બજારમાં આવી મહિન્દ્રાની નવી Bolero, 1000 ગ્રાહકો જ ખરીદી શકશે

દિવાળી માટે ખાસ લૉન્ચ કરવામાં આવેલી બોલેરો 22 હજાર રૂપિયા મોંઘી, જાણો શું છે નવા ફીચર્સ

News18 Gujarati
Updated: October 10, 2019, 10:50 AM IST
બજારમાં આવી મહિન્દ્રાની નવી Bolero, 1000 ગ્રાહકો જ ખરીદી શકશે
દિવાળી માટે ખાસ લૉન્ચ કરવામાં આવેલી બોલેરો 22 હજાર રૂપિયા મોંઘી, જાણો શું છે નવા ફીચર્સ
News18 Gujarati
Updated: October 10, 2019, 10:50 AM IST
નવી દિલ્હી : મહિન્દ્રા બોલેરો (Mahindra Bolero) પાવર પ્લસ આ તહેવારો માટે લૉન્ચ કરવામાં આવી છે. કંપની દ્વારા લૉન્ચ કરવામાં આવેલી આ સ્પેશલ એડિશન છે જે તમામ વેરિઅન્ટમાં ઉપલબ્ધ હશે. રેગ્યુલર મૉડલથી આ લગભગ 22 હજાર રૂપિયા મોંઘી છે. મહિન્દ્ર બોલેરો પાવર પ્લસની કિંમત 7.85 લાખ રૂપિયાથી શરૂ થઈને 8.86 લાખ રૂપિયા (એક્સ શો-રૂમ દિલ્હી) રાખવમાં આવી છે. નવી બોલેરો પાવર પ્લસ સ્પેશલ એડિશન મૉડલના માત્ર 1000 યૂનિટ જ વેચવામાં આવશે.

નવી મહિન્દ્રા બોલેરો પાવર પ્લસમાં અનેક ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે. કંપનીએ આ એસયૂવીમાં સ્પેશલ એડિશન ડેકલ, સ્પેશલ એડિશન સીટ કવર, સ્પેશલ એડિશન કાર્પેટ મેટ્સ, સ્પેશલ એડિશન- સ્કફ પ્લેટ સેટ, સ્ટીયરિંગ વ્હીલ કવર, ફ્રન્ટ એડ-ઓન ફોગ લેમ્પ્સ, સ્પોયલરની સાથે સ્ટોપ લેમ્પ સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, બાકીના ફીચર્સ સરખા રાખવામાં આવ્યા છે.

પાવર સ્પેસિફિકેશન તરીકે કંપનીએ કોઈ ફેરફાર નથી કર્યો. કંપનીએ તેમાં 1.5 લીટર mHawkD70 ડીઝલ એન્જિન આપ્યું છે. આ એન્જિન 70 bhpનો પાવર અને 195 Nmનો ટૉર્ક જનરેટ કરે છે. એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી સજ્જ છે. કાર નિર્માતા કંપનીએ આ વર્ષે જુલાઈમાં જાહેરાત કરી હતી કે બોલેરો પાવર પ્લસ મોડલને ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓટોમોટિવ ટેક્નોલોજી (ICAT) દ્વારા BS6 સર્ટિફિકેટ મળી ગયું છે અને BS6 માપદંડો અનુસાર મોડલ 2020ની શરૂઆતમાં લૉન્ચ કરવામાં આવશે. મહિન્દ્રાએ પહેલા જ ભારતમાં પોતાની બોલેરોના 12 લાખ યૂનિટનું વેચાણ કરી ચૂકી છે અને તે દેશમાં સૌથી વધુ વેચાતી યૂવી છે.

આ પણ વાંચો,

એક ઉંદર પકડવા માટે રેલવે 22 હજાર રૂપિયા ખર્ચ કરી નાખે છે!
SBIએ સતત છઠ્ઠી વાર ઘટાડ્યા વ્યાજદર, 10 ઑક્ટોબરથી સસ્તી થશે હૉમ, ઑટો અને પર્સનલ લૉન
First published: October 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...