Home /News /business /Stock Market : આજે આ સ્ટોક્સ પર રહેશે સૌની નજર, અદાણીની 3 કંપનીઓના પરિણામ પણ થશે જાહેર
Stock Market : આજે આ સ્ટોક્સ પર રહેશે સૌની નજર, અદાણીની 3 કંપનીઓના પરિણામ પણ થશે જાહેર
આજે અદાણીની ત્રણ કંપનીઓના પરિણામ થશે જાહેર
આજે અદાણી ગ્રુપ (Adani Group)ની ત્રણ કંપનીઓ- અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ, અદાણી ગ્રીન અને એનડીટીવીના પરિણામ જાહેર થશે. આ ઉપરાંત અદાણી ગ્રુપની અન્ય કંપનીઓને પણ અસર થશે
અમેરિકા અને યૂરોપીય શેર બજાર (US-UK Stock Market) કાલે ઘટાડા સાથે બંધ થયા છે. પરંતુ આજે શરૂઆતી કારોબારમાં એશિયાઈ બજારો (Asian Market)માં તેજી જોવાને મળી રહી છે. આજે અદાણી ગ્રુપ (Adani Group)ની ત્રણ કંપનીઓ- અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ, અદાણી ગ્રીન અને એનડીટીવીના પરિણામ જાહેર થશે. આ ઉપરાંત અદાણી ગ્રુપની અન્ય કંપનીઓને પણ અસર થશે. એસજીએક્સ (SGX) નિફ્ટી લગભગ 100 અંકોના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. આરબીઆઈ એમપીસી (RBI MPC)ની બેઠક બાદ બુધવારે ગવર્નર શક્તિકાંત દાસના ભાષણ પર ભારતીય શેર બજાર (Indian Share Market Today)ની નજર રહેશે. બજારને આશા છે કે આરબીઆઈ આ વખતે વ્યાજ દરોમાં 0.25 ટકાનો વધારો કરશે.
અમેરિકી શેરબજાર (US Stock Market) સતત બીજા દિવસે પણ ઘટાડો રહ્યો હતો. બૉન્ડ યીલ્ડમાં વધારા અને ગ્રોથ સ્ટૉક્સ પર દબાણ બાદ અમેરિકી બજાર ગઈ કાલે ઘટાડા સાથે બંધ થયું હતું. જો કે, યુએસ ફ્યુચર્સ થોડી તેજીમાં પાછો ફર્યો હતો. પરંતુ થોડા સમય બાદ તે લાલ નિશાન પર કારોબાર કરતો પણ જોવા મળ્યો હતો. સોમવારે ડાઓ જોંસ સતત ત્રીજા દિવસે 35 અંક એટલે કે 0.1 ટકાના ઘટાડાની સાથે લાલ નિશાન પર બંધ થયા છે. એસએન્ડપી ઈન્ડેક્સ 0.61% સુધી ઘટીને બંધ થયા છે. તો ગઈકાલે નાસ્ડેકમાં લગભગ 1%નો ઘટાડો જોવા મળ્યો હતો. યુરોપિયન બજારોની વાત કરીએ તો સોમવારે પણ તેઓ ઘટાડા સાથે બંધ થયા હતા. આ સપ્તાહે જાહેર થયેલા ઘણા મહત્વપૂર્ણ આર્થિક આંકડા પર રોકાણકારોની નજર છે.
આજે શરૂઆતી કારોબાર દરમિયાન એશિયાઈ બજારોમાં તેજી જોવાને મળી રહી છે. નિક્કેઈ 0.27%ના વધારાની સાથે કારોબાર કરી રહ્યું છે. બેંક ઓફ જાપાન આવતા અઠવાડિયે આગામી ગવર્નરને સંસદના સૂચનો આપે તેવી સંભાવના છે. દક્ષિણ કોરિયાના પ્રમુખ ઈન્ડેક્સ કોસ્પી પણ 0.37%ના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. હેંગ સેંગ ઈન્ડેક્સ 0.6% અને શંધાઈ કમ્પોઝિટ 0.2% વધીને કારોબાર કરી રહ્યા છે.
બજાર માટે અન્ય સંકેતો
ત્યારે
અત્યારે
યુએસ બોન્ડ્સ (10 વર્ષ)
3.59%
3.62%
ડોલર ઇન્ડેક્સ
103.24
103.54
બ્રેન્ટ ક્રૂડ
79.97$
80.99$
સોનું
1,885$
1,882$
FIIs-DIIsના આંકડા
વિદેશી રોકાણકારોની વેચવાલી સતત ચાલુ છે. સોમવારે વિદેશી સંસ્થાગત રોકાણકારોએ કેશ માર્કેટમાં 1218 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. જો કે સ્થાનિક સંસ્થાગત રોકાણકારોએ સોમવારે કેશ માર્કેટમાં 1204 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા છે. આ મહિને અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ કુલ 3431 કરોડ રૂપિયાનું વેચાણ કર્યું છે. બીજી તરફ, સ્થાનિક રોકાણકારોએ અત્યાર સુધીમાં 5,369 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા છે.
આજ આ સ્ટોક્સ પર રહેશે નજર
ટાટા સ્ટીલ
ટાટા ગ્રુપની કંપનીની ખોટ ડિસેમ્બર ક્વાર્ટરમાં વધીને 2502 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીને 9,598 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો હતો. કંપનીનું કહેવું છે કે યુરોપમાં ઘટતા જતા રીયલાઇઝેશન અને સ્પ્રેડના કારણે પરિણામો પર અસર પડી છે. ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવક વાર્ષિક આધાર પર લગભગ 6.1 ટકા ઘટીને 57,083.6 કરોડ રૂપિયા રહી છે. કંપનીના ભારતીય અને યુરોપિયન કારોબારમાં ઘટાડો જોવા મળ્યો છે. ઓપરેટિંગ પ્રોફિટ (EBITDA) પણ વાર્ષિક ધોરણે 74.5 ટકા ઘટીને રૂ.4.048 કરોડ થયો હતો.
LIC હાઉસિંગ ફાઇનાન્સ
ડિસેમ્બર ક્વાર્ટરમાં હાઉસિંગ ફાઇનાન્સ સેક્ટરની કંપનીનો નફો રૂ.480 કરોડ હતો. ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની તુલનામાં તેમાં 37.4 ટકાનો ઘટાડો થયો છે. વ્યાજની આવકની વાત કરીએ તો તેમાં વાર્ષિક ધોરણે 10.4 ટકાનો વધારો થયો છે, જે બાદ તે 1,605.9 કરોડ રૂપિયા પર રહ્યો છે.
મુથૂટ ફાઇનાન્સ
ડિસેમ્બર ક્વાર્ટરમાં આ ગોલ્ડ ફાઇનાન્સિંગ કંપનીનો નફો વાર્ષિક ધોરણે 12.4 ટકા ઘટીને 902 કરોડ રૂપિયા રહ્યો છે. કંપનીની વ્યાજની આવક પણ લગભગ 10 ટકા વધીને 1704 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
જેકે પેપર
ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો કોન્સોલિડેટેડ નફો વાર્ષિક ધોરણે 119 ટકા વધીને રૂ.329.3 કરોડ થયો છે. જ્યારે ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવક 60.5 ટકા ઘટીને 1643 કરોડ રૂપિયા પર આવી ગઈ છે. કંપનીના ઓપરેટિંગ પ્રોફિટની વાત કરીએ તો તે પણ વાર્ષિક ધોરણે 125 ટકા વધીને 565.5 કરોડ રૂપિયા રહી છે. માર્જિન 985 બેસિસ પોઇન્ટ વધીને 34.4 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.
અલ્ટ્રાટેક સિમેન્ટ
કંપનીએ ઓડિશાના ઝારસુગુડા ખાતે 1.5 એમટીપીએ બ્રાઉનફિલ્ડ સિમેન્ટ ગ્રાઇન્ડિંગ યુનિટ શરૂ કર્યું છે. આ સાથે, કુલ સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા વધીને 4.1 એમટીપીએ થઈ ગઈ છે. આ સાથે જ ભારતમાં કંપનીની કુલ સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા હવે વધીને 122.85 એમટીપીએ થઈ ગઈ છે.
ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ
બોર્ડે અનન્યાશ્રી બિરલા અને આર્યમાન વિક્રમ બિરલાની એડિશનલ ડિરેક્ટર્સ (નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ) તરીકેની નિમણૂંકને મંજૂરી આપી દીધી છે. યાઝદી પીરોજ દાંડીવાલાને એડિશનલ ડાયરેક્ટર (સ્વતંત્ર ડિરેક્ટર) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
BLS ઇન્ટરનેશનલ સર્વિસ
ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો વાર્ષિક ધોરણે 62 ટકા વધીને 45.85 કરોડ રૂપિયા રહ્યો છે. કંપનીની આવક પણ 93 ટકા વધીને 438 કરોડ રૂપિયા થઈ ગઈ છે. વર્કિંગ પ્રોફિટની વાત કરીએ તો તેમાં પણ વાર્ષિક ધોરણે 160 ટકાનો વધારો થઇને 66.3 કરોડ રૂપિયા થયો છે.
ધામપુર સુગર મિલ્સ
કંપનીએ ધામપુર પ્લાન્ટમાં ડિસ્ટિલરી ક્ષમતાનું વિસ્તરણ 130 કેએલપીડી સુધી કરવાનું કામ પૂર્ણ કર્યું છે. આ ડિસ્ટિલરી 'સી' હેવી મોલ્સ માટે છે. આ વિસ્તરણ સાથે કંપનીની કુલ ડિસ્ટિલરી ક્ષમતા હવે વધીને 350 કેએલપીડી થઈ ગઈ છે.
આજે આ કંપનીના પરીણામો થશે જાહેર
આજે ભારતી એરટેલ, હીરો મોટર કોર્પ, અંબુજા સિમેન્ટ્સ, અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ, અદાણી ગ્રીન, એનડીટીવી, ABFRL, મધરસન સુમ્મી વાયરિંગ ઇન્ડિયા, RCFના પરિણામ જાહેર થશે. આ સિવાય ઘણી કંપનીઓ ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામ જાહેર કરશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર