અમે ડિજિટલ ઇન્ડિયાનું સપનું પૂરું કરી રહ્યા છીએ: મુકેશ અંબાણી

મુકેશ અંબાણીની ફાઇલ તસવીર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે, ઓડિશામાં 3000 કરોડ રૂપિયાના રોકાણ કરવાની યોજના છે.

 • Share this:
  ઓડિશામાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે ચાલી રહેલા મેક ઇન ઓડિશા કોન્ક્લેવમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે, ઓડિશામાં 3000 કરોડ રૂપિયાના રોકાણ કરવાની યોજના છે.

  આ કોન્ક્લેવમાં મુખ્ય પ્રવક્તાઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન કુમાર મંગલમ બિડલા, વેદાંત ગ્રૂપના ચેરમેન અનિલ અગ્રવાલ અને સ્ટેટ બેન્ક બંધન બેન્કોના ચેરમેનના નામનો સમાવેશ થાય છે.

  મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, રિલાયન્સ અને જીયો બંને મળીને દેશના લોકોની જિંદગીને આસાન કરવાના પગલાં ભરતા રહેશે. રિલાયન્સ જીઓએ ગામ અને શહેરોને જોડ્યા છે.

  તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રિલાયન્સ જીઓ માત્ર બિઝનેસ નથી પરંતુ એક મિશન છે. તેમણે કહ્યુંકે, પ્રતિ વ્યક્તિ મોબાઇલ ડેટા કંજ્મપ્શનમાં ભારત નંબર વન છે.

  તેમણે કહ્યું હતું કે, અમે ડિજિટલ ઇન્ડિયાનું સપનું પુરુ કરી રહ્યા છીએ. ઓડિશામાં રિલાયન્સ 6000 કરોડ રૂપિયા ઉપરાંત વધારાના 3000 કરોડ રૂપિયા રોકાણ કરશે. ભારત દુનિયામાં ઝડપથી વધતી ડિજિટલ ઇકોનોમી છે. ઓપરેશન શરૂ થયા બાદ દુનિયામાં જીયો મોબાઇલ કંજ્મપ્શનને લઇને નંબર વન છે.

  તેમણે કહ્યું કે, દુનિયામાં મ્યુઝિક, મૂવી, બેન્કિંગ, ઘર, હેલ્થકેર, એઝ્યુકેશન સહિત બધુ જ ડિઝિટલ થઇ રહ્યું છે. ડિઝિટલ ટેક્નોલોજી ઇકોનોમીની સાથે સામાન્ય માણસની જિંદગી ઉપર વધારે અસર પડે છે.
  Published by:ankit patel
  First published: