આ નંબર પર કરો મિસ્ડ કોલ, SBI ઘરે બેઠા આપશે સૌથી સસ્તી લોન

આ નંબર પર કરો મિસ્ડ કોલ, SBI ઘરે બેઠા આપશે સૌથી સસ્તી લોન
પ્રતિકાત્મક તસવીર

હવેથી તમારે લોન લેવા માટે બેંકોના ધક્કા નહિ ખાવા પડે. માત્ર મિસ્ડ કોલ કરશો અને તમને લોનની સુવિધા મળશે.

 • Share this:
  નવી દિલ્હીઃ આજકાલ નાની-મોટી જરૂરિયાતો માટે ઝડપથી મળતી પર્સનલ લોનનું પ્રમાણ વધ્યું છે. જો તમે પણ વ્યક્તિગત લોન (Personal Loan) લેવાનું વિચારી રહ્યા છો, તો દેશની સૌથી મોટી સરકારી બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI) તેના કરોડો ગ્રાહકો માટે વિશેષ સુવિધા લાવી છે. હવેથી તમારે લોન લેવા માટે બેંકોના ધક્કા નહિ ખાવા પડે. માત્ર મિસ્ડ કોલ કરશો (Missed call) અને તમને લોનની સુવિધા મળશે.

  એસબીઆઇએ ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે. ખાસ બાબત એ છે કે આ લોન લેવા માટે તમારે કોઈ સિક્યોરિટી પૂરી પાડવાની જરૂર રહેશે નહીં. ચાલો તમને જણાવીએ કે તમે આ PL કેવી રીતે લઈ શકો છો –  SBIનું ટ્વીટ :
  એસબીઆઇએ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે, હવેથી વ્યક્તિગત લોન લેવાનું વધુ અનુકૂળ થઈ ગયું છે. તમાર માત્ર 7208933142 નંબર પર મિસ્ડ કોલ કરવાનો છે અને પછી તમને બેંક તરફથી તમને કોલબેક આવશે.

  SBIની પર્સનલ લોન સુવિધા :
  - નીચા વ્યાજ દર
  - ઓછા પ્રોસેસિંગ ચાર્જ
  - ઓછામાં ઓછા દસ્તાવેજ
  - શૂન્ય છુપા ખર્ચ
  - કોઈ સુરક્ષા નહીં, કોઈ બાંહેધરી આપનાર નહીં
  - આ લોનનો વ્યાજ દર 9.60 ટકા છે
  - તમે 20 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો

  આ નંબર પર કોલ કરો અને લોન મેળવો :
  આ લોન વિશે વધુ માહિતી માટે તમારે ટોલ ફ્રી નંબર 1800-11-2211 પર કોલ કરી શકો છો. આ સિવાય તમે 7208933142 પર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો.

  મેસેજ થકી પણ મળશે માહિતી :
  જો તમે મેસેજ(SMS) દ્વારા લોન વિશે માહિતી મેળવવા માંગતા હોવો તો તમારે 7208933145 નંબર પર PERSONAL(પર્સનલ) લખીને મેસેજ મોકલવાનો રહેશે એટલે બેંક તરફથી માહિતી મેસેજમાં આવશે.

  ઓફિશિયલ વેબસાઈટ પર પણ છે Details :
  પર્સનલ લોન વિશે માહિતી માટે તમે એસબીઆઈની ઓફિશિયલ સાઇટ અથવા આ લિંક https://bank.sbi/web/personal-banking/loans/personal-loans/xpress-credit-personal-loan ની મુલાકાત પણ લઈ શકો છો.
  Published by:ankit patel
  First published:February 16, 2021, 17:39 IST

  ટૉપ ન્યૂઝ