માલામાલ શેર: એક વર્ષમાં આ રીતે કમાવી આપશે 25 ટકા નવો

News18 Gujarati
Updated: May 31, 2018, 9:04 PM IST
માલામાલ શેર: એક વર્ષમાં આ રીતે કમાવી આપશે 25 ટકા નવો

  • Share this:
જ્યોતિજ ફાયનાન્શિયલ સર્વિસના ગૌરાંગ શાહે કહ્યું કે, અગામી 12 મહિના માટે ઓશોક લેલંડ કંપનીના શેરમાં પૈસા લગાવવાની સલાહ આપી છે. તેમનું માનવું છે કે, અગામી એક વર્ષને ધ્યાનમાં રાખી જોઈએ તો, આને કરીદી શકાય છે. આ કંપનીનો શેર એક વર્ષમાં રૂ. 175નું લક્ષ્ય મેળવી શકે છે. સાથે, કંપની સળંગ સારૂ પ્રદર્શન કરી રહી છે. અગામી સમયમાં કંપનીની સેલ્સ વધવાની આશા છે. જેથી અહીં સારો નફો મળી શકે છે.

શેરનું પ્રદર્શન
એક અઠવાડીયામાં - 11 ટકા વધ્યો

ત્રણ મહિનામાં - 6 ટકા વધ્યો
6 મહિનામાં - 23 ટકા વધ્યો
1 વર્ષમાં - 63 ટકા વધ્યો
Loading...

કેમ ખરીદાય
ગૌરાંગ શાહની સલાહ છે કે, અશોક લેલેંડ, દેશની બીજા નંબરની સૌથી મોટી સીવી નિર્માતા કંપની છે. મીડિયમ, હેવી કોમર્શિયલ વ્હીકલમાં 34 ટકા શેર માર્કેટ છે. નાણાકીય વર્ષ 2018માં કંપનીની આવકમાં 32.6 ટકાનો વધારો થયો છે. કોસ્ટ કંટ્રોલ દ્વારા એબિડટા માર્જિન 0.80 ટકા છે. નાણાકિય વર્ષ 2018-20 સુધીમાં કંપનીની વાર્ષિક આવક 17 ટકા વધવાની આશા છે.

નફો 40 ટકા વધ્યો
અશોક લેલેંડની નાણાકિય વર્ષ 2018ના ચોથા ત્રિમાસિકમાં આવક 34 ટકા વધીને 8773 કરોડ રૂપિયા રહી છે. નાણાંકીય વર્ષ 2017ની ચોથા ત્રિમાસિકમાં તેની આવક રૂ 6654 કરોડ રૂપિયા હતી.

કંપનીના પ્રદર્શન પર એક નજર
એપ્રિલમાં અશોક લેલેંડના વેચાણમાં સારો વધારો જોવા મળ્યો છે
એપ્રિલ 2018માં અશોક લેલેંડનું કુલ વેચાણ 79 વધીને 12677 યૂનિટ રહ્યું
એપ્રિલ 2017માં અશોક લેલેંડનું કુલ વેચાણ 7090 યુનિટ રહ્યું
એપ્રિલ 2018માં અશોક લેલેંડનું કુલ મીડિયમ અને હેવી કોમર્શિયલ વાહનનું વેચાણ 98 ટકા વધીને 8968 યુનિટ રહ્યું
એપ્રિલ 2017માં અશોક લેલેંડનું કુલ મીડિયમ અને હેવી કોમર્શિયલ વાહનનું વેચાણ 4532 યુનિટ રહી હતી.
એપ્રિલ 2018માં અશોક લેલેંડના કુલ હલ્કા કોમર્શિયલ વાહનનું વેચાણ 45 ટકા વધીને 3709 યૂનિટ રહ્યું
એપ્રિલ 2017માં અશોક લેલેંડના કુલ હલ્કા કોમર્શિયલ વાહનનું વેચાણ 2558 યુનિટ રહ્યું હતું
First published: May 31, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...