Home /News /business /

અમદાવાદઃ મહાશિવરાત્રીના દિવસે સોના-ચાંદીના ભાવમાં આવી તેજી, જાણી લો નવા ભાવ

અમદાવાદઃ મહાશિવરાત્રીના દિવસે સોના-ચાંદીના ભાવમાં આવી તેજી, જાણી લો નવા ભાવ

પ્રતિકાત્મક તસવીર

ભારતીય બજારોમાં બંને કિંમતી ધાતુઓની કિંમતોમાં વધારાનો સિલસિલો શરુ થયો છે. ડોલરની કમજોરીના કારણે સોનાના ભાવમાં તેજી નોંધાઈ હતી.

    અમદાવાદઃ અમેરિકન ડોલરની (American dollar) કમજોરીના કારણે વૈશ્વિક બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં તેજી નોંધાઈ હતી. જેની અસર ભારતીય બુલિયન માર્કેટમાં બંને કિંમતી ધાતુઓના (Gold-Silver Price today) ભાવમાં વધારો થયો હતો. આજે મહાશિવરાત્રીના (Mahashivratri) દિવસે અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad bullio market) પણ એક કિલો ચાંદીના ભાવમાં (Silver Price today) એક કિલો ચાંદીના ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો હતો. જ્યારે 10 ગ્રામ સોનાના ભાવમાં (Gold Price today) 500 રૂપિયાનો વધારો થયો હતો. કોઈ ફેરફાર ન થતાં પાછલા ભાવે સ્થિર રહ્યા હતા.

    અમદાવાદમાં ચાંદીના ભાવ
    અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Silver Price 11 March 2021) આજે ગુરુવારે એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો વધારો થતાં ચોરસા 68,000 રૂપિયા અને ચાંદી રૂપું 67,800 રૂપિયાના સ્તરે બંધ રહી હતી. જો કે, બુધવારે એક કિલો ચાંદીના ભાવમાં 300 રૂપિયાનો સુધારો થતાં ચોરસા 67,500 રૂપિયા અને ચાંદી રૂપું 67,300 રૂપિયાની સપાટીએ બંધ રહી હતી.

    અમદાવાદમાં સોનાના ભાવ
    અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Gold Price 11 March 2021) આજે ગુરુવારે 10 ગ્રામ સોનાના ભાવમાં પણ 500 રૂપિયાનો વધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 46,800 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 46,600 રૂપિયાની સપાટીએ બંધ રહ્યું હતું. જો કે, બુધવારે દિવસ દરમિયાનના કારોબાર બાદ પાછલા બંધ ભાવમાં કોઈ ફેરફાર ન થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 46,300 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 46,100 રૂપિયાના ભાવે સ્થિર રહ્યું હતું.

    આ પણ વાંચોઃ-Zomato ડિલિવરી બોયનું કારસ્તાન, યુવતીને મુક્કો મારી નાકે કર્યું ફ્રેક્ચર, યુવતીએ videoમાં વ્યક્ત કરી આખી ઘટના

    આ પણ વાંચોઃ-અમદાવાદાની આયેશા જેવી હૃદયદ્રાવક ઘટના! લગ્નના 14 મહિનામાં જ બે માસની સગર્ભાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

    આ પણ વાંચોઃ-બારડોલીઃ સગીરા સાથે ચોથી વાર દુષ્કર્મ આચરવા જતા આરોપીને મળ્યું મોત, પકડાયેલા યુવકને માર મારતો live video

    આ પણ વાંચોઃ-બે ભાઈઓએ એક સાથે જ કરી આત્મહત્યા, દર્દભર્યો વીડિયો બનાવી કહ્યું 'જીવવાનું મન નથી....માટે જઈ રહ્યા છીએ'

    સોનામાં કેમ આવી તેજી?
    નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણએ આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવમાં થયેલા સુધારાની અસર ભારતીય બુલિયન માર્કેટમાં બંને કિંમતી ધાતુઓમાં સુધારો આવ્યો હતો. ડોલરની કમજોરીના કારણે સોનાના ભાવમાં તેજી નોંધાઈ હતી.



    નિષ્ણાંતોનું માનવું છે કે આ વર્ષે સોનાના ભાવમાં તેજી પકડાશે ત્યારે તે આગળ વધતી જશે અને વર્ષ 2021માં સોનાના ભાવ 63,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટીને પણ વટાવશે.
    Published by:ankit patel
    First published:

    Tags: Gold price today, Gold-Silver Price Today, Mahashivratri, Silver Price Today, અમદાવાદ, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन