નવી દિલ્હી : Mahindra & Mahindra કંપની જાન્યુઆરીમાં કાર પર ડિસ્કાઉન્ટ (Discount offer)આપી રહી છે. મહિન્દ્રા ડિસ્કાઉન્ટ ઓફરમાં (Mahindra & Mahindra Discount offer)કેશબેક, એક્સચેન્જ ઓફર, લોયલ્ટી અને અન્ય છૂટ આપી રહી છે. કંપનીનુ આ ડિસ્કાઉન્ટ 6 મોડલો પર મળી રહ્યું છે. તમે પોતાના ડીલરથી કોન્ટેક્ટ કરીને આ છૂટનો લાભ ઉઠાવી શકે છે. Mahindra સૌથી વધારે 81,000 રૂપિયાનું ભારે ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. સાથે સૌથી ઓછી ઓફર 13000 રૂપિયાની છે. જોકે મહિન્દ્રા એસયૂવી 700 કે મહિન્દ્રા થાર પર હાલ કોઇ ઓફર નથી. આ ઓફર ફક્ત 31 જાન્યુઆરી સુધી છે.
Mahindra Marazzo
Mahindra Marazzo MPV ઉપર 40,200 રૂપિયા સુધીની ડિસ્કાઉન્ટ ઓફર મળી રહે છે. જેમાં 20,000 રૂપિયા સુધીના રોકડ ઇનામ, 15,000 રૂપિયા સુધીનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ અને 5200 રૂપિયા સુધીનું કોર્પોરેટ ઇંસેટિવ સામેલ છે.
બોલેરો પર 13 હજાર રૂપિયા સુધીની ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જેમાં 10 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 3 હજાર રૂપિયા સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે.
Mahindra XUV300
XUV300 પર 69 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જેમાં 30 હજાર રૂપિયા સુધીનું કેશ રિવોર્ડ, 25 હજાર રૂપિયાનું ઇંસેટિવ અને 4.5 હજાર રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે.
Mahindra Alturas SUV પર 81 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જેમાં 50 હજાર રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ 11,500 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અને આ સિવાય 20 હજાર રૂપિયાની ઓફર મળી રહી છે.
Mahindra KUV100
જે ગ્રાહક Mahindra KUV100 NXT ખરીદશે તેમને કુલ 61055 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જેમાં 38055 રૂપિયાનું કેશબેક, 20 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 3 હજાર રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે.
Mahindra Scorpio પર 29 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. જેમાં 10 હજાર રૂપિયાની કેશ ઓફર, 4 હજાર રૂપિયા સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અને 15 હજાર રૂપિયાનો વધારાનો લાભ આપી રહી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર