Home /News /business /MSSC: મહિલા સમ્માન સર્ટિફિકેટમાં કોણ કરી શકે રોકાણ? જાણો ઇન્વેસ્ટમેન્ટ લિમિટ, વ્યાજ અને ફાયદાઓ
MSSC: મહિલા સમ્માન સર્ટિફિકેટમાં કોણ કરી શકે રોકાણ? જાણો ઇન્વેસ્ટમેન્ટ લિમિટ, વ્યાજ અને ફાયદાઓ
સીતારામણે બજેટ 2023માં મહિલા રોકાણકારો માટે એક નાની બચત યોજના - મહિલા સમ્માન બચત પ્રમાણપત્ર (MSSC)ની જાહેરાત કરી હતી.
Mahila Saving Certificate: નાણા પ્રધાન નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ તેમના બજેટ રજુઆતમાં મહિલાઓ માટે નવી બચત યોજનાની જાહેરાત કરી હતી. નાણામંત્રીએ મહિલાઓ માટે નવી બચત યોજનાની જાહેરાત કરી. જેનું નામ છે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર. ચાલો જાણીએ તેના વિશે.
Mahila Samman Saving Certificate: નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2023માં મહિલાઓ માટે નવી સેવિંગ સ્કીમનું એલાન કર્યું હતું. આ સ્કીમ માર્ચ 2025 સુધી એટલેકે 2 વર્ષ માટે મહિલાઓને મળશે. જેમાં કોઈ પણ મહિલા કે છોકરીના નામથી 2 લાખ સુધીનું રોકાણ કરી શકાશે. જેમાં વાર્ષિક 7.5%ના દરે વ્યાજદર મળવા પાત્ર છે. આ યોજનામાં તમે અમુક ટકા રકમ ઉપાડી શકો છો.
મહિલા સમ્માન બચત પ્રમાણપત્ર
ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામણે બજેટ 2023માં મહિલા રોકાણકારો માટે એક નાની બચત યોજના - મહિલા સમ્માન બચત પ્રમાણપત્ર (MSSC)ની જાહેરાત કરી હતી.
અહીં મહત્વપૂર્ણ વાત એ છે કે આ એક વન ટાઈમ યોજના છે. આ યોજના મહિલા રોકાણકારોને 2 વર્ષ એટલે કે માર્ચ 2025 સુધી મળવા પાત્ર છે.
સામે આવ્યા આ ફાયદા
- આ યોજના કેન્દ્ર સરકાર ચલાવી રહી છે.
- આંશિક ઉપાડ માટે પણ છૂટછાટ આપવામાં આવે છે. એટલે કે રોકાણકાર પોતાના અમુક રૂપિયા જરૂરી સમયે ઉપાડી શકે છે.
વધુ માહિતી નથી જણાવવામાં આવી
આ સિવાય એ માહિતી નાગથી કહેવામાં આવી કે વ્યાજની ગણતરી કઈ રીતે કરવામાં આવશે. તેમાં કમ્પાઉન્ડ વ્યાજ લાગશે કે સામાન્ય વ્યાજ લાગશે તેના વિષે એ જણાવાયું નથી. મળનાર વ્યાજ પર ટીડીએસ કપાશે કે નહિ હજુ આ અંગે કોઈ જાણકારી નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર