નવી દિલ્હી: થોડા સમય પહેલા ચાઈનીઝ સરકાર (Chinese government) અને ચીનના ટોચના ઉદ્યોગપતિ જેક મા (Chines industrialist Jack Ma) વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યારબાદ તેઓ ઘણા સમય સુધી ગાયબ રહ્યા હતા. આ ઘટનાને ઘણો સમય વીતી ગયો છે. અલીબાબા (Alibaba) પર પ્રતિસ્પર્ધા વિરોધી કારોબારી પદ્ધતિનો ઉપયોગ કરવા બદલ દંડ ફટકારાયો હતો. જેક માની કંપની અલીબાબા ગ્રુપ દ્વારા 2.8 અરબ ડોલરનો દંડ પણ ચૂકવી દેવાયો છે. આ બનાવ બાદ અલીબાબ ગ્રુપ (Alibaba group) પ્રથમ ઇન્વેસ્ટમેન્ટ ડીલ કરવા જઈ રહી છે. આ ડીલ માટે અલીબાબા ગ્રુપે ચીનની સરકાર સાથે ભાગીદારી કરી છે.
પહેલાથી જ 20%ની હતી ભાગીદારી
બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ અલીબાબા ગ્રુપ હોલ્ડિંગની આગેવાનીવાળા કંસોર્શિયમ અને ચીનના જીઆંગસુ પ્રાંતની સરકાર દેશની મોટી એપ્લાયન્સિસ, ઇલેક્ટ્રોનિક્સ રિટેલર Suningમાં પોતાની ભાગીદારી ખરીદવા ડીલને અંતિમ રૂપ આપી રહ્યા છે. ચીનના અબજોપતિ ઝાંગ જિનડોંગની Suningના રિટેલ યુનિટ પર અલીબાબાનો કંટ્રોલ રહશે. આ એકમમાં અલીબાબા ગ્રુપ પાસે અગાઉથી જ 20 ટકાની ભાગીદારી છે.
તકલીફમાં મૂકાયેલી Suningની માર્કેટ વેલ્યૂ 8 અબજ ડોલર જેટલી છે. કોરોનના કારણે આ બિઝનેસમાં ભારે કડાકો બોલી ગયો છે. કંપનીના પ્રમોટર પાસે લીક્વીડિટીની પણ તંગી છે. આ ડીલ અલીબાબાની ન્યૂ રિટેલ બિઝનેસ સ્ટ્રેટેજીનો ભાગ છે. જેમાં ઓફલાઇન અને ઓનલાઈન શોપિંગને ઇન્ટિગ્રેટ કરવાની યોજના છે.
અલીબાબા અને Suning વચ્ચે લોજીસ્ટિક અને ઓનલાઈન શોપિંગ જેવા ક્ષેત્રોમાં પહેલેથી જ ભાગીદારી છે. Suning પાસે ચીનના રિટેલ માર્કેટનો મોટો હિસ્સો છે.
ઉલ્લેખનીય છે કે, ચીનની સરકાર સામે આપેલા નિવેદન બદલ જેક મા પર પગલાં લેવાયા હોવાની વાત પણ વહેતી થઈ હતી. આ દરમિયાન હવે ઓનલાઈનની સાથે ઓફલાઈન રિટેલ માર્કેટમાં પણ પગ પેસારો કરવાના હેતુથી અલીબાબાએ ચીનની ટોચની કંપનીમાં ભાગીદારી ખરીદવાની તૈયારી કરી છે. આ સાથે ડિલ ચીની સરકારનો હિસ્સો હોવાની વાત પણ સામે આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર