નવી દિલ્હી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (Mahindra & Mahindra)ના ચેરમેન આનંદ મહિન્દ્રા (Anand Mahindra) હંમેશા ટ્વીટર પર સક્રિય રહે છે અને તેમની આ જ સક્રિયતા લોકોનું દિલ જીતી લે છે. આનંદ મહિન્દ્રાએ હાલમાં જ 6 એવા દોસ્તોને ધન્યવાદ કહ્યું છે જેઓએ મહિન્દ્રાની એક જ કારનું મોડલ ખરીદ્યું છે. આ તમામ દોસ્તોએ ડિફરન્ટ કલરની XUV300 એસયૂવી કાર ખરીદી છે. ત્યારબાદ આનંદ મહિન્દ્રાએ આ તમામને ધન્યવાદ આપ્યા છે.
આનંદ મહિન્દ્રાએ AutoWheels Indiaના એક ટ્વીટને રિટ્વીટ કરીને કહ્યું કે, જ્યારે કોઈ વ્યક્તિ કાર ખરીદે છે તો તે પોતાની પસંદની કાર ખરીદે છે. પરંતુ જ્યારે 6 દોસ્ત એક જ સમયે એક જ કારનું મોડલ ખરીદે છે, તો તે એક મૂવમેન્ટ બની જાય છે. તેના માટે મહિન્દ્રાએ આ તમામ 6 દોસ્તોને ધન્યવાદ આપ્યા છે.
When one person buys a car, it’s a personal passion. When six friends buy the same car model at the same time, it’s a movement! 😊 A big vote of thanks to all of you! https://t.co/xznBEpNL72
M&Mએ જાન્યુઆરી 2021માં XUV300નું નવું ઓટોમેટિક વેરિયન્ટ ઉતાર્યું છે. નવી XUV 300 લૂકમાં ખૂબ જ આકર્ષક અને દમદાર એન્જિન અને W6 ટ્રિમની સાથે રજૂ કરવામાં આવી છે. તેની પ્રારંભિક કિંમત 9.95 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી) છે.
નવી XUV 300 એસયૂવીના ફીચર્સ- આ એસયૂવી નવા ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબોકસ W8 અને W8 (O) વેરિયન્ટમાં પણ ઉપલબ્ધ છે. મહિન્દ્રાએ આ એસયૂવીમાં પોતાની સ્પેશલ બ્લૂ સેન્સ પ્લસ કનેક્ટેડ ટેક્નોલોજીને પણ સામેલ કરી છે. કંપની અનુસાર આ એસયૂવીનું બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે. બીજી તરફ .કંપની તેની ડિલીવરી પણ ટૂંક સમયમાં શરૂ કરવાની છે. આ નવી એસયૂવી બે કલર વેરિયન્ટની સાથે માર્કેટમાં ઉતારી છે જે ડ્યૂઅલ ટોન રેડ અને ડ્યૂઅલ ટોન એક્વામરીન કલર્સમાં ઉપલબ્ધ છે.
આ પણ વાંચો, Paytmએ લૉન્ચ કરી રેફરલ સ્કીમ, મોબાઈલ રિચાર્જ પર 1000 રૂપિયા સુધીના કેશબેકની ઓફર Mahindra XUV 300નું એન્જિન- 1.2 લીટરનું ટર્બો ચાર્જ પેટ્રોલ એન્જિન છે જે 109 Bhpનો પાવર અને 200 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ ઉપરાંત આ એસયૂવી ડીઝલ એન્જિનની સાથે પણ ઉપલબ્ધ છે જે 1.5 લીટરની ક્ષમતાના એન્જિનની સાથે છે. આ એન્જિન 115 bhpનો પાવર અને 300 Nmનો ટોર્ક જનરેટ કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર