ્યો
ત્રણ મહિને- 8 ટકા વધ્યોછ મહિને- 8 ટકા ઘટ્યો
એક વર્ષે- 13 ટકા વધ્યો

કેમ ખરીદવાં ?
ફાઇનાંશિયલ સર્વિસિસનાં ગૌરાંગ શાહે વેલ્યૂ પિક તરીકે યસ બેંકની પસંદગી કરી છે. તેમાં આગામી 12 મહિનાની વિચારશરણીથી ખરીદીની સલાહ આપવામાં આવી છે. તેમનું માનવું છે કે આગામી 12 મહિનામાં આ શેર્સ 445 રૂપિયા સુધીનું લક્ષ્ય હાંસેલ કરી શકે છે. ગૌરાંગ શાહની સલાહ છે કે ચોથા ત્રીમાસીકમાં યસ બેંકનાં પરિણામ ખુબજ શાનદાર છે. જેને કારણે આવનારા દિવસોમાં તેમાં તેજીની શક્યતાઓ છે. બેંક કોર્પોરેટ, રિટેલ,કન્ઝ્યૂમર ડ્યૂરેબલ વ્હીકલ જેવાં દિગ્ગજ સેક્ટર્સને લોન આપે છે. કારણ કે આ સેક્ટર્સનું સારું એવું પ્રદર્શન સંભાવના છે તેનાંથી બેંકની લોન બૂકિંગ વધુ સારી બનશે.

નફો 29 ટકા વધ્યો
નાણાકીય વર્ષ 2018ની ચોથી ત્રિમાસીકમાં યસ બેંકનો નફો 29 ટકા વધી 1179 કરોડ રૂપિયા થઇ ગયો છે. નાણાકીય વર્ષ 2017ની ચોથી ત્રિમાસીકમાં યસ બેંકનો નફો 9.50 કરોડ રૂપિયા રહ્યો હતો.

આવક 31.4 ટકા વધી
નાણાકીય વર્ષ 2018ની ચોથી ત્રિમાસીકમાં યસ બેંકની આવકમાં 31.4 ટકાનો વધારો થયો છે જે હવે 2154 કરોડ રૂપિયાને પાર પહોંચી ગઇ છે. નાણાકીય વર્ષ 2017ની ચોથી ત્રિમાસીકમાં યસ બેંકની આવક 1065 કરોડ રૂપિયા હતી.
First published: June 12, 2018, 11:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading