ટેક મહિન્દ્રાએ કોરોનાને ખતમ કરતી દવા શોધી! પેટન્ટ માટે આ કંપની સાથે મળીને કરી અરજી

ટેક મહિન્દ્રાએ કોરોનાને ખતમ કરતી દવા શોધી! પેટન્ટ માટે આ કંપની સાથે મળીને કરી અરજી

IT કંપની ટેક મહિન્દ્રાની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ યૂનિટ માર્કર્સ લેબે દાવો કર્યો છે કે તેણે રીજીન બાયોસાયન્સ સાથે મળીને કોરોના વાયરસને ખતમ કરવાની દવા બનાવી છે

  • Share this:
નવી દિલ્હી :IT કંપની ટેક મહિન્દ્રાની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ યૂનિટ માર્કર્સ લેબે દાવો કર્યો છે કે તેણે રીજીન બાયોસાયન્સ સાથે મળીને કોરોના વાયરસને ખતમ કરવાની દવા બનાવી છે. બંને કંપનીઓએ ડ્રગ મોલિક્યૂલની પેટન્ટ માટે અરજી પ્રક્રિયા શરૂ કરી છે. માર્કર્સ લેબના વૈશ્વિક પ્રમુખ નિખિલ મલ્હોત્રાએ જણાવ્યું છે કે કંપની રીજીન બાયોસાયન્સ સાથે મળીને મૉલિક્યૂલ પેટન્ટ માટે અરજી કરી રહી છે.

મલ્હોત્રાએ જણાવ્યું કે મૉલિક્યૂલની પેટન્ટ પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી તે અંગેની જાણકારી આપવામાં નહીં આવે. ટેક મહિન્દ્રા અને રીજીન સાયન્સ આ અંગે રિસર્ચ કરી રહ્યા છે. માર્કર્સ લેબે કોરોના વાયરસનું કમ્પ્યૂટેશનલ મૉડલિંગ એનેલિસિસ શરૂ કર્યું છે. તેના આધાર પર ટેક મહિન્દ્રા અને રીજીન સાયન્સએ FDA અપ્રૂવ્ડ 8 હજાર દવાઓમાંથી 10 ડ્રગ મૉલિક્યૂલને શોર્ટલિસ્ટ કર્યા છે.

આ પણ વાંચો - અસલી રેમડેસિવીર અને નકલી રેમડેસિવીર ઇન્જેક્શનની ઓળખ કેવી રીતે કરવી? જાણો

ટેકનોલોજીની મદદથી શોર્ટલિસ્ટ કરીને આ 10 દવાઓને સિલેક્ટ કરવામાં આવી છે. તે બાદ 3ડી ફેંફસા બનાવીને તેના પર પરીક્ષણ કરવામાં આવ્યું. પરીક્ષણમાં મૉલિક્યૂલ આશા પ્રમાણે કામ કરી રહ્યુ હોવાનું સામે આવ્યું છે. ટેક મહિન્દ્રાએ સંપૂર્ણ પ્રક્રિયામાં કમ્પ્યૂટેશનલ એનેલિસિસ અને રીજીને ક્લીનિકલ એનેલિસિસ કર્યું છે. કમ્પ્યૂટેશનલ ટેકનોલોજીની મદદથી દવાની શોધ કરવા માટે ઓછો સમય લાગે છે.

નિખિલ મલ્હોત્રાએ જણાવ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બીજી કમ્પ્યૂટેશનલ ટેકનોલોજીના ઉપયોગથી દવા શોધવામાં જે સમય લાગે છે તેને ઓછો કરી શકાય છે. સમગ્ર વિશ્વમાં અનેક દવાઓનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ કોરોના વાયરસ સામે લોકો માત્ર વેક્સીનના ભરોસે છે. ભારત સરકારે કોરોના સંક્રમણના ઈલાજ માટે રેમડેસિવીર અને ટોસિલિજુમૈબના પ્રયોગને મંજૂરી આપી છે. રેમડેસિવીરની પણ કમી જોવા મળી રહી છે. ઉત્તરપ્રદેશમાં ટોસિલિજુમૈબના માત્ર 150 ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેથી તેની કેટલી કમી છે તેનો અંદાજો લગાવી શકાય છે.
Published by:Ashish Goyal
First published: